Sell old Gold: એક વાત સમજવાની જરૂર છે કે ભારતમાં મોટાભાગના ઝવેરીઓ સોનાના છૂટક વિક્રેતા છે. જેમ રોજિંદી ચીજવસ્તુઓ છૂટક વિક્રેતાઓ દ્વારા પાછી ખરીદવામાં આવતી નથી, તેમ આ ઝવેરીઓ પણ જૂના દાગીના સ્વીકારતા નથી.
નવી દિલ્હી: ઘણા લોકો રોકડ રૂપિયાની (Cash) જરૂર પડવા પર સોનું વેચે છે. પરંતુ સોનું વેચી (Selling Gold)ને રોકડ મેળવવામાં પણ થોડી સમસ્યા તો આવે જ છે. જ્યારે 27 માર્ચે સોનાની કિંમત 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી હતી, ત્યારે ઇન્ટિરિયર ડિઝાઇનર શરણ્યા સુધા તેના સ્થાનિક જ્વેલર પાસે ગયા હતા. સુધા તેના લગ્નના ઘરેણાં વેચવા માંગતી હતી. જે તેણે 2004માં ખરીદ્યા હતા. જ્યારે તેની કિંમત લગભગ રૂ. 6,400 પ્રતિ 10 ગ્રામ હતી. કાગળ પર તેણીને 18 વર્ષમાં વાર્ષિક ધોરણે 11.87% વળતર મળ્યું હતું. પરંતુ 82 ગ્રામ સોનાનો હાર અને સોનાની બંગડીઓના સેટની કિંમત સમજવી સરળ ન હતી.
સુધાએ જણાવ્યું કે, “મારી માતાએ જ્વેલરીનું બિલ ગુમાવી દીધું હોવાથી મને ખબર ન હતી કે તેણે તે મારા વતનમાંથી કઈ દુકાનમાંથી તે ખરીદ્યું છે. મેં જે જ્વેલર્સની મુલાકાત લીધી હતી, તેઓએ ઘરેણાંના બદલામાં રોકડ ઓફર કરવાનો ઇન્કાર કર્યો હતો.” સુધા જેવા ઘણાને લાગે છે કે સોનું એક સુરક્ષિત ભંડોળ (Secure Asset) છે અને જીવનના મુશ્કેલ તબક્કાઓમાં કામ આવે છે, તેથી તેઓએ તેમના તમામ વધારાના ભંડોળ આવી સંપત્તિઓમાં રોકવા જોઈએ.
પરંતુ જ્યારે Moneycontrol.comએ ટીયર 1 અને ટીયર 2 શહેરોમાં 25 જ્વેલરી શોપની મુલાકાત લીધી તે દિવસે સોનાની કિંમત 48,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામને સ્પર્શી ગઈ હતી. ત્યારે બધાએ સોનાના દાગીનાના બદલામાં રોકડ ઓફર કરવાનો ઇન્કાર કર્યો હતો. તેઓ જૂના દાગીનાના વજનની સમકક્ષ નવા ઘરેણાં આપવા તૈયાર હતા. રિપોર્ટરે તેણીના કેટલાક સોનાના સિક્કા વેચવાની ઓફર કરી હતી, તે પણ નકારી કાઢવામાં આવી હતી. સોનું ભૂલી જાવ, રોકડના બદલામાં ચાંદી જેવી સસ્તી ધાતુઓ માટે પણ કોઈ લેનાર ન હતા.
શા માટે તમે જ્વેલરને નથી વેચી શકતા સોનું?
એક વાત સમજવાની જરૂર છે કે ભારતમાં મોટાભાગના ઝવેરીઓ સોનાના છૂટક વિક્રેતા છે. જેમ રોજિંદી ચીજવસ્તુઓ છૂટક વિક્રેતાઓ દ્વારા પાછી ખરીદવામાં આવતી નથી, તેમ આ ઝવેરીઓ પણ જૂના દાગીના સ્વીકારતા નથી.
વેચવાની કિંમત
જ્યારે રિપોર્ટરે વેપારીને પૂછ્યું કે તમે કેમ દાગીના સ્વીકારતા નથી. તો વેપારીએ જણાવ્યું કે, સોનાની કિંમત બાહ્ય પરીબળો જેવા કે યુદ્ધ અને ઓઇલની કિંમતોમાં થતા વધારા ઘટાડાના કારણે વધે છે. આ મુદ્દાઓ ટૂંક સમયમાં શાંત થઇ જશે. અને અમને નુકસાન થશે. ખરીદ દર અને વેચાણ દર અલગ-અલગ હોવાથી તમારી કિંમતી ધાતુના મૂલ્યની રીકવરી કરવી મુશ્કેલ છે.
જો તમે જૂની જ્વેલરી વેચવા માંગતા હો, તો ખાતરી કરો કે તમારી પાસે જૂનું ઇનવોઇસ છે. ઇનવોઇસ સાથે જ્વેલરી વેચવા માટે તે જ જ્વેલર પાસે જાઓ અને તમને જ્વેલરીના બદલામાં રોકડ મેળવવાની શક્યતા વધુ પ્રબળ બનશે.
ઓછામાં ઓછા 20 છૂટક રિટેલર્સે તેમના પોતાના સ્ટોરમાં ન બનેલા સોનાના દાગીના સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. તેઓ કેવી રીતે ઓળખી શકે પોતાનું સોનું? તો શુદ્ધતા ચિહ્ન અને હોલમાર્કિંગ ચિહ્ન સિવાય જ્વેલર્સ તેઓ બનાવેલા દરેક જ્વેલરી પીસ પર તેમના પોતાના સ્ટોર સિમ્બોલને કોતરતા હોય છે.
નોન-હોલમાર્ક જ્વેલરી
ભારતમાં છેલ્લા એક વર્ષથી હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું હોવાથી, તમારી જૂની જ્વેલરી હોલમાર્ક કરી શકે છે અથવા તો નહીં. જો તમે એક વ્યક્તિ તરીકે કોઈ જ્વેલરને તમારા જૂના સોનાને હોલમાર્ક કરવા અને પછી તેને સ્વીકારવા માટે કહો, તો જૂની ધાતુ ઓછી કેરેટેની હશે તેવા ડરથી તેઓ તેને સ્વીકારવા તૈયાર નથી થતા.
LMS જ્વેલર્સના એક વ્યક્તિએ moneycontrol.comને જણાવ્યું હતું કે, “નીચા કેરેટેજ મૂલ્ય જ્વેલરની છબીને અસર કરે છે, કારણ કે અમારી પાસે BIS (Bureau of Indian Standards) સાથે નોંધણી નંબર છે અને તે ભાગ તે નોંધણી નંબર હેઠળ સૂચિત છે. અમે આ નોન-હોલમાર્કેડ ભાગ સ્વીકારી શકતા નથી."
ઘણા જ્વેલર્સે જણાવ્યું હતું કે, સોનાના દાગીના ખરીદવા તે મેટલમાં રોકાણ કરવા જેવું નથી અને તેને ઘરેણા જ ગણવામાં આવશે. જ્યારે તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર જ્વેલરી ખરીદો છો, ત્યારે જ્યારે તમે સોનાને ફરીથી વેચવાનો પ્રયાસ કરો છો, ત્યારે ચૂકવણીની રીત અને મેટલના સ્ત્રોતને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
અન્ય વિકલ્પો
જો તમે ભવિષ્યના ધ્યેય જેમ કે બાળકના લગ્ન અથવા રોકાણના હેતુઓ માટે સોનું એકઠું કરવા માંગતા હોવ, તો ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF), ગોલ્ડ સેવિંગ્સ ફંડ્સ (મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ) અને સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (SGB) તમારા માટે યોગ્ય રોકાણ ઓપ્શન રહેશે.
ETFs લિક્વિડીટી વિકલ્પ અને ટ્રેડિંગ દિવસોમાં તાત્કાલિક સેલિંગ વિકલ્પ ઓફર કરે છે અને SGB વર્ષમાં બે વાર વ્યાજ આપે છે. જ્યારે ETFs અને SGBsમાં રોકાણ કરવા માટે ડીમેટ ખાતું આવશ્યક છે, જેમની પાસે ડીમેટ ખાતું નથી તેઓ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઓફર કરવામાં આવતા ગોલ્ડ સેવિંગ્સ ફંડ્સનો વિકલ્પ પસંદ કરી શકે છે. (KHYATI DHARAMSI, Moneycontrol)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર