Home /News /business /

Ruchi Soya stock: રુચિ સોયાના રોકાણકારોના અચ્છે દિન, શેરમાં આવી આઠ ટકાની તેજી, જાણો કારણ

Ruchi Soya stock: રુચિ સોયાના રોકાણકારોના અચ્છે દિન, શેરમાં આવી આઠ ટકાની તેજી, જાણો કારણ

બાબા રામદેવ

Ruchi Soya stock rise: 10મી એપ્રિલના રોજ મળેલી બોર્ડની બેઠકમાં એવું નિર્ણય લેવાયો છે કે રુચિ સોયાનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ લિમિટેડ (Patanjali foods ltd) કરવામાં આવશે.

    નવી દિલ્હી: સોમવારે સવારે ઇન્ટ્રાડેમાં રૂચિ સોયાના શેર (Ruchi Soya stocks)માં આઠ ટકાની તેજી જોવા મળી હતી. એફપીઓ (FPO)ના પ્રીમિયમ લિસ્ટિંગ બાદ શેરમાં તેજી આવતા રોકાણકારોના જાણે અચ્છે દિન આવી ગયા છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ રુચિ સોયાનો શેર 8 ટકા ઉછળીને 999 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. શુક્રવારે કંપનીનો શેર 924.85 રૂપિયા પર બંધ થયો હતો. સવારે 11:37 વાગ્યે રૂચિ સોયાનો શેર 5.74 ટકા એટલે કે 53.05 રૂપિયા વધીને 976.50 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. રુચિ સોયાના શેરમાં તેજીનું કારણ પણ ખાસ છે. કંપની Ruchi Soya નું નામ બદલવાની તૈયારી કરી રહી છે.

    10મી એપ્રિલના રોજ મળેલી બોર્ડની બેઠકમાં એવું નિર્ણય લેવાયો છે કે રુચિ સોયાનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ લિમિટેડ (Patanjali foods ltd) કરવામાં આવશે. આજે શેર ગત દિવસના બંધ કરતા પાંચ ટકા વધીને ખુલ્યો હતો. આ સાથે જ કંપનીની માર્કેટ કેપ બીએસઈ પર 35,109.88 કરોડ રૂપિયા થઈ છે.

    દેવામુક્ત બની કંપની


    પતંજલિના સ્વામિત્વવાળી તેમજ ખાદ્ય તેલની અગ્રણી કંપની રુચિ સોયાએ શુક્રવારે જણાવ્યું હતું કે, કંપનીએ 2,925 રૂપિયાની બેંક લોન ચૂકવી દીધી છે. જે બાદમાં કંપની સંપૂર્ણ દેવામુક્ત બની ગઈ છે. આ રકમ એસબીઆઈના વડપણ હેઠળના કન્સોર્ટિયમને ચૂકવી દેવામાં આવી છે. કન્સોર્ટિયમમાં સામેલ અન્ય બેંકોમાં પંજાબ નેશનલ બેંક, યૂનિયમ બેંક ઑફ ઇન્ડિયા, સિન્ડિકેડ બેંક અને અલ્લાહાબાદ બેંક છે.

    શુક્રવારે બંધ ભાવ


    રુચિ સોયાનો સ્ટોક શુક્રવારે 13 ટકા વધીને બંધ રહ્યો હતો. શુક્રવારે શેર 3.8 ટકાના વધારા સાથે 850 રૂપિયા પર બંધ થયો હતો. ઇન્ટ્રાડે દરમિયાન શેર 940 રૂપિયા પર પહોંચ્યો હતો. બાદમાં બીએસઈ પર શેર 924.85 રૂપિયા પર એટલે કે 12.94 ટકા વધીને બંધ રહ્યો હતો.

    આ પણ વાંચો: સોનાની ખરીદી પહેલા જાણો આજે ભાવમાં કેટલો વધારો-ઘટાડો થયો

    રુચિ સોયા એફપીઓ


    રુચિ સોયાએ તાજેતરમાં એફપીઓ મારફતે 6,61,53,846 ઇક્વિટી શેર ક્લિયર કર્યાં છે. કંપની 4,300 કરોડ રૂપિયાનો એફપીઓ લાવી હતી. આ માટે કંપનીએ 650 રૂપિયાની કિંમત નક્કી કરી હતી. જોકે, સેબીએ રોકાણકારોને અરજી પરત ખેંચવાની છૂટ આપ્યા બાદ આશરે 97 બીડ પરત ખેંચવામાં આવી હતી. કંપનીનો એફપીઓ 3.6 ગણો ભરાયો હતો.

    શું છે સેબીનો નિયમ?


    સેબીના નિયમ પ્રમાણે લિસ્ટેડ કંપનીઓમાં ઓછામાં ઓછું 25 ટકા પબ્લિક હોલ્ડિંગ હોવું જોઈએ. રુચિ સોયા આ જ નિયમ હેઠળ 4,300 કરોડ રૂપિયા એકઠા કરવા માટે FPO લાવી રહી છે.

    આ પણ વાંચો: વેરાંદા લર્નિંગ સોલ્યુશન્સ આઈપીઓ: જાણો NSE અને BSE પર કેટલા ભાવે થયો લિસ્ટ 

    પતંજલિ આયુર્વેદે 4,350 કરોડ રૂપિયામાં ખરીદી હતી રુચિ સોયા


    રુચિ સોયાને દેવાળિયા પ્રક્રિયા મારફતે પતંજલિ આયુર્વેદે વર્ષ 2019માં 4350 કરોડ રૂપિયામાં ખરીદી હતી. દેવાળિયાની પ્રક્રિયા દરમિયાન રુચિ સોયા શેર બજારમાં લિસ્ટેડ કંપની હતી. હાલ કંપનીની 99 ટકા ભાગીદારી પ્રમોટર્સ પાસે છે. કંપનીએ FPOના આ રાઉન્ડમાં આશરે 9 ટકા જેટલી ભાગીદારી પબ્લિક શેરહોલ્ડર્સ માટે લાવવાની છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ruchi Soya, Share market, Stock market, પતંજલી, બાબા રામદેવ

    આગામી સમાચાર