Indian Currency: ભારતીય કરંસીનો ઇતિહાસ એકદમ જૂનો છે. તેનું સંપૂર્ણ સંચાલન ભારતીય રિઝર્વ બેન્ક કરે છે. તે કરંસી બહાર પણ પાડે છે અને વિનિમય પણ કરે છે.
1 રૂપિયાની નોટ સહી વગર હોય
હાલના સમયમાં 1 રૂપિયાની નોટ સૌવથી નાની કરંસી છે. આ નોટને આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવતી નથી. પણ તેને ભારત સરકાર જાહેર કરે છે. એટલેજ આ નોટ પર આરબીઆઇ ગવર્નરના હસ્તાક્ષર નથી હોતા. એક રૂપિયાની નોટ પર નાણાં સચિવની સહી હોય છે.
એક રૂપિયાની પહેલી નોટનું પ્રિન્ટિંગ 30 નવેમ્બર 1917 એ થયું હતું. પહેલી નોટ પર કિંગ જ્યોર્જ પંચમની તસ્વીર છાપવામાં આવી હતી. વર્ષ 1926 મા પહેલીવાર 1 રૂપિયાના નોટનું છાપકામ બંધ થયું હતું. જે ફરી પાછું 1940 મા શરુ થયું. ત્યારબાદ ફરી 1994 મા છાપકામ બંધ કરવામાં આવ્યું. જે ફરી 2015 મા શરુ કરવામાં આવ્યું છે.
આરબીઆઇ સ્થાપના વિષે
આરબીઆઇની સ્થાપના ભારતીય રિઝર્વ બેન્ક એક્ટ 1934 મુજબ 1 એપ્રિલ 1935 મા કરવામા આવી હતી. શરૂઆતના સમયમાં મુખ્ય ઓફિસ કોલકત્તામાં બનાવવામાં આવી હતી. જેને 1937 મા મુંબઈ સ્થળાંતરીત કરવામાં આવી હતી.
ભારતીય ચલણનું પ્રતીક
આરબીઆઇની વેબસાઈટ મુજબ ભારતીય ચલણનું નામ ભારતીય રૂપિયા છે. ભારતીય નાણાંનું ચિહ્ન “₹” છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર