Home /News /business /ખુબ ચર્ચામાં ઝોમેટો અને ટેસ્લા, તો પણ ઝુનઝુનવાલાને તેમાં કોઈ રસ નહીં! જણાવ્યું કારણ
ખુબ ચર્ચામાં ઝોમેટો અને ટેસ્લા, તો પણ ઝુનઝુનવાલાને તેમાં કોઈ રસ નહીં! જણાવ્યું કારણ
શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા
જાણીતા શેર બજારના રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ તેમજ રિટેલ રોકાણકારોને પણ રસ હોય છે. તેઓ ફાઇનાન્સ, ટેક, રિટેલ અને ફાર્મા શેરોમાં રોકાણ માટે જાણીતા છે.
નવી દિલ્હી : એવું કહેવામાં વાંધો નથી કે, શેરબજારમાં ઝોમાટો અને ટેસ્લાના આગમનના સમાચાર પછી, આ બંને વિશે ઘણા લોકોની રુચિ વધી છે. અને બંને કેસોમાં પણ ચર્ચાનો દોર ચાલુ છે. જોકે શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાને આટલી ચર્ચાઓ બાદ પણ તેમાં કોઈ રસ દેખાડ્યો નથી. તમને જણાવી દઈએ કે, જાણીતા શેર બજારના રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ તેમજ રિટેલ રોકાણકારોને પણ રસ હોય છે. તેઓ ફાઇનાન્સ, ટેક, રિટેલ અને ફાર્મા શેરોમાં રોકાણ માટે જાણીતા છે.
આ વખતે ઝુનઝુનવાલા ફૂડ ડિલીવરી કંપની ઝોમાટોના લિસ્ટિંગમાં સારુ વળતર મળવા અને યુએસની ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાની દેશમાં પ્રવેશવાની યોજના અંગે ઉત્સાહિત જણાતા નથી. ઝુનઝુનવાલાએ પણ એક ઇવેન્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે, તે ઝોમેટો અથવા ટેસ્લામાં રોકાણ નહીં કરે. તેમનું કહેવું છે કે, તે જે ખરીદે છે તે મહત્વપૂર્ણ છે અને જે ભાવે તે ખરીદે છે તે સૌથી મહત્વપૂર્ણ છે.
આ કાર્યક્રમમાં ટોપ સોફ્ટવેર કંપનીઓમાં સામેલ ઈન્ફોસિસના પૂર્વ ડાયરેક્ટર અને મણિપાલ યુનિવર્સિટીના અધ્યક્ષ મોહનદાસ પાઈ પણ હાજર હતા. ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે, એક ઉદ્યોગસાહસિકનું ફંડ "ઓક્સિજન" જેવું હોય છે, પરંતુ "કેપિટલનું મહત્વ બિઝનેસ મોડલ જેટલું નથી હોતુ". તેમણે ઝારા અને વોલમાર્ટ પાસેથી શીખવાની સલાહ આપતા કહ્યું કે, "હું વેલ્યુએશન પર ભાર આપવાને બદલે કેશ ફ્લોથી જોડાયેલા બિઝનેસ મોડલને પસંદ કરૂ છુ. તેમનું કહેવું હતું કે, વેલ્યુએશનનું મહત્વ મજબૂત બિઝનેસ મોડલથી વધારે નથી હોઈ શકતુ."
જો ઝુનઝુનવાલા ઝોમેટો અથવા ટેસ્લામાં રોકાણ નથી કરી રહ્યા, તો તેનો અર્થ એ નથી કે કોઈએ આ શેર ખરીદવાનું ટાળવું જોઈએ. ટેસ્લાને હાલના બજાર તેમજ આગામી વર્ષો માટે અગત્યની ઓટોમોબાઈલ કંપની ગણાવતાં પાઇએ જણાવ્યું હતું કે, "હાલનું ઓટોમોબાઈલ માર્કેટ 2 લાખ કરોડ ડોલરનું છે અને 2030 સુધીમાં તેનું 30 થી 35 ટકા ઇલેક્ટ્રિક વાહનોનું હશે. જેથી ટેસ્લા આ સેક્ટરની એક મહત્વપૂર્ણ કંપની છે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર