Home /News /business /Exclusive -'..બસ આ કારણે નીકળવાનું નક્કી કર્યું', TCSમાંથી રાજીનામુ આપવા અંગે બોલ્યા રાજેશ ગોપીનાથન
Exclusive -'..બસ આ કારણે નીકળવાનું નક્કી કર્યું', TCSમાંથી રાજીનામુ આપવા અંગે બોલ્યા રાજેશ ગોપીનાથન
આખરે રાજેશ ગોપીનાથને શા માટે રાજીનામુ આપ્યું? આ છે સાચું કારણ
Why Rajesh Gopinathan Resigned from TCS: ગુરુવારની સાંજે અચાનક રાજેશ ગોપીનાથને ટીસીએસમાંથી રાજીનામુ આપ્યાના સમાચાર આવ્યા અને ત્યારબાદ બધે એક જ સવાલ છે કે આખરે તેમણે કેમ છોડ્યું? જેનો જવાબ તેમને ખૂદ આપ્યો.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસને (Tata Consultancy Service) લગતા મોટા સમાચાર ગઈકાલે આવ્યા હતા. જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ ગોપીનાથને (Rajesh Gopinathan) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. BSEને માહિતી આપતા ટાટા ગ્રુપેએ (Tata Group) કહ્યું કે રાજેશ ગોપીનાથનનો કાર્યકાળ 15 સપ્ટેમ્બર 2023 સુધીનો રહેશે. જ્યારે તેમની જગ્યાએ કે. કીર્તિવાસનને 16 માર્ચથી નવા એમડી અને સીઈઓ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.
સીએનબીસી આવાઝને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં રાજેશ ગોપીનાથને કહ્યું કે વિચારો સતત ચાલતા રહે છે, પરંતુ તેના પર વધુ ધ્યાન આપ્યું નથી. તેમણે કહ્યું કે છેલ્લા બે મહિનાથી મનમાં ઘણી મૂંઝવણ હતી કે TCSમાં આ પદ પર 10 વર્ષ થઈ ગયા છે. હવે આગળ શું?
તમને જણાવી દઈએ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાંથી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરનાર ગોપીનાથ 2001થી TCS સાથે જોડાયેલા છે. તેમને ફેબ્રુઆરી 2013માં કંપનીના CEO બનાવવામાં આવ્યા હતા. તેમણે આરઈસી ત્રિચુરપલ્લીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. BSEને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે રાજેશ ગોપીનાથનનો કાર્યકાળ 15 સપ્ટેમ્બર 2023 સુધી રહેશે.
પણ એક વાત તો હું નિશ્ચિત કરીને બેઠો હતો કે જે દિવસે મન ખરેખર કંટાળી જશે ત્યાર પછી આ છોડી દેવું જોઈએ. તેવા કામમાં હું એક મિનિટ પણ રહું નહીં.
... બસ આ જ બન્યું અને મેં જવાનું નક્કી કર્યું
ગોપીનાથનના રાજીનામા પર ટીસીએસના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે "હું છેલ્લા 25 વર્ષથી રાજેશ સાથે કામ કરી રહ્યો છું. તેમની સાથે કામ કરવાનો ઘણો સારો અનુભવ રહ્યો છે. રાજેશે છેલ્લા 6 વર્ષમાં મજબૂત નેતૃત્વ આપ્યું છે. રાજેશે TCSની વૃદ્ધિના આગામી તબક્કા માટે પાયો નાખ્યો છે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર