Home /News /business /

Paytm Stock: પેટીએમના શેરમાં શા માટે કડાકો બોલી ગયો? કંપનીના સ્થાપકે જણાવ્યું કારણ

Paytm Stock: પેટીએમના શેરમાં શા માટે કડાકો બોલી ગયો? કંપનીના સ્થાપકે જણાવ્યું કારણ

વિજય શેખર શર્મા (ફાઇલ તસવીર)

Paytm Stock: પેટીએમે કહ્યુ છે કે તેનું નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન લોન વિતરણમાં 478 ટકાનો વધારો થયો છે. કંપનીએ 15,200 લોન મારફતે 7,623 કરોડ રૂપિયાની રકમ વહેંચી છે, જે મૂલ્યની દ્રષ્ટીએ વાર્ષિક ધોરણે 441 ટકા વધારે છે.

    મુંબઇ. Paytm Stock: પેટીએમના શેર (Paytm Stock)માં લિસ્ટિંગ બાદ મોટો કડાકો બોલી ગયો છે. આજે એટલે કે બુધવારે 6 એપ્રિલના રોજ પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા (Vijay Shekhar Sharma)એ લિસ્ટિંગ બાદ પેટીએમના શેરમાં શા માટે કડાકો (Paytm stock crash) બોલી ગયો હતો એ વાતનો ખુલાસો કર્યો છે. વિજય શેખર શર્માએ રોકાણકારોને લખેલા એક પત્રમાં કહ્યુ છે કે વૈશ્વિક સ્તરે ઊંચા ગ્રોથ વાળા સ્ટૉક્સ માટે બજારમાં ઉતાર-ચઢાણની હાલત ખૂબ જ પ્રતિકૂળ રહી હતી. પેટીએમના શેરનું લિસ્ટિંગ નવેમ્બર, 2021માં થયું હતું. ત્યારથી અત્યારસુધી પેટીએમનો શેર 60 ટકા તૂટી ચૂક્યો છે.

    લોન વહેંચણીનો ગ્રોથ 478% વધ્યો


    પેટીએમે કહ્યુ છે કે તેના નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન લોન વિતરણમાં 478 ટકાનો વધારો થયો છે. કંપનીએ 15,200 લોન મારફતે 7,623 કરોડ રૂપિયાની રકમ વહેંચી છે, જે મૂલ્યની દ્રષ્ટીએ વાર્ષિક ધોરણે 441 ટકા વધારે છે.

    નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક દરમિયાન કંપનીએ 65 લાખથી વધારે લોન વિતરણ કરી છે, જે ગત ત્રિમાસિકની 44 લાખથી 374 ટકા વધારે છે. આ લોનની કિંમત 3553 કરોડ રૂપિયા હતી.

    આ પણ વાંચો: ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર પર એક્સિસ સિક્યોરિટીઝ બુલિશ

    GMVમાં 111%નો વધારો


    કંપનીએ મર્ચન્ટ પેમેન્ટ બિઝનેસ (Merchants payments business) માટે ગ્રોસ મર્ચન્ડાઇઝ વેલ્યૂ (GMV)માં નાણાકીય વર્ષ દરમિયાન 111 ટકાનો વધારો નોંધાવ્યો છે, જે ચાર લાખ કરોડ રૂપિયાથી વધીને 8.52 લાખ કરોડ રૂપિયાના સ્તર પર પહોંચી છે. આ બિઝનેસમાં કંપનીને ભારતપે (BharatPe) સાથે સ્પર્ધા કરવી પડી રહી છે. ચોથા ત્રિમાસિક માટે કંપનીએ 2.59 લાખ કરોડ રૂપિયાનું GMV નોંધાવ્યો છે, જે ગત ત્રિમાસિકના 2.5 લાખ કરોડ રૂપિયાના મૂલ્યથી થોડો વધારે છે.

    સુપર એપ યૂઝર્સ


    ફિનટેક કંપનીએ એવું પણ કહ્યુ કે તેની સુપર એપમાં સૌથી વધારે મંથલી ટ્રાન્ઝેક્ટિંગ યૂઝર્સ (MTU) જોવા મળી રહ્યા છે. કંપનીની એપ્લિકેશન પેમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ, ટિકિટ, ઇન્શ્યોરન્સ વગેરે ખરીદવાના પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. ત્રિમાસિક દરમિયાન MTU 41 ટકાથી વધીને 710 લાખ થઈ ગયા છે, જે ગત ત્રિમાસિકમાં 640 લાખ હતા.

    આ પણ વાંચો: સર્કિટ પે સર્કિટ, આ શેરમાં સતત છઠ્ઠા દિવસે લાગી અપર સર્કિટ 

    કંપની દરરોજ લગાવી રહી છે 1000 પીઓએસ મશીન


    કંપની પોતાના મર્ચન્ટને પેમેન્ટ લેવામાં મદદ કરવા અને તેની સૂચના આપવા માટે પોઇન્ટ ઑફ સેલ્સ (POS)ની સાથે સાઉન્ડબોક્સ મશીન (Soundbox machines) પણ આપી રહી છે. કંપનીએ આવા 29 લાખ ડિવાઇસ લગાવ્યા છે.

    કંપનીએ કહ્યું કે, "ફક્ત ત્રણ વર્ષમાં અમે સ્ટોર્સમાં 29 લાખ ડિવાઇસ લગાવ્યાં છે, હાલ અમે દરરોજ 1000 ડિવાઇસ લગાવી રહ્યા છીએ. જેને જોતા અમે લોન માટે મર્ચન્ટની સંખ્યામાં વધારાની આશા રાખીએ છીએ."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Paytm, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર