Home /News /business /Fuel Price Hike: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દરરોજ 80 પૈસા જ કેમ વધે છે? ભાવ વધારો ક્યારે અટકશે?

Fuel Price Hike: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દરરોજ 80 પૈસા જ કેમ વધે છે? ભાવ વધારો ક્યારે અટકશે?

પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ

Petrol Price hike: ફ્યૂઅલના ભાવ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. જેમાં - ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) સામેલ છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: છેલ્લા બે અઠવાડિયાથી પેટ્રોલ-ડીઝલ (fuel)ની રિટેઈલ કિંમત (retail price of fuel) સતત વધી રહી છે. જોકે આ વધારો એવો છે, જેને સરળતાથી ચૂકવી શકાય. આ ભાવ વધારાને લઈને વપરાશકર્તાઓ નવાઈ પામી રહ્યા નથી. તેનું કારણ છે અગાઉથી આપી દેવામાં આવેલા નિર્દેશો અને સંકેતો છે. જોકે પ્રતિ દિવસ થઈ રહેલો 80 પૈસાનો વધારો કેટલાક ગ્રાહકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. દૈનિક થતો રૂ. 80નો વધારો ક્યારે અટકશે તે નક્કી નથી. સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (State-owned oil marketing companies, OMCs) પાછલા 15 દિવસની આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કિંમતોની રોલિંગ એવરેજ અનુસાર ફ્યૂલની રિટેઈલ કિંમત નક્કી કરે છે અને નવી નક્કી કરેલી કિંમતો સવારે 6 વાગ્યાથી અમલમાં મૂકવામાં આવે છે.

અગાઉ જ્યારે ફ્યૂઅલ અને એવિએશન ટર્બાઈનના ભાવમાં વધારો થયો હતો, ત્યારે હોલસેલર્સ માટે ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ ગ્રાહકોને લગભગ 137 દિવસ સુધી કોઈ પણ વધારા વિના ફ્યૂઅલ આપવામાં આવી રહ્યું હતું. 22 માર્ચથી પેટ્રોલ-ડીઝલમા વધારાની શરૂઆત થઈ હતી. તમને જણાવી દઈએ કે 5 એપ્રિલે 80 પૈસાના વધારા સાથે અત્યારસુધીનો કુલ વધારો રૂ. 9.20 પ્રતિ લિટર થયો છે. આજનો વધારો ધ્યાનમાં લેવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલમાં 10 રૂપિયાનો વધારો થયો છે.

શા માટે 80 પૈસાનો જ કરાય છે વધારો?


OMC (ઓઇલ માર્કેટિંગ કંપનીઝ)ના ત્રણ વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર દૈનિક 80 પૈસાના વધારા પાછળ કોઈ ખાસ કારણ નથી. જોકે, તેમણે ઉમેર્યું હતું કે દૈનિક વધારાને એક રૂપિયાથી નીચે રાખવા માટે સરકાર તરફથી આ એક પ્રયત્ન હોઈ શકે છે.

પેટ્રોલ & ડીઝલના ભાવ


પેટ્રોલ અને ડીઝલના ભાવ જૂન 2010 અને ઑક્ટોબર 2014થી બજાર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. સાથે જ ફ્યૂઅલના ભાવ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. જેમાં - ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) સામેલ છે. પરંતુ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ નવેમ્બરમાં પ્રતિ બેરલ 80 ડોલરથી માર્ચની શરૂઆતમાં લગભગ 139 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયા હોવા છતાં પણ OMCsના ભાવને સ્થિર રાખવાની વાતો ચૂંટણીલક્ષી હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

વરિષ્ઠ ડીલર કે સુરેશ કુમારે જણાવ્યું હતું કે, OMCએ આ પહેલા દૈનિક 10-25 પૈસાનો ભાવ વધારો કર્યો હતો. જોકે, આ વધારો લાંબા સમય સુધી યથાવત રાખી શકાય તેમ નહોતો. જેને લઈને આ કિંમત વધારવાની ફરજ પડી હતી. આ કારણોસર વધારો 1 રૂપિયાથી નીચેની સપાટીએ રહે તે રીતે કરવામાં આવી રહ્યો છે. જોકે, આ ભાવવધારો ગ્રાહકો માટે છે હોલસેલર્સ માટે આ વધારે એક જ સાથે રૂ. 25નો પણ હોઈ શકે છે. વપરાશકર્તાઓને એકસાથે આટલો ભાવ વધારો કરી આપવો શક્ય નથી.

આ પણ વાંચો: સસ્તું સોનું ખરીદવાની તક, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

એકવારમાં કિંમત વધારવી શક્ય નથી


ઓઈલ કંપનીઓ માટે એક જ વારમાં કિંમતો વધારવી શક્ય નથી. ભારતમાં ઓઈલની કિંમતો મોટાભાગે સ્થિર રહે છે અથવા કોઈ ચોક્કસ દિશામાં ધીમે ધીમે આગળ વધી રહી છે. તેલના ભાવમાં વૈશ્વિક અસ્થિરતા ગેસ સ્ટેશન પર એટલી રિફ્લેક્ટ થતી નથી. 24 માર્ચના રોજના રિપોર્ટમાં મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે અનુમાન લગાવ્યું હતું કે IOCL, BPCL અને HPCLએ પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત રાખીને નવેમ્બરથી લગભગ રૂ. 2.25 બિલિયન (રૂ. 19,000 કરોડ)ની આવક ગુમાવી છે.

કેટલા સમય સુધી રહેશે દૈનિક 80 પૈસાનો વધારો?


નામ ન આપવાની શરતે OMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રૂ. 25 પ્રતિ લિટરની અંડર-રિકવરી છે, જે ડીઝલની રિટેઈલ અને બલ્ક કિંમત વચ્ચેના ભાવ તફાવત પરથી સ્પષ્ટ છે. OMCs મહિના દરમિયાન તે લેવલ પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે 80 પૈસાના દરે વધે છે. ડrઝલમાં 22 માર્ચના રોજ રિટેઈલ કિંમતમાં થયેલા વધારા પહેલા બલ્ક ડીઝલની કિંમત રિટેFલ કિંમત કરતાં રૂ. 25 પ્રતિ લિટર વધુ હતી.

આ પણ વાંચો: બે-ત્રણ અઠવાડિયામાં આ સ્ટૉક્સ કરાવશે મોટી કમાણી

OMCના અન્ય એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, આ ભાવ વધારો એ ધારણાને આધારે કરવામાં આવ્યો હતો કે બજારમાં આ મહિનાની કિંમતો ગત મહિના જેટલી વધશે નહી. જોકે, OMCsની પ્રાઇસીંગ ટીમો વૈશ્વિક ક્રૂડના ભાવ પર ચાંપતી નજર રાખી રહી છે. સરકારના વર્તમાન અભિગમની વાત કરીએ તો જે ભાવ કરવામાં આવી રહ્યો છે તે તેના ધીમી ગતિને કારણે પ્રાઈસ કંટ્રોલનો સૌથી સારો અભિગમ છે, જેના કારણે એકસાથે ભાવ વધારો થતો નથી અને લોકો પર બોજ પડતો નથી. IOCL, BPCL અને HPCL જેવી કંપનીઓ લાંબા સમય સુધી ખોટ કરતી રહી છે. હાલમાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 105-110 ડોલર પ્રતિ બેરલના ઊંચા સ્તરે આવી ગયા છે.
First published:

Tags: Crude oil, Diesel, Petrol