Home /News /business /રુપિયા કમાવવા ફક્ત MFમાં રોકાણ પૂરતું નથી, વાર્ષિક રિવ્યુ પણ કરો; આ રહ્યા 5 સિમ્પલ સ્ટેપ્સ

રુપિયા કમાવવા ફક્ત MFમાં રોકાણ પૂરતું નથી, વાર્ષિક રિવ્યુ પણ કરો; આ રહ્યા 5 સિમ્પલ સ્ટેપ્સ

સમયાંતરે તમારા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોને કરો રીવ્યૂ, જાણો કઇ રીતે કરવું સ્ટેપ-બાય-સ્ટેપ

Why Mutual Fund Investment Annual Review Necessary: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને તગડી કમાણીના સપના જોતા હોવ પણ ફાયદો ન મળતો હોય તો એક્સપર્ટ દ્વારા ઉપયોગમાં લેવાતી આ 5 સ્ટેપની સિક્રેટ વાર્ષિક રિવ્યુ સ્ટ્રેટેજી સમજવા જેવી છે. આટલું કરશો તો ફાયદો જ ફાયદો થશે.

વધુ જુઓ ...
 • moneycontrol
 • Last Updated :
 • Mumbai, India
  મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ (Invest in Mutual Fund) માટે સમયાંતરે દેખરેખ (Review Annual Mutual Funds) રાખવી જરૂરી છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તે તમને તમારા નાણાંકીય લક્ષ્યાંકો હાંસલ (Financial Goals) કરવામાં મદદરૂપ થાય. મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ (Mutual Fund Schemes) સાથેના તમારા પોર્ટફોલિયોની સમીક્ષા કેવી રીતે કરવી તે વિશે તમારે શું જાણવું જોઈએ, તેના વિશે અમે તમને સ્ટેપ-બાય-સ્ટેપ (How to do Portfolio Review Step-By-Step) જણાવી રહ્યા છીએ.

  આ પણ વાંચોઃ બ્લુ ચીપ નહીં પણ આ શેર્સ છે એક્સપર્ટ દિવમ શર્માના ફેવરિટ, ખોબલે-ખોબલે કમાણી કરાવી શકે

  ક્યારે કરવું રીવ્યું?


  જો કે તમારે તમારા પોર્ટફોલિયોની કેટલીવાર સમીક્ષા કરવી જોઈએ તે અંગે કોઈ ચોક્કસ નિયમ નથી. પરંતુ મોટાભાગના નિષ્ણાંતો વર્ષમાં ઓછામાં ઓછું એક વખત પોર્ટફોલિયોની સમીક્ષા કરવાનું સૂચન કરે છે. સમીક્ષા કરવા માટેનો મુખ્ય તર્ક એ છે કે હાલના રોકાણો તમારી અપેક્ષાઓને અનુરૂપ છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવું અને જો નહીં, તો તેમાં સુધારા કરવા. આ ઉપરાંત, જીવનની કેટલીક ઘટનાઓ અથવા બાહ્ય કિસ્સાઓમાં તમારા પોર્ટફોલિયોની સમીક્ષા કરવાનું યાદ રાખો. જીવનની ઘટનાઓ, જેમ કે મોટો પગાર વધારો, નોકરી ગુમાવવી, લગ્ન કરવા, બાળકનો જન્મ, કુટુંબના સભ્યનું મૃત્યુ અને અલગ થવું નાણાંકીય લક્ષ્યોમાં પરિવર્તન લાવે છે અને તેથી સમીક્ષાની જરૂર છે. જ્યારે બાહ્ય કિસ્સાઓમાં કોવિડ -19, યુદ્ધો અને મંદી જેવી ઘટનાઓ નાણાંકીય બજારો અને વ્યવસાયની દુનિયાને બદલી નાંખે છે, જે પણ તમારા પોર્ટફોલિયોની સમીક્ષા માટે આગ્રહ કરે છે. તમારા રીવ્યૂ શિડ્યુલને જાળવી રાખો.

  આ પણ વાંચોઃ અદભુત બિઝનેસ પ્લાન : 70 હજારનું રોકાણ કરીને બનાવ્યા 300 કરોડ, ક્રિકેટ-બોલિવૂડની સેલિબ્રિટીઝ પણ છે ગ્રાહક

  શું તપાસવું?


  ક્રિસિલ (CRISIL)ના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં ટૂંકા ગાળાના ડેટ ફંડ્સે 5.90 ટકા, લાર્જ-કેપ ફંડ્સમાં 1.80 ટકા અને મલ્ટિ-કેપ ફંડ્સે 8.30 ટકા વળતર આપ્યું હતું. આથી, શું તમારે હવે તમારી તમામ લાર્જ-કેપ હોલ્ડિંગ્સ વેચી દેવી જોઈએ અને વેચાણની આવકને ટૂંકા ગાળાના ડેટ ફંડ્સ અને મલ્ટિ-કેપ ફંડ્સ વચ્ચે વહેંચી દેવી જોઈએ?

  બિલકુલ નહીં. મોટા ભાગના શરૂઆતી રોકાણકારો ભૂતકાળના વળતરને જોઈને 'વિનર્સ' અને 'લૂઝર'ને શોધવાનો પ્રયાસ કરે છે. જ્યારે ફાઇનાન્સિલ પ્લાનર્સ, તેના બદલે સમગ્ર પોર્ટફોલિયોને જોવાનું કહે છે. તમારી એસેટ એલોકેશનને જુઓ. જો ઇક્વિટી ફંડ્સના આઉટપરફોર્મન્સને કારણે તમારા પોર્ટફોલિયોમાં ઇક્વિટી હિસ્સામાં ઉચ્ચ વધારો થાય છે, તો થોડો નફો બુક કરવો અને કહેવાતી અંડરપર્ફોર્મિંગ એસેટ ખરીદવી શ્રેષ્ઠ છે. એક વાત યાદ રાખોઃ બાય-લો-સેલ-હાઈ. તમારા રોકાણોમાંથી પૈસા કમાવવાની આ એક સૌથી બેસ્ટ રીત છે.

  આ પણ વાંચોઃ ગુજરાતમાં પણ થઈ શકે જાયફળની ખેતી, 4 વીઘામાં અઢી લાખની આવક, સાથે જાવંત્રી મફતમાં મળે

  અન્ય એક ઉદાહરણ જોઇએ તો, વધતા જતા બજારોમાં સોનાના રોકાણો (ગોલ્ડ એમએફ અથવા એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)) નબળી અસર કરે છે. તો આવા સમયમાં તમારે સોનું વેચીને ઈક્વિટીની વધુ ખરીદી કરવી જોઈએ? બિલકુલ નહિં. તેનાથી ઊલટું કરો. ઇક્વિટી કટ કરો, નફો બુક કરો, પરંતુ સોનું વેચશો નહીં.

  રીબેલેન્સ


  જો તમારા પોર્ટફોલિયોના એસેટ એલોકેશનમાં ફેરફાર થયો છે, તો તમારે તેને ફરીથી સંતુલિત કરવાની જરૂર છે. જે એસેટ ક્લાસ વધ્યો હોય તેને વેચો અને અન્ડર-રીપ્રેન્ઝટેડ હોય તેમાં રોકાણ કરો. કેટલાક રોકાણકારો તેમના પોર્ટફોલિયોને રીબેલેન્સ કરવા માટે અન્ડર-રીપ્રેન્ઝટેડ એસેટ ક્લાસમાં પણ વધુ ઉમેરો કરે છે.

  રીબેલેન્સ કરતી વખતે સબ-સેગમેન્ટ્સની ફાળવણીને પણ સુધારે છે. દાખલા તરીકે, તમારા ઇક્વિટી પોર્ટફોલિયોમાં તમારી પાસે લાર્જ, મિડિયમ અને સ્મોલ-કેપ ફંડ્સમાં અનુક્રમે 70:20:10 ની ફાળવણી હોઈ શકે છે. જો બજારો અસ્થિર બની જાય તો તમે સ્મોલ અને મિડ-કેપ સ્કિમ્સની ફાળવણીમાં ઘટાડો જોઈ શકો છો. જો ડેવિએશન વધુ હોય તો તમે તેને સુધારવા માંગતા હોવ તેવું પણ બની શકે છે.

  આ પણ વાંચોઃ બજાર ટોચ પર છે ત્યારે SIP ચાલુ રાખવી કે નહીં? ક્યાંક રોકાણ પાછળથી નુકસાન ન બને માટે આટલું સમજો

  કરેક્ટિવ એક્શન્સ


  રીબેલેન્સ કરતી વખતે રોકાણકારો કરેક્ટિવ સ્ટેપ્સ પણ લઈ શકે છે, જેમ કે અંડર પરફોર્મર્સને દૂર કરવાં અને નવી પ્રોડક્ટ ઉમેરવી, જે તમારા હાલના રોકાણો સાથે લો-કોરિલેશન દર્શાવે છે, બદલામાં રીસ્ક એડજસ્ટેડ વળતરને સુધારવામાં મદદ કરી શકે છે. પીઅર્સ અને બેંચમાર્કની તુલનામાં અન્ડર પર્ફોર્મન્સ જોવાની જરૂર છે. રોકાણકારોએ પણ સ્ટાઇલ ડાવર્સિફીકેશન ધ્યાનમાં લેવું આવશ્યક છે. એવો સમય પણ હોય છે, જ્યારે રોકાણની અમુક સ્ટાઇલ કામ ન કરી શકે.

  જ્યારે કોઈ સ્ટાઇલ ફેવરની બહાર જાય, ફંડ મેનેજર બદલાય, રોકાણ પ્રક્રિયામાં ફેરફાર થાય, રોકાણનો આધાર ખોટો પડે અથવા તો તેમાં ધાર્યા કરતાં વધુ સમય લાગતો હોય, અને ફંડ મેનેજર વાતને આગળ ધપાવતા નથી ત્યારે સ્કિમ્સ ઓછી કામગીરી કરે છે. જ્યારે અન્ડરપરફોર્મન્સ અસ્થાયી ન હોય, ત્યારે બહાર નીકળી જવું વધુ સારું છે.

  આ પણ વાંચો:Hot Stocks: નાનું-મોટું નહીં પણ 40 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે આ શેર્સ, એક્સપર્ટે કહ્યું ખરીદવા મચી પડો

  વધારાનું હોય તેને દૂર કરો


  ઘણી વખત તમે સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન (એસટીપી) દ્વારા ઇક્વિટી સ્કીમ્સમાં રોકાણ કરો છો. જ્યાં તમે લિક્વિડ ફંડમાં લમ્પસમનું રોકાણ કરો છો અને પછી નાની અને સમાન રકમ ઇક્વિટી ફંડમાં ટ્રાન્સફર કરો છો. કેટલીક વખત તમારો એસટીપી પૂર્ણ થઈ જાય અને તમે તમારા તમામ પ્રારંભિક કોર્પસને ઇક્વિટી ફંડમાં ટ્રાન્સફર કરી લો તે પછી, તમારા લિક્વિડ ફંડમાં કેટલાક શેષ એકમો બાકી રહે છે. કારણ કે આ દરમિયાન તમારું લિક્વિડ ફંડ પણ વધે છે. તમે આ શેષ એકમોને તમારા ઇક્વિટી ફંડમાં પણ ટ્રાન્સફર કરી શકો છો અને તમારા લિક્વિડ ફંડ એકાઉન્ટ બંધ કરી શકો છો.

  તમારા પોર્ટફોલિયોમાં કોઈ પણ જૂના રોકાણો પર ધ્યાન આપો, જેમ કે કેટલાક વર્ષો જૂના રોકાણો કે જેને તમે ભૂલી ગયા હોય. તેઓ તમારા પોર્ટફોલિયો સ્ટેટમેન્ટને બ્લોટેડ રાખે છે. નોમિનેશન બદલો અને જરૂર જણાય તો ડિટેલ્સ પર નજર કરો. આ એસેટ ટ્રેકિંગ અને સરળ ટ્રાન્સમિશનમાં મદદ કરે છે.

  આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું 'પાણી વેચીશ'; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ

  DIY (Do It Yourself) રોકાણકારો માટે


  ડૂ ઇટ યોરસેલ્ફ (DIY) રોકાણકારો પાસે તેમના પૂર્વગ્રહોને દૂર કરવાનું વધારાનું કામ પણ હોય છે, કારણ કે તેમની પાસે સલાહકારના સ્વરૂપમાં સાઉન્ડિંગ બોર્ડ ન હોઈ શકે. જીવંતીકાના ચીફ મેન્ટર અને કો-ફાઉન્ડર વિજય મંત્રી રોકાણકારોને અંદરની તરફ જોવાનું કહે છે. "મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં ડિસ્ટ્રિબ્યુટર્સને ભાવિ વિજેતાઓના નામ પૂછવાને બદલે, રોકાણકારોએ પૂછવું જોઈએ કે શું તેઓ તેમના નાણાકીય લક્ષ્યો માટે પૂરતું રોકાણ કરી રહ્યા છે, અને શું રોકાણ પ્રત્યેનો અભિગમ બદલવાની જરૂર છે."  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Expert opinion, Investment tips, Mutual funds, Share market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन