Stock Market : ભારતીય બજારનું લાંબાગાળાનું માળખું તેજીમય છે. જોકે, આપણે ભૂરાજકીય ટેન્શન, કોમોડિટીના ઊંચા ભાવ અને વ્યાજના વધતા દર જેવા ટૂંકા ગાળામાં ઘણા બમ્પ્સમાંથી પસાર થઈ રહ્યા છીએ.
શેરબજાર (Stock market)માં છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર ગાબડા અને ઉછાળા જોવા મળ્યા છે. કોરોના બાદ હવે યુક્રેન અને રશિયા વચ્ચેનું ઘર્ષણ રોકાણકારો (investors) માટે માથાના દુઃખાવા સમાન છે. આ દરમિયાન યુક્રેને જણાવ્યું છે કે, પૂર્વી યુક્રેનમાં ડોનબાસ વિસ્તારમાં આક્રમક દબાણ શરૂ થયું છે. દેશના ઉત્તર અને પૂર્વમાં તીવ્ર હુમલાઓ શરૂ થયા છે. ત્યારબાદ આજે ભારતીય અને વૈશ્વિક બજારો (Indian and global markets)ને મોટો ફટકો પડ્યો હતો
માર્કેટમાં મંદીની પકડ મજબૂત જોવા મળી છે. ખાસ કરીને ટ્રેડિંગના છેલ્લા કેટલાક કલાકમાં વધુ અફરાતફરી જોવા મળી છે. ઇન્ફોસિસ અને એચડીએફસી સતત બીજા દિવસે પણ નીચે રહ્યા છે. બેન્ચમાર્ક BSE સેન્સેક્સ મંગળવારની ઊંચી સપાટીથી 1,183 પોઇન્ટ ગબડીને 703 પોઇન્ટના ઘટાડા સાથે 56,463ના સ્તરે બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 56009 ઇન્ટ્રા-ડે નીચી સપાટીએ પહોંચ્યો હતો. બીજી તરફ NSE નિફ્ટી 50 17,000ના સ્તરની નીચે તૂટીને 215 અંકના ઘટાડા સાથે 16,959 પર બંધ થયો હતો. BSE અને NSE એકંદરે 1.2 ટકા લપસી ગયા હતા.
ઇન્ફોસિસની સાથે HDFCના બંને શેર સતત બીજા દિવસે પણ બજારને નીચે ખેંચી રહ્યા હતા. BSE પર HDFC 2,125 રૂપિયા પર બંધ રહ્યો હતો. HDFC બેંક સતત નવમા સત્રમાં નીચે હતી. તેનો ભાવ 3.73 ટકા ઘટીને રૂ.1343.30 થયો હતો. આ દરમિયાન ઇન્ફોસિસ 3.55 ટકા ઘટીને રૂ.1563.95 અને TCS 1.53 ટકા ઘટીને રૂ.3474.30 થયા હતા. આ ચાર શેરોએ આજના સેન્સેક્સના ઘટાડામાં લગભગ 650 પોઇન્ટનું યોગદાન આપ્યું છે.
શું અત્યારે ડીપમાં ખરીદવાનો યોગ્ય સમય છે?
બજારના જાણકારો કહે છે કે, ભારતીય બજારનું લાંબાગાળાનું માળખું તેજીમય છે. જોકે, આપણે ભૂરાજકીય ટેન્શન, કોમોડિટીના ઊંચા ભાવ અને વ્યાજના વધતા દર જેવા ટૂંકા ગાળામાં ઘણા બમ્પ્સમાંથી પસાર થઈ રહ્યા છીએ.
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીણાએ જણાવ્યું હતું કે, ફુગાવો સૌથી મોટો પડકાર છે અને જો વૃદ્ધિ પાટા પરથી ઉતરી જશે છે, તો તે સૌથી મોટું સેન્ટિમેન્ટ ડેમ્પેનર બની શકે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓના મત મુજબ ભારતીય બજાર દેખાવ કરવા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. પણ વૈશ્વિક સ્થગિતતા, નીચા વિકાસ અને ઊંચા ફુગાવાની સ્થિતિ પડકાર ઉભા કરે છે.
તેઓ વધુમાં કહે છે કે, મેં કહ્યું તેમ, કેટલાક વૈશ્વિક જોખમો હોવા છતાં અમને આગામી 3-5 વર્ષ માટે ભારતીય બજાર તેજી દેખાય છે, તેથી દરેક કરેક્શનને ખરીદીની તક તરીકે લેવું જોઈએ, જો કે, આવા પ્રકારના બજારમાં સેક્ટર અને સ્ટોક સિલેક્શન ચાવીરૂપ રહેશે. ઇન્ફ્રા, કેપિટલ ગુડ્સ, રિયલ એસ્ટેટ અને બેન્કિંગ જેવા ઇકોનોમિક ફેસિંગ સેક્ટર્સ પર અમે ખૂબ જ બુલિશ છીએ.
પ્રભુદાસ લિલાધરમાં એડવાઇઝરી અને વેસ્ટર્ન રિજન હેડ વિક્રમ કાસતે કહ્યું હતું કે, કોઈને ખબર નથી હોતી કે કોઈ પણ સમયે બજાર કેટલું ઘટી શકે છે અથવા વધી શકે છે. તેથી જો આપણને નાના ઘટાડા સાથે પણ તક મળી રહી છે, તો આપણે બજાર વધુ પડવાની રાહ જોવાને બદલે ખરીદી કરવી જોઈએ.
નિફ્ટીનો ટેક્નિકલ આઉટલુક
રિલાયન્સ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ વિકાસ જૈને જણાવ્યું હતું કે, નિફ્ટી 50માં 16,000થી 18,000ના સ્તરે સમગ્ર અપ મૂવમાં 50 ટકા કરેક્શન એક્શન જોવા મળ્યું છે. ઇન્ડેક્સ હેવીવેઇટ્સે છેલ્લા 8 ટ્રેડિંગ સેશનમાં સૂચકાંકોને નીચા સ્તરે ખેંચી લીધા છે. નિફ્ટી 50 200 દિવસની સરેરાશની નજીક ટ્રેડ કરી રહ્યું છે અને અમારું માનવું છે કે તે સારી તક છે. ઊંચા ફુગાવા અને ક્રૂડના ઊંચા ભાવો અંગે ચિંતા આગામી કેટલાક સપ્તાહો સુધી ચાલુ રહી શકે છે. જે 5 ટકાના ઘટાડા બાદ વર્તમાન સ્તરે બજારોને મજબૂત બનાવશે. 17000-17200 એ વ્યાપક માસિક સરેરાશ છે. આ સરેરાશ છેલ્લા કેટલાક મહિનાઓથી જોવા મળી રહી છે, ઊંચી બાજુએ 17,800-18000 મજબૂત રેજિસ્ટન્સ તરીકે કામ કરશે.
ખરીદી કરતી વખતે રોકાણકારોએ શું ધ્યાન રાખવું જોઈએ?
ઇક્વિટી માસ્ટરના કો-હેડ ઓફ રિસર્ચ રાહુલ શાહે જણાવ્યું હતું કે, હું ભારતીય કંપનીઓને અત્યારથી 8-10 વર્ષ પછી નવા નફાના રેકોર્ડ બનાવતા જોઉં છું અને તેથી શ્રેષ્ઠ ગુણવત્તાવાળી કંપનીઓ અંગેના ભયનો કોઈ અર્થ નથી. આ કંપનીઓને સારી મેનેજમેન્ટ ટીમો દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં વૃદ્ધિ અને નફાકારકતાના ટ્રેક રેકોર્ડ સારા છે. હાલના અસ્થિર બજારમાં તે કંપનીઓ નીચે જશે તો પણ તેઓ અંતે રિકવર થશે અને નવી ઊંચાઈઓ બનાવવા માટે આગળ વધશે.
તેઓ વધુમાં કહે છે કે, જો કે, રોકાણકારોએ નબળી સ્પર્ધાત્મક સ્થિતિ હોય અને ઊંચા લિવરેજ હોય તેવા શેરોથી સાવચેત રહેવું જોઈએ. આ શેરો ભૂતકાળમાં ઘણાં વર્ષો નુકસાનમાં રહ્યા છે અને તેમની બેલેન્સશીટ પર ઇક્વિટી કરતા વધારે દેવું છે. રોકાણ માટે સૌથી મોટું જોખમ બુલ માર્કેટ દરમિયાન આવા નબળી ગુણવત્તાવાળા શેરોની ખરીદીથી થાય છે. આવા શેરો પડી જાય, તો તે ક્યારેય રિકવર થઈ શકશે નહીં. આથી આવા શેરથી છુટકારો મેળવી સારી ગુણવત્તાના શેરમાં રોકાણ કરવાનું વિચારવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર