Home /News /business /આ કારણથી સતત વધી રહ્યા છે ઘઉંના લોટના ભાવ, જાણો ક્યારે ઘટશે કિંમત?

આ કારણથી સતત વધી રહ્યા છે ઘઉંના લોટના ભાવ, જાણો ક્યારે ઘટશે કિંમત?

1 મહિનામાં ઘઉંના ભાવમાં 5 ટકાનો વધારો થયો છે.

સ્ટોક મર્યાદા લગાવવા કે પછી ખુલ્લા બજારમાં ઘઉં વેચવા અંગે સરકારની કોઈ યોજના નથી. સરકાર ઘઉંના ભાવ પર નજર રાખી રહી છે. આગામી સપ્તાહમાં inter-ministerial સમિતિ ઘઉંના ભાવ પર સમીક્ષા કરશે.

    નવી દિલ્હીઃ ઘઉં અને લોટના ભાવ તેના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ગત 1 મહિનામાં ઘઉંની કિંમતોમાં 5 ટકા તો લોટમાં ભાવમાં 4 ટકાનો વધારો થયો છે. જાણકારો માને છે કે, નવી લણણી ન આવે ત્યાં સુધી આ વધારો સતત ચાલુ જ રહેશે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, લોટની કિંમત ચોખા અને ખાંડની નજીક પહોંચી ગઈ છે. એક વર્ષમાં ઘઉંના લોટની કિંમત વધીને 36.98 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. જ્યારે, 37.96 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ખાંડની કિંમત 42.96 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.

    કેમ મોંઘો થઈ રહ્યો છે લોટ


    રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઓછામાં આછું ઉત્પાદન અને વિશ્વ સ્તરે વધતી માંગના કારણે ભાવમાં વધારો થયો છે. સરકારે આ વર્ષે મેમાં ઘઉં એક્સપોર્ટ પર રોક લગાવી દીધી હતી, આ નાણાકીય વર્ષના પહેલા 6 મહિનામાં વાસ્લવિક શિપમેન્ટ ગત વર્ષની સરખામણીમાં બેગણું થઈ ગયુ છે.

    આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસ RD કે SIP? રૂ.5000 રોકશો તો ક્યાં મળશે વધારે વળતર; આ રહી પાક્કી ગણતરી

    1 મહિનામાં ઘઉંના ભાવમાં 5 ટકાનો વધારો થયો છે. 1 વર્ષમાં ઘઉંની કિંમતોમાં 15 ટકા તો લોટની કિંમતોમાં 23 ટકાનો વધારો થયો છે. નવા પાકના આગમન સુધી વૃદ્ધિ કરવામાં આવી શકે છે. નવા પાક એપ્રિલમાં આવશે.

    આ પણ વાંચોઃ આ શેરે લોકોને કર્યા માલામાલ, 4 મહિનામાં જ રૂપિયા થયા ડબલ

    સરકાર પાસે કેટલો ઘઉંનો સ્ટોક છે?


    સરકારની પાસે ઘઉંનો સ્ટોક રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો છે. સરકારની પાસે 277 મેટ્રિક ટન ઘઉંનો સ્ટોક છે. જે માત્ર 26 ટન બફર સ્ટોક ઉપર છે.


    હવે શું કરશે સરકાર?


    સ્ટોક મર્યાદા લગાવવા કે પછી ખુલ્લા બજારમાં ઘઉં વેચવા અંગે સરકારની કોઈ યોજના નથી. સરકાર ઘઉંના ભાવ પર નજર રાખી રહી છે. આગામી સપ્તાહમાં inter-ministerial સમિતિ ઘઉંના ભાવ પર સમીક્ષા કરશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, India Government, Wheat

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन