નવી દિલ્હી : ઓનલાઇન ટ્રાન્જેક્શનના (Online transaction)સમયમાં ચેકનો (Cheque)ઉપયોગ આજે પણ ખૂબ જરૂરી છે. મોટા ભાગે ઇન્શ્યોરન્સ (Insurance),મ્યુચૂઅલ ફંડ (mutual funds)અને ઘણા કામો માટે ચેક માંગવામાં આવે છે. પરંતુ ખુબ ઓછા લોકો તેના વિશે જાણે છે કે કઈ રીતે લખવાથી કેન્સલ ચેક માન્ય થાય છે. સાથે જ તેની ડિમાન્ડ શા માટે કરવામાં આવે છે. બેંકર્સ જણાવે છે કે ચેકનો ઉપયોગ બેંકમાં તમારું ખાતું છે તે સાબિત કરવા માટે પણ કરવામાં આવે છે. તે માટે ચેકની લેણદેણ સામાન્ય રીતે નથી કરવામાં આવતી. ચેકને એક ખાસ પ્રકારથી Cancelled Cheque તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આવો જાણીએ કેન્સલ ચેક સાથે જોડાયેલ તમામ સવાલોના જવાબ.
સવાલઃ કેન્સલ ચેક આજકાલ શા માટે માંગવામાં આવે છે?
જવાબઃ કેન્સલ ચેક આપવાનો અર્થ છે કે તમે જે બેંકનો ચેક આપ્યો છે, તેમાં તમારું ખાતું છે. તેના પર ખાતાધારકનું નામ, બ્રાંચનું નામ અને સરનામું, ખાતા નંબર અને એમઆઇસીઆર નંબર હોય છે. જેના દ્વારા બેંકમાં તમારું ખાતું હોવાની વાત નક્કી કરવામાં આવે છે.
સવાલઃ કયા ચેકને કેન્સલ ચેક માનવામાં આવે છે?
જવાબઃ એક્સપર્ટ્સ જણાવે છે કે કોઇ ચેકને તે સમયે કેન્સલ કહેવામાં આવે છે, જ્યારે ચેક પર બે સમાંતર રેખાઓ દોરાયેલી હોય અને તેની વચ્ચે કેન્સલ લખ્યું હોય.
સવાલઃ શું આ ચેક દ્વારા ખાતામાંથી પૈસા ઉપાડી શકાય?
જવાબઃ આ ચેક દ્વારા ખાતામાંથી પૈસા ઉપાડી શકાતા નથી. કોઇ ચેકને કેન્સલ કરવા માટે તેના પર માત્ર બે સમાંતર રેખાઓ દોરવામાં આવે છે અને તેની વચ્ચે ‘Cancelled’ લખવામાં આવે છે. કેન્સલ્ડ ચેક પર સાઇનની જરૂર હોતી નથી.
જવાબઃ બેંકર્સ જણાવે છે કે બે સમાંતર રેખા દોરવાથી તે કેન્સલ ચેક નથી થઇ જતો. બંને લાઇનોની વચ્ચે “Cancelled” લખવું પણ જરૂરી છે. આ સિવાય ચેકને કેન્સલ કરવા માટે કાળી કે વાદળી પેનનો ઉપયોગ કરવાનો હોય છે. કોઇ અન્ય રંગની પેન સ્વીકાર્ય નથી.
સવાલઃ કઇ વસ્તુઓ માટે કેન્સલ ચેકનો ઉપયોગ થાય છે?
જવાબઃ જ્યારે તમે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન વગેરે લો ત્યારે બેંક તમારી પાસેથી એક કેન્સલ ચેક માંગે છે.
- ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતી સમયે ઇન્શ્યોરન્સ કંપની તમારી પાસે કેન્સલ ચેક માંગશે.
- ઓફલાઇન રીતે પીએફ કાઢતી સમયે તમારી પાસે આ ચેક માંગવામાં આવશે.
- તેના દ્વારા તે સાબિત થાય છે કે ફોર્મમાં ભરાયેલ બેંક એકાઉન્ટ તમારું જ છે.
- મ્યુચૂઅલ ફંડમાં રોકાણ કરતી સમયે ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ કેન્સલ ચેક માંગે છે.
- ઇલેક્ટ્રોનિક ક્લિયરેન્સ સર્વિસ માટે રજીસ્ટર કરતી સમયે પણ કેન્સલ ચેકની જરૂર પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર