Home /News /business /Stock Market Crash: રોકાણકારોના રૂ. 4 લાખ કરોડ સ્વાહા! સપ્તાહના પ્રથમ દિવસે જ સેન્સેક્સમાં કેમ કડાકો બોલી ગયો?

Stock Market Crash: રોકાણકારોના રૂ. 4 લાખ કરોડ સ્વાહા! સપ્તાહના પ્રથમ દિવસે જ સેન્સેક્સમાં કેમ કડાકો બોલી ગયો?

સેન્સેક્સમાં કડાકો

Market crash today: જ્યાં સુધી વિદેશી પ્રવાહની વાત છે, ત્યાં સુધી ભારતમાં નબળો પડી રહેલો રૂપિયો અને સમૃદ્ધ વેલ્યૂએશન સારા સંકેત આપતા નથી. ડેટા દર્શાવે છે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ મહિને અત્યારસુધીમાં રૂ. 6,417 કરોડની કિંમતની ઇક્વિટી અને 2022માં અત્યારસુધીમાં રૂ. 1,33,579 કરોડ ઉપાડી લીધા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: સ્થાનિક શેરોમાં ભારે ઘટાડાથી (Loss in Stock Market) સોમવારના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 4 લાખ કરોડનું ધોવાણ (investor wealth by nearly Rs 4 lakh crore) થયું છે. જેના કારણે રોકાણકારોમાં ભારે ઉહાપોહ મચી જવા પામ્યો હતો. બીજ તરફ રોકાણકારોને ડર છે કે યૂ.એસ.માં મજબૂત વલણ દર્શાવતો ડેટા યુએસ ફેડને (US Fed) ફુગાવાને અસરકારક રીતે દૂર કરવામાં મદદ કરી શકે છે, જે ડોલરને ઊંચી સપાટીએ અને રૂપિયાને નીચા સ્તરે ધકેલી શકે છે. રોકાણકારોને ડર હતો કે પ્રીમિયમ વેલ્યૂએશનની ખુશી માણતા ભારત જેવા ગ્રોથ માર્કેટ માટે વિદેશી આઉટફ્લો વધુ તીવ્ર (Foreign outflows could just intensify) બની શકે છે. ટ્રેડિંગની પ્રથમ 30 મિનિટમાં BSE પર તમામ લિસ્ટેડ શેરોની સંયુક્ત માર્કેટ મૂડી રૂ. 255.17 લાખ કરોડથી રૂ. 3.74 લાખ કરોડ ઘટીને રૂ. 251.14 લાખ કરોડ થઈ હતી.

માર્કટમાં કડાકા માટે ક્યા કારણો છે જવાબદાર?


યૂએસનો નોકરીઓનો ડેટા


શુક્રવારે જાહેર કરાયેલ ડેટા દર્શાવે છે કે એપ્રિલમાં નોનફાર્મ પેરોલ્સમાં 428,000 નોકરીઓ વધી છે. રોઇટર્સ દ્વારા એક અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી હતી કે પેરોલમાં 3,91,000 નોકરીઓ વધશે. જેનો અંદાજ 1,88,000ની નીચી અને 5,17,000ની ઊંચી રેન્જમાં હતો. પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ઘટાડો થયો હોવા છતાં નોકરીઓના ડેટામાં વધારો યૂએસ અર્થતંત્રના મજબૂત ફંડામેન્ટલ્સ પર ભાર મૂકે છે. આનાથી એવી આશંકા ઊભી થઈ છે કે જ્યાં સુધી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ફુગાવો અંકુશમાં ન આવે ત્યાં સુધી યૂએસ ફેડ દરમાં વધારો તીવ્ર રાખી શકે છે.

રેકોર્ડ સપાટીએ નીચા સ્તરે રૂપિયો


મજબૂત યૂએસ જોબ ડેટા અને આક્રમક ફેડ રેટમાં વધારાની સંભાવનાઓએ ઉભરતા બજારના ચલણો સામે ડોલરમાં વધારો કર્યો અને રૂપિયો પણ તેમાંથી બાકાત ન હતો. શરૂઆતના વેપારમાં ડોલર સામે રૂપિયો નબળો પડીને 77.1325ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ સાથે સ્થાનિક ચલણે 7 માર્ચે 76.98 હિટના અગાઉના રેકોર્ડ નીચા સ્તરને તોડ્યું હતું. છ મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે ડૉલરને માપનાર યુએસ ડૉલર ઇન્ડેક્સ પાછલા દિવસે 103.79ની સામે 103.98 પર છેલ્લે ટ્રેડ થયું હતું.

FPI આઉટફ્લો


જ્યાં સુધી વિદેશી પ્રવાહની વાત છે, ત્યાં સુધી ભારતમાં નબળો પડી રહેલો રૂપિયો અને સમૃદ્ધ વેલ્યૂએશન સારા સંકેત આપતા નથી. ડેટા દર્શાવે છે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ મહિને અત્યારસુધીમાં રૂ. 6,417 કરોડની કિંમતની ઇક્વિટી અને 2022માં અત્યારસુધીમાં રૂ. 1,33,579 કરોડ ઉપાડી લીધા છે. નબળો રૂપિયો FPI ઇક્વિટી રિટર્નમાં ઘટાડો કરે છે. સમૃદ્ધ વેલ્યૂએશન પણ મદદ કરતું નથી.

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટના વી.કે. વિજયકુમાર જણાવે છે કે, “કરેક્શન પછી પણ નિફ્ટી 50 FY23ની કમાણીના 19 ગણા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ લાંબાગાળાની સરેરાશ 16 ગણા કરતાં વધુ છે અને ચોક્કસપણે ખરીદી શકાય તેવું મૂલ્યાંકન નથી. ખાસ કરીને જ્યારે વૈશ્વિક સ્તરે ઇક્વિટી બજારો વિકાસની મંદીના જોખમ, યુક્રેન યુદ્ધ અને ચીનમાં કડક લોકડાઉનને કારણે સપ્લાય ચેઇન વિક્ષેપ જેવા અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે.”

આ પણ વાંચો: આદર પૂનાવાલાની ટેસ્લાના સીઈઓ મસ્કને ખુલ્લી ઑફર!

યુએસની એશિયન માર્કેટ્સ પર અસર


S&P500 જૂન ફ્યુચર્સ 42.25 પોઈન્ટ અથવા 1.03 ટકા ઘટીને 4,077.25 પર આવી ગયો હતો. જે દિવસના અંતે યૂએસ બજારોની નબળી શરૂઆતનો સંકેત આપે છે. શુક્રવાર અને ગુરુવારે પણ યુએસ શેરો નીચા બંધ રહ્યા હતા. નબળા સેન્ટિમેન્ટે એશિયન બજારો પર પણ ભારે ભાર મૂક્યો હતો, જે સ્થાનિક બજારો પહેલાં ખુલે છે. સમગ્ર એશિયાના બજારો 2.5 ટકા સુધી ડાઉન હતા. જાપાનીઝ નિક્કી ઇન્ડેક્સ 2.3 ટકા ડાઉન હતો. તાઈવાન અને કોરિયાના બજારો 1.7 ટકા સુધી તૂટ્યા હતા. ઓસ્ટ્રેલિયન શેર 1.8 ટકા ડાઉન હતા. મેઇનલેન્ડ ચાઇના અને હોંગકોંગના બજારો જાહેર રજાઓના કારણે દિવસ માટે બંધ રહ્યા હતા.

આ પણ વાંચો:  જો હાઇબ્રિડ વર્ક ન મળે તો 54 ટકા કર્મચારીઓ નોકરી છોડવા પણ તૈયાર! 

ટેક્નિકલ નબળાઇઓ


શુક્રવારે નિફ્ટી50 એ દૈનિક ચાર્ટ પર સતત ચોથા અઠવાડીયે મંદીની કેન્ડલ દર્શાવી હતી, જે બજારમાં બિઅર પર ભાર મૂકે છે. ઈન્ડેક્સ તેની કી મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. એન્જલ વનના સમીત ચવાન જણાવે છે કે, “પ્રામાણિકતાથી કહું તો, અમે અપેક્ષા રાખી ન હતી કે આ ઘટાડો 16,500થી નીચે જશે, પરંતુ જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા આવે છે, ત્યારે કોઈપણ સ્તરનું ધ્યાન કરવામાં આવતું નથી. જો આપણે દૈનિક સમયમર્યાદા ચાર્ટ પર એક નજર કરીએ, તો આપણે 16,200-16,000ની આસપાસના વિસ્તારમાં 'પેનન્ટ' પેટર્નનો લક્ષ્યાંક જોઈ શકીએ છીએ, જે વર્તમાન સ્તરથી બહુ દૂર નથી. તેથી, અમે આ અઠવાડિયે કેટલાક પરીવર્તનની રાહ જોઇશું.”
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन
विज्ञापन