Home /News /business /PPF Account Benefit: પીપીએફ એકાઉન્ટ શા માટે ખોલાવવું જોઈએ? અહીં જાણો PPF રોકાણના શું છે ફાયદા?

PPF Account Benefit: પીપીએફ એકાઉન્ટ શા માટે ખોલાવવું જોઈએ? અહીં જાણો PPF રોકાણના શું છે ફાયદા?

સરકારે પીએફના વ્યાજદરમાં કર્યો 0.4 ટકાનો ઘટાડો

PPFમાં રોકાણને સોવેરિયન ગેરંટી મળે છે, તેથી ડિફોલ્ટની શક્યતા નહિવત્ છે. ભારત સરકાર દ્વારા દર ત્રિમાસિક ગાળામાં PPF પરના વ્યાજના દરની સમીક્ષા કરવામાં આવે છે અને તેમાં સુધારો કરવામાં આવે છે.

નવી દિલ્હી: નાણાં મંત્રાલયની નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ (National savings institute) દ્વારા લોકોને નિવૃત્તિ માટે નાણાં બચાવવા (Money saving for retirement) માટે પ્રોત્સાહિત કરવા માટે 1968માં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) યોજના શરૂ કરવામાં આવી હતી. PPF ભવિષ્ય માટે નાણાં બચાવવા માટે સૌથી સુરક્ષિત અને અનુકૂળ વિકલ્પ છે. તેમાં વળતરની બાંહેધરી (Guaranteed return) આપવામાં આવે છે. PPF 15 વર્ષના લોક-ઇન સમયગાળા સાથે આવે છે અને પાકતી મુદત પછી ઉપાર્જિત વ્યાજ સાથે આવકની ચૂકવણી કરવામાં આવે છે. અહીં યાદ રાખો કે, ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં આક્રમક અને રક્ષણાત્મક પાસાઓનું મિશ્રણ હોવું જરૂરી છે. ત્યારે PPF પોર્ટફોલિયો સંરક્ષણ પાસાને સંપૂર્ણપણે બંધ બેસે છે અને તે ખૂબ જ સ્થિરતા પૂરી પાડે છે. આ ઉપરાંત PPF ખાતું બીજા ઘણા ફાયદા સાથે આવે છે. તેના પર અહીં નજર નાખીએ.

ઓછી રકમથી પણ થઈ શકે છે રોકાણ


તમે 100 રૂપિયા જેટલી નાની રકમથી PPF એકાઉન્ટ ખોલાવી શકો છો. ત્યાર બાદ તમારે દર નાણાકીય વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. નાણાકીય વર્ષમાં PPFમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા રોકી શકાય છે. તેથી જો તમે અત્યારે રોકાણ કરવા માટે મોટી રકમ કમિટમેન્ટ ન કરી શકો, તો તમે 100 રૂપિયા જેટલી નાની રકમથી પણ રોકાણ શરૂ કરી શકો છો. ત્યારબાદ જ્યારે તમારો પગાર વધે ત્યારે તમે તે મુજબ તમારા કન્ટ્રીબ્યુશનમાં વધારો કરી શકો છો.

ખાતરીપૂર્વક વળતર મળે છે


PPFમાં રોકાણને સોવેરિયન ગેરંટી મળે છે, તેથી ડિફોલ્ટની શક્યતા નહિવત્ છે. ભારત સરકાર દ્વારા દર ત્રિમાસિક ગાળામાં PPF પરના વ્યાજના દરની સમીક્ષા કરવામાં આવે છે અને તેમાં સુધારો કરવામાં આવે છે. PPF પરના વ્યાજ દર ફ્લોટિંગ હોય છે અને કેન્દ્ર સરકાર દ્વારા મેક્રોઇકોનોમિક પરિબળોને આધારે તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે. જો કે, દરેક ત્રિમાસિક ગાળા માટે જાહેરાત મુજબ વળતરની ખાતરી આપવામાં આવે છે. વર્તમાન સમયે 7.1 ટકાના દરે PPF ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં સારું વળતર આપે છે.

લાંબાગાળા માટે આકર્ષક વળતર


PPF ફ્લોટિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓફર કરતું હોવાથી વ્યાજના દરનું વલણ ઊંચું હોય ત્યારે PPFમાં તમારા રોકાણને ફાયદો થાય છે. જો તમે PPFમાં આપવામાં આવતા વ્યાજના દરની તુલના અન્ય સરકારી-પ્રમોટેડ ડિપોઝિટ યોજનાઓ સાથે કરો તો તમને ખ્યાલ આવશે કે PPF તેમનાથી આગળ છે. EPFમાં PPF કરતા વધારે વ્યાજ મળે છે, પરંતુ તેમાં પગારદાર કર્મચારીઓ જ રોકાણ કરી શકે છે. SCSS અને SSAમાં બાળકી ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને માતા-પિતા/વાલીઓ માટે જ રોકાણ થઈ શકે છે. અહીં PPF અને અન્ય સરકારી ડિપોઝિટ સ્કીમ દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજના દરોની તુલના દર્શાવતું કોષ્ટક આપવામાં આવ્યું છે.

સરકારી ડિપોઝિટ યોજનાઓ પર વ્યાજ- 5 વર્ષનો ટ્રેન્ડડિપોઝિટ સ્કીમFY 2017-18 FY 2018-19 FY 2019-20 FY 2020-21 FY 2021-22
NSC7.60-7.907.60-8.007.90-8.006.86.8
કિસાન વિકાસ પત્ર7.30-7.60 (113-118 મહિના)7.30-7.70 (112-118 મહિના)6.90 (112-113 મહિના)6.90 (124 મહિના)6.90 (124 મહિના)
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ7.60-7.907.60-8.007.90-8.007.17.1
સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ8.30-8.408.30-8.708.60-8.707.47.4
સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ8.10-8.408.10-8.508.40-8.507.67.6
EPF8.558.658.58.58.1


(આ કોષ્ટકમાં 31મી માર્ચ 2022 મુજબ ડેટા છે અને કોષ્ટક ચોક્કસ યોજનાઓ માટે સંબંધિત સમયગાળા દરમિયાન વ્યાજના દરની રેન્જ (નીચા અને ઉપલા) દર્શાવે છે. NSI, ઇન્ડિયા પોસ્ટ, EPF ઇન્ડિયા વગેરે સહિત વિવિધ સોર્સમાંથી ડેટા ભેગા કરવામાં આવ્યા હતા. *NSC માટે વ્યાજનો દર (5 વર્ષની પાકતી મુદત માટે) 01/04/2021થી 31/03/2022 સુધીના છે.)


આ પણ વાંચો: આ નવ શેરમાં થશે બે આંકડામાં કમાણી, શેરખાને આપ્યું બાય રેટિંગ

કર લાભો


બજારમાં ટ્રિપલ ટેક્સ બેનિફિટ અને EEE એટલે ટેક્સ એક્ઝેમ્પ્ટ-એક્ઝેમ્પ્ટ-એક્ઝેમ્પ્ટ સ્ટેટ્સ ઑફર કરતી ખૂબ જ ઓછી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. PPF તે પૈકીની એક છે. EEEનો અર્થ એ છે કે રોકાણ કરેલી રકમ, મેળવેલ વ્યાજ અને પાકતી રકમ તમામને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. તમે આ રોકાણથી તમારા વળતર પર શૂન્ય કર ચૂકવો છો. ઊંચા વ્યાજદર અને ટ્રિપલ ટેક્સના લાભો PPFને રોકાણકારો માટે ખૂબ જ આકર્ષક બનાવે છે.

લોક-ઇન તમને ફાઇનાન્શિયલ ગોલ માટે ટ્રેક પર રાખે છે


PPFમાં 15 વર્ષનો લોક-ઇન પીરિયડ છે. જો કે, તમે નિયમો અને શરતોને આધિન લોન અને આંશિક ઉપાડના વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. લોક-ઇન પિરિયડના કારણે વ્યક્તિ નિવૃત્તિ બચતમાંથી નાણાં ઉપાડી શકતી નથી. જેથી તે ફાયદાકારક છે. PPF ફાઇનાન્શિયલ ગોલને પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉપયોગી છે.

આ પણ વાંચો: એલઆઈસીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટીને અડધું થઈ ગયું 

કઈ બાબતોનું રાખવું ધ્યાન?


જો તમે કર લાભોનો ફાયદો લેતી વખતે PPFને તમારા ફાઇનાન્શિયલ ગોલ સાથે જોડીને રાખી શકો તો તમે PPFમાં રોકાણનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકો છો. કેટલાક લોકો માત્ર ટેક્સ બેનિફિટ માટે PPFમાં રોકાણ કરીને ભૂલો કરે છે. અલબત્ત PPFએ અન્ય ઇન્વેસ્ટમેન્ટ એસેટ્સ ક્લાસ સાથે તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોનો મહત્વપૂર્ણ ભાગ હોવો જોઈએ. તમે PPF ફાળવણીના આધારે વળતરની અપેક્ષાઓ અને જોખમની ક્ષમતા અંગે નિર્ણય લઈ શકો છો, આ સાથે સાથે તમારા ફાઇનાન્શિયલ ગોલને હાંસલ કરવા માટે જરૂરી અન્ય મહત્ત્વપૂર્ણ પાસાંઓ પર પણ નિર્ણય લઈ શકો છો. (BANKBAZAAR.comના સીઈઓ અધિલ શેટ્ટી)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Pension, PPF, Savings Scheme

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन