Home /News /business /ગુજરાતના સાણંદમાં એવું શું છે કે બન્યું કંપનીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન? 350 કંપનીઓએ નાખ્યા ધામા

ગુજરાતના સાણંદમાં એવું શું છે કે બન્યું કંપનીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન? 350 કંપનીઓએ નાખ્યા ધામા

સાણંદમાં હાલ 350 કંપનીઓ છે, અને હજુ પણ મોટી કંપનીઓ આવી રહી છે, બન્યું છે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ.

Why Gujarat Sanand Is Good For Investment: ગુજરાતનું સાણંદ રોકાણ માટે બેસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. કદાચ તેથી જ 350 કંપનીઓ અહીં પહોંચી છે. શેરબજારમાં લિસ્ટેડ ત્રણ મોટી કંપનીઓ અહીં પોતાનો પ્લાન્ટ લગાવવા જઈ રહી છે. સૂત્રોનું માનીએ તો આ ત્રણ કંપનીઓમાં જુબિલન્ટ ફૂડ, કિર્લોસ્કર ઓયલ અને મેટ્રો ગ્લોબલ છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  કેતન જોશી, અમદાવાદઃ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને 2008માં ટાટા મોટર્સે તેના પ્લાન્ટને પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો. દરેકના મનમાં પ્રશ્ન હતો કે એવી કઈ જગ્યા હશે જ્યાં ટાટા મોટર્સનો આટલો મોટો પ્લાન્ટ આવશે. વિશ્વની સૌથી સસ્તી કારનો પ્લાન્ટ અમદાવાદથી 30 કિમી દૂર સાણંદમાં સ્થાપ્યો. બસ ત્યાર બાદ દુનિયાભરમાંથી કંપનીઓ સાણંદ પહોંચી. આજે સાણંદમાં, ટાટા મોટર્સ ઉપરાંત, કોલગેટ પામોલિવ, નેસ્લે, HUL, P&G, Ford Motors, MAXXIS RUBBER, JBM Group, Hitachi, જાપાનની Yazaki અને અન્ય મોટા નામો છે. હવે તેમાં વધુ ત્રણ નામ ઉમેરાશે અને આ ત્રણેય કંપનીઓ શેરબજાર સાથે જોડાયેલી છે.

  આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે કહ્યું 'આ સીમેન્ટ શેરમાં 73 ટકાની દમદાર કમાણી, ફટાફટ ખરીદો'

  વધુ ત્રણ કંપનીઓ કરી રહી છે રોકાણની તૈયારી


  સુત્રોએ આપેલી માહિતી મુજબ જુબિલન્ટ ફૂડ સાણંદમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે. તેનો પ્લાન્ટ 50 હજાર ચોરસ મીટર જમીન પર સ્થાપિત કરવામાં આવશે. જ્યુબિલન્ટ ફૂડ્સ પશ્ચિમ ભારતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે સાણંદમાં પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે.

  બીજી કંપની છે કિર્લોસ્કર ઓઈલ; જે 1 લાખ ચોરસ મીટર જમીન પર તેનું યુનિટ સ્થાપશે. કિર્લોસ્કર સાણંદમાં તેનું એન્જિન યુનિટ સ્થાપશે. તાજેતરમાં કંપનીના સિનિયર મેનેજરે પણ સાણંદની મુલાકાત લીધી છે.

  આ પણ વાંચોઃ 3 મહિનામાં 5 ટકાથી વધારે તૂટ્યો ઓટો શેર, તેમ છતાં શેરખાને આપી ખરીદવાની સલાહ, જાણો કેમ?

  તો ત્રીજી કંપની, ટ્રેડિંગ અને કેમિકલ બિઝનેસ સાથે સંકળાયેલ મેટ્રો ગ્લોબલ પણ 50,000 ચોરસ મીટરમાં પોતાની ફેક્ટરી સ્થાપશે. મેટ્રો ગ્લોબલ તેનું પોતાનું પેકેજિંગ યુનિટ સ્થાપશે જે તાઈવાનથી આયાત કરવામાં આવશે.

  ગુજરાત સરકાર સાથે આ તમામ કંપનીની વાતચીત અંતિમ તબક્કામાં છે. ત્રણેય કંપનીઓમાં કુલ 600 થી 1000 કરોડનું રોકાણ થવાની સંભાવના છે. જમીનની ફાળવણી બાદ પ્લાન્ટનું બાંધકામ એકથી બે મહિનામાં શરૂ થવાની શક્યતા છે.

  આ પણ વાંચોઃ અનિકા પટેલ અડધી રાતે દીકરીને ફીડિંગ કરાવવા ઉઠી અને જોયું તો નોકરીમાંથી છટણીનો આવ્યો હતો મેઇલ

  સાણંદમાં કેટલી કંપનીઓ છે?


  આજે ગુજરાતના સાણંદમાં 350થી વધુ કંપનીઓ હાજર છે. જેના કારણે જ તે હવે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ બની રહ્યું છે તેવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય.

  શા માટે કંપનીઓ સાણંદને આટલું પસંદ કરે છે?


  અહીં કંપનીઓની પહેલી પસંદ સાણંદ છે કારણ કે આ વિસ્તાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નંબર-1 છે. રોડ, રેલ્વે, બંદર અને એરપોર્ટ ખૂબ નજીક છે. ગુજરાત સરકાર દ્વારા કંપનીઓને રાહતો પણ આપવામાં આવે છે, એટલે જ સાણંદ સૌની પ્રથમ પસંદગી છે.  સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના વડા અજીત શાહ કહે છે કે "અમે અમારા વિસ્તરણને વધુ મજબૂત કરવા માટે ગુજરાત સરકાર સાથે પણ સતત સંપર્કમાં છીએ. અમને સરકાર તરફથી પણ સારો સહકાર મળી રહ્યો છે. જ્યાં દસ વર્ષ પહેલાં સાણંદ વિશે કોઈએ સાંભળ્યું ન હતું. કે આજે ઉદ્યોગ રોકાણ માટે ઉત્સાહિત છે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Career and Jobs, Earn money, Industries, Sanand

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन