Union
Budget 2023

Highlights

Home /News /business /Food Products: દાળ, ચોખા, દહીં, લોટ પર શા માટે લગાવ્યો GST? નાણામંત્રીએ કરી સ્પષ્ટતા

Food Products: દાળ, ચોખા, દહીં, લોટ પર શા માટે લગાવ્યો GST? નાણામંત્રીએ કરી સ્પષ્ટતા

ખાદ્ય પદાર્થો પર જીએસટી (પ્રતીકાત્મક તસવીર)

નાણામંત્રીએ લખ્યું છે કે, આ ખાદ્યપદાર્થો ખુલ્લામાં વેચવામાં આવશે તો તેના પર કોઈ GST ચાર્જ લાગશે નહીં એટલે કે જો તમે તેને છૂટક ખરીદો તો તેના પર કોઈપણ પ્રકારનો ટેક્સ નહિ ભરવો પડે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પેક્ડ અને લેબલવાળા દૂધ, દહીં, કઠોળ, લોટ જેવી રોજિંદા વસ્તુઓ પર 5 ટકા GST લાગૂ કર્યો છે. પહેલાથી જ મોંઘવારી (Inflation)થી પીડાતી સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ડામ મળ્યો છે. જેના કારણે વિપક્ષનો વિરોધ અને સામાન્ય જનતાનો આક્રોશ ઊભો થયો છે. ત્યારે આ ઉત્પાદનો (Products) પર GST શા માટે લાદવામાં આવ્યો? તે વાતનો ખુલાસો ખુદ નાણામંત્રી નિર્મલા સીતારમન (Nirmala Sitharaman)એ એક પછી એક સતત 14 ટ્વિટમાં આપ્યો છે.

GSTમાંથી મુક્તિ અપાયેલ માલની યાદી


નાણામંત્રી નિર્મલા સીતારમને તેમના 14 ટ્વીટ્સમાં આવશ્યક અનાજની યાદી પોસ્ટ કરી છે અને તેના પર GST ન લગવાયો હોવાની માહિતી શેર કરી છે. નાણામંત્રીએ લખ્યું છે કે, આ ખાદ્યપદાર્થો ખુલ્લામાં વેચવામાં આવશે તો તેના પર કોઈ GST ચાર્જ લાગશે નહીં એટલે કે જો તમે તેને છૂટક ખરીદો તો તેના પર કોઈપણ પ્રકારનો ટેક્સ નહિ ભરવો પડે. આમાં કઠોળ, ઘઉં, રાઈ, ઓટ્સ, મકાઈ, ચોખા, લોટ, સોજી, ચણાનો લોટ, દહીં અને લસ્સી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

સીતારમને આગળના ટ્વીટમાં કહ્યું કે, ખાદ્ય ચીજો પર ટેક્સ લગાવવો નવી વાત નથી. તેમણે લખ્યું કે, શું આવી ખાદ્ય ચીજો પર ટેક્સ લગાવવામાં આવી રહ્યો હોવાનું પહેલી વખત બન્યું છે? ના, GSTની શરૂઆત પહેલા રાજ્યો ખાદ્યપદાર્થોમાંથી નોંધપાત્ર આવક એકત્ર કરી રહ્યા હતા. એકલા પંજાબે ખાદ્યપદાર્થો પર 2000 કરોડથી વધુની આવક કરવેરા તરીકે એકત્રિત કરી છે, જ્યારે ઉત્તર પ્રદેશે 700 કરોડ રૂપિયા ભેગા કર્યા છે.

આ પણ વાંચો: રૂપિયો નબળો પડવાની તમારા પર શું અસર થશે?

ફિટમેન્ટ કમિટીની હતી ભલામણ


નાણામંત્રીએ ત્યારબાદના ટ્વીટમાં કહ્યું કે, રાજ્યો દ્વારા એકત્રિત કરવામાં આવનાર ટેક્સને ધ્યાનમાં રાખીને જ્યારે GST લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે બ્રાન્ડેડ અનાજ, કઠોળ, લોટ પર 5 ટકાનો GST દર લાગુ કરવામાં આવ્યો હતો. જોકે થોડા સમયમાં જ આ જોગવાઈનો દુરુપયોગ થયો અને ધીમે ધીમે આ વસ્તુઓમાંથી જીએસટીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ફિટમેન્ટ કમિટીએ સરકારને આવા દુરુપયોગને રોકવા માટે તમામ પેકેજ્ડ અને લેબલવાળા માલ પર સમાન રીતે GST વસૂલવાની દરખાસ્ત કરી હતી.

આ પણ વાંચો: આ બે શેર પર બ્રોકરેજ ફર્મ્સ બુલિશ

GST કાઉન્સિલમાં સામેલ છે GoMના આ લોકો


નાણાપ્રધાને જણાવ્યું હતું કે, GST કાઉન્સિલના પ્રધાનોના જૂથ (GoM)એ આ નિર્ણય લીધો છે. આ સમૂહમાં પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, કેરળ, ઉત્તર પ્રદેશ, ગોવા અને બિહારના સભ્યોનો સમાવેશ થાય છે અને તેની અધ્યક્ષતા કર્ણાટકના મુખ્યમંત્રીએ કરી હતી. નાણામંત્રીએ 14 ટ્વિટમાં કહ્યું કે, ટેક્સ લીકેજને રોકવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બાબતે સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી અને તમામ સભ્યોની સંપૂર્ણ સંમતિ બાદ GST કાઉન્સિલે તેની ભલામણ કરી હતી.
" isDesktop="true" id="1230321" >

લેબલ વગરના ઉત્પાદનો પર કોઈ GST નથી


નાણામંત્રીએ ટ્વીટમાં કહ્યું છે કે, અહી રજૂ કરેલ યાદીમાં દર્શાવાયેલ સામાન પેકિંગ કે લેબલીંગ વગર વેચવામાં આવશે તો કોઈપણ પ્રકારનો જીએસટી લાગશે નહીં. આ વસ્તુઓને લેબલ સાથે વેચવામાં આવે છે તો 5 ટકાના દરે GST લાગુ થશે. તેમણે કહ્યું કે આ ખાદ્ય ચીજો પર જીએસટીનો નિર્ણય કોઈ એક વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યો નથી, પરંતુ સમગ્ર જીએસટી કાઉન્સિલે એક લાંબી પ્રક્રિયા હાથ ધરીને સર્વસહમતિથી આ નિર્ણય લીધો છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: GST, Nirmala Sitharaman, Tax

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन