IPOથી રોકાણકોરોનો મોહભંગ? દેવયાની ઇન્ટરનેશનલ અને Windlasના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત ઘટાડો

પ્રતીકાત્મક તસવીર.

Grey market premium: નિષ્ણાતોનું માનવું છે કે ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ અને રોલેક્સ રિંગ્સનું લિસ્ટિંગ આશા કરતા ઓછી કિંમત પર થવાથી લોકોનો IPO પ્રત્યે ઉત્સાહ ઓછો થયો છે.

  • Share this:
    મુંબઈ: આ વર્ષની શરૂઆતથી એક પછી એક ધમાકેદાર આઈપીઓ (IPOs) આવી રહ્યા છે. શેર માર્કેટ પર આઈપીઓની લિસ્ટિંગ (IPO listing) પણ દમદાર થઈ રહ્યું છે. જોકે, હવે સ્થિતિ બદલાતી હોય તેવું લાગી રહ્યું છે. 6 ઓગસ્ટના રોજ ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ (Glenmark life sciences ipo listing) અને 9 ઓગસ્ટના રોજ રોલેક્સ રિંગ્સ (Rolex rings IPO listing)ના નબળા લિસ્ટિંગથી રોકાણકારોને ઝટકો લાગ્યો છે. આ ઉપરાંત છેલ્લા એક અઠવાડિયામાં એ આઈપીઓના ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey market premium)માં ઘટાડો નોંધાયો છે જેનું લિસ્ટિંગ આગામી અઠવાડિયે થવાનું છે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે નુવોકો વિસ્ટાસ, એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ, કેમપ્લાસ્ટ સનમાર અને કારટ્રેડ ટેકના આઈપીઓ ખુલ્યા હતા. એ પહેલા Windlas Biotech, Devyani International, એક્સારો ટાઇલ્સ અને Krsnaa Diagnosticsનો આઈપો આવ્યો હતો.

    આ પાછળનું મુખ્ય કારણ મિડ અને સ્મૉલકેપ શેર્સ (Mid and Smallcap shares)માં વેચવાલી અને અમુક કંપનીઓનું લિસ્ટિંગ વધારે પ્રીમિયમ પર ન થવાનું છે. ઉલ્લેખનીય છે કે ગ્રે માર્કેટ એ તાજેતરમાં લિસ્ટ થનારી કંપનીઓના શેરનું ટ્રે઼ડિંગ કરતું અનઑફિશિયલ માર્કેટ છે.

    દેવયાની ઇન્ટરનેશનલ આઈપીઓ (Devyani international IPO GMP) માટે બિડિંગના ત્રીજા દિવસ સુધી ગ્રે માર્કેટ પ્રીમિયમ 75 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. જોકે, બુધવારે શેર અલૉટમેન્ટના દિવસે તે ઘટીને 45 રૂપિયા થઈ ગયું છે. આવો જ ટ્રેન્ડ ગત અઠવાડિયે આવેલા બીજા આઈપીઓમાં જોવા મળ્યો છે.

    વિન્ડલાસ બાયોટેકનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (Windlas biotech IPO GMP) છેલ્લા અઠવાડિયે 75-80 રૂપિયા પ્રતિ શેર હતું, જે ઘટીને 35-40 રૂપિયા સુધી પહોંચી ગયું છે. એક્સારો ટાઇલ્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (Exxaro tiles IPO GMP) 8-9 રૂપિયા પર આવી ગયું છે, જે પહેલા 15 રૂપિયા હતું.

    નિષ્ણાતોનું માનવું છે કે ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ અને રોલેક્સ રિંગ્સનું લિસ્ટિંગ આશા કરતા ઓછી કિંમત પર થવાથી લોકોનો IPO પ્રત્યે ઉત્સાહ ઓછો થયો છે.

    આ પણ વાંચો: Tata Steel ખરીદો, Auro Pharma વેચો: આજે (13-ઓગસ્ટ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    કાર્વી કેપિટલના કુંજ બંસલે CNBC-TV18ને જણાવ્યું કે, લાર્જ કેપ શેર નવી ટોંચ પર બની રહ્યા છે, જ્યારે મિડ એન્ડ સ્મૉલકેપ શેર્સમાં કમજોરીને પગલે રોકાણકારોનો આઈપીઓ પ્રત્યેનો ઉત્સાહ ઘટી ગયો છે. કારટ્રેડ ટેકનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (CarTrade track grey market priemium) છેલ્લા અઠવાડિયે વધીને 700 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. હવે તે ઘટીને 190 રૂપિયા થઈ ગયું છે.
    Published by:Vinod Zankhaliya
    First published: