હવે તમને ટુંક સમયમાં તમારા ઘર પાસે રહેલા મેડિકલ સ્ટોર પર સસ્તી જેનેરિક દવાઓ મળશે. બ્રાંડ નામ દ્વારા દર્દી સાથે થઈ રહેલી લૂટને રોકવા માટે સરકાર દવા લેબલિંગના નવા નિયમ બનાવવા જઈ રહી છે. સીએનબીસી સાથેના એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂમાં આપેલી જાણણકારી મુજબ, ડ્રગ્સ એડવાઈઝરી બોર્ટ એટલે કે ડીટીએબીએ આ નિર્ણય માટે પોતાની પોતાની મંજૂરી આપી દીધી છે. આરોગ્ય મંત્રાલય ટુંક સમયમાં આ મુદ્દે નોટિફિકેશન જાહેર કરી શકે છે. નવા નિયમ અગામી વર્ષથી લાગુ થઈ જશે.
નવા કાયદાની તૈયારી - દવાનું જેનરિક નામ બ્રાંડ નામથી બે ફોન્ટ મોટુ હશે
- શિડ્યૂલ એચ, એચ1, જી અને એક્સલ દવા લાલ રંગના બોક્સમાં હશે - દવાના બોક્સ પર વોર્નિંગ લખવાનું પણ ફરજીયાત હશે - આ દવા ડોક્ટરના લખ્યા વગર નહીં મળે, આ નવો નિયમ 1 એપ્રિલ 2019થી લાગૂ થઈ શકે છે - આ નિયમોના પાલન માટે કંપનીઓને 6 મહિનાનો સમય મળશે.
શું હોય છે જેનરિક દવા? કોઈ એક બિમારી માટે તમામ પ્રકારની રિસર્ચ અને સ્ટડી બાદ એક રાસાયણ તૈયાર કરવામાં આવે છે, જેને સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે તેને દવાના આકારમાં ઢાળવામાં આવે છે. આ રાસાયણને દરેક કંપની અલગ-અલગ નામથી વેચે છે. કોઈ તેને મોંઘા ભાવથી વેચે છે, તો કોઈ સસ્તા. પરંતુ આ રાસાયણનું જેનરિક નામ રાસાયણના કંપોઝિશન અને બીમારીને ધ્યાનમાં રાખી એક વિશેષ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. કોઈ પણ રાસાયણનું નામ પુરી દુનિયામાં એક જ રહે છે.
ડોક્ટરો કેમ નથી લખતા જેનેરિક દવા? સામાન્ય રીતે ડોક્ટર્સ મોંઘી દવાઓ લખે છે, જેના દ્વારા બ્રાંડેડ કંપનીઓ મોટો નફો કમાય છે, પરંતુ શું તમે જાણો છો ડો.ની લખેલી મોંઘી દવા સસ્તી પણ ખરીદી શકો છો. જીહાં, ડોક્ટર તમને જે દવા લખી આપે, તે જ રાસાયણની જેનેરિક દવા તમને ખુબ સસ્તામાં મળી શકે છે. મોંઘી દવા અને તેજ રાસાયણની દવાની કિંમતમાં લગભગ પાંચ ઘણો તફાવત હોય છે. કેટલીક વખત જેનરિક દવાઓની કિંમતમાં 90 ટકા સુધીનો ફર્ક પણ હોય છે.
કેમ સસ્તી હોય છે જેનેરિક દવા? પેટન્ટ બ્રાંડેડ દવાઓની કિંમત કંપનીઓ પોતે નક્કી કરે છે, જ્યારે જેનેરિક દવાઓની કિંમતને નક્કી કરવા માટે સરકારનો હસ્તક્ષેપ હોય છે. જેનેરિક દવાઓની મનમાની કિંમત નક્કી નથી કરવામાં આવતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પ્રમાણે, ડોક્ટર્સ જો પેસન્ટને જેનેરિક દવાની પ્રિસ્ક્રાઈબ કરે તો, વિકસિત દેશોમાં આરોગ્યનો ખર્ચ 70 ટકા અને વિકાસશીલ દેશોમાં એના કરતા પણ વધારે ઓછો થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર