દેશની સૌથી મોટી ઓનલાઇન રિટેલ કંપની ફ્લિપકાર્ટના CEOએ કેમ આપ્યું રાજીનામું?

News18 Gujarati
Updated: November 14, 2018, 7:32 AM IST
દેશની સૌથી મોટી ઓનલાઇન રિટેલ કંપની ફ્લિપકાર્ટના CEOએ કેમ આપ્યું રાજીનામું?
ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનાં ફાઉન્ડર અને ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે પોતાનાં પદ પરથી રાજીનામું આપતા ઓનલાઇન રિટેલ કંપનીઓમાં ખળભળાટ

ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનાં ફાઉન્ડર અને ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે પોતાનાં પદ પરથી રાજીનામું આપતા ઓનલાઇન રિટેલ કંપનીઓમાં ખળભળાટ

  • Share this:
ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનાં ફાઉન્ડર અને ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે પોતાનાં પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમના વિરુદ્ધ નિર્ણયો લેવામાં નબળા વર્તનના આક્ષેપોની તપાસને કારણે તેમણે આ પગલું લીધું છે. છ મહિના પહેલાં, ફ્લિપકાર્ટને હસ્તગત કરનાર કંપની વોલમાર્ટે બંસલના રાજીનામું સ્વીકારી લીધું છે. કલ્યામ ક્રિષ્ણમુર્તિ હવે સીઈઓની જવાબદારી સંભાળશે. આપને જણાવી દઈએ કે બિન્ની બંસલ અને સચિન બંસલ બંન્નેએ ભેગા થઈ દેશની સૌથી મોટી ઑનલાઈન રીટેલ કંપની ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી.

વૉલમાર્ટ પ્રમાણે, બંસલે તેમનાં વિરુદ્ધ તપાસ દરમિયાન જ રાજીનામું આપ્યું છે. આ પહેલાં સપ્ટેમ્બરમાં ખબર આવી હતી કે બિન્ની બંસલ કંપનીનાં રોજિંદા કામકાજમાં સક્રિય ભુમિકા નથી ભજવી રહ્યાં. એટલાં માટે ગ્રુપ સીઈઓ બદલવાની જરૂર લાગી રહી છે.

વૉલમાર્ટનાં કહેવાં પ્રમાણે બિન્ની વિરુદ્ધ ફરિયાદથી જોડાયેલા કોઈ પુરાવા તો નથી મળ્યાં પરંતુ તેની તરફથી લેવામાં આવેલા નિર્ણયમાં ખામીઓ મળી છે. ખાસ કરીને કોઈ ચોક્કસ પરિસ્થતિમાં લેવામાં આવેલા નિર્ણયમાં પારદર્શિતાનો અભાવ જોવા મળે છે. તેથી તેમનું રાજીનામું મંજુર કરવામાં આવે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બિન્નીએ રાજીનામું આપવાનો નિર્ણય ફ્લિપકાર્ટ અને વૉલમાર્ટ તરફથી સ્વતંત્ર રૂપે વ્યક્તિગત ગેરવર્તનનાં આરોપોની તપાસ બાદ લેવામાં આવ્યો છે. જો કે, તેમણે આ આરોપોનું ખંડન કર્યુ છે. અને આ અમારી જવાબદારી છે કે તેની વ્યવસ્થિત રીતે ઊંડી તપાસ કરવામાં આવે.

અમેરિકી રિટેલ કંપની વોલમાર્ટે મે મહિનામાં ફ્લિપકાર્ટની 77 ટકા ભાગીદારી 1.07 લાખ કરોડ રૂપિયા (16 અબજ ડોલર) માં ખરીદી હતી. ઑગસ્ટમાં સીસીઆઈની મંજુરી પછી સોદો પુરો થયો હતો. બિન્ની બંસલ અને સચિન બંસલે 2007માં ફ્લિપકાર્ટ શરૂ કરી હતી.
First published: November 13, 2018
વધુ વાંચો
अगली ख़बर