Reliance Jioમાં ભાગીદારી ખરીદવાથી Facebookને થશે આ ફાયદો!

Reliance Jioમાં ભાગીદારી ખરીદવાથી Facebookને થશે આ ફાયદો!
પ્રતિકાત્મક તસવીર

Jioના 38.8 કરોડ ગ્રાહકોની સાથે ફેસબુક વધુમાં વધુ દર્શકો સુધી પહોંચી શકશે.

  • Share this:
    સોશિયલ મીડિયા સેક્ટરના દિગ્ગજ અમેરિકન કંપની ફેસબુકે (Facebook, Facebookjiodeal) મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સમૂહ (RIL) કંપની જીયો પ્લેટફોર્મ લિમિટેડની 9.99 ટકા ભાગીદારી ખરીદવાનો કરાર કર્યો છે. આ ડીલ 43,574 કરોડ રૂપિયા એટલે કે 5.7 અરબ ડોલરની છે. આ ડિલથી સોશિયલ મીડિયા દિગ્ગજ કંપનીને તેજીથી વધતા માર્કેટમાં પોતાની મજબૂતી બનાવવામાં મદદ મળશે. ત્યાં જ ભારતની સૌથી મોટી કંપનીને પોતાના દેવામાં કાપ મૂકવામાં મદદ મળશે. કંપનીએ કહ્યું કે આ રોકાણ ભારત પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા બતાવે છે. જીયો ભારતમાં સૌથી મોટો બદલાવ લાવ્યો છે. અને અમે પણ આ વાતથી ઉત્સાહિત છીએ.

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે જીયો અને ફેસબુકની વચ્ચે કરારથી વડાપ્રધાનની ડિજિટલ ઇન્ડિયા મિશનને મજબૂતી મળશે. આનાથી ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડૂઇંગ વેપારને પણ સુવિધા મળશે. કોરોના પછી દેશની અર્થવ્યવસ્થાનો ઝડપથી વિકાસ થશે અને જીયો-ફેસબુકની વચ્ચે થયેલ આ કરાર મહત્વપૂર્વ ભૂમિકા ભજવશે.



    જીયોની ભાગીદારી ખરીદવાથી ફેસબુક આ ફાયદો થશે

    1. Reliance Jioમાં ભાગીદારી ખરીદ્યા પછી નાના ભાગીદારોની શ્રેણીમાં ફેસબુકની ભાગીદારી સૌથી મોટી હશે.

    2. Jioના 38.8 કરોડ ગ્રાહકોની સાથે ફેસબુક વધુમાં વધુ દર્શકો સુધી પહોંચી શકશે.

    3. ભારતમાં 6 કરોડ નાના વ્યવસાયો માટે તક ઊભી કરવામાં મદદ મળશે.

    4. વધતી ડિઝિટલ અર્થવ્યવસ્થામાં લોકો અને વેપારીઓને વધુ પ્રભાવી રીતે કામ કરવામાં મદદ મળશે.

    ફેસબુકે કહ્યું કે રિલાયન્સ રિટેલના નવા ઇ કોર્મસ બિઝનેસથી ઝડપથી આગળ વધવા માટે કરાર થશે. જીયો માર્ટ પ્લેટફોર્મ પર રિટેલ વેપારીઓને ફાયદો થાય તે માટે ડીલ કરાશે. સાથે જ Whatapp પર નાના વેપારીઓને સપોર્ટ મળશે અને નાના કરીયાણાંના વેપારીઓને JioMart સાથે પાર્ટનરશીપનો ફાયદો મળશે. જીયો સાથે અમારા આ પ્રયાસો ભારતની આર્થિક વુદ્ધિ અને લોકોના ફાયદા માટેના નવા દ્વાર ખોલશે.

    આ પહેલીવાર નથી કે ફેસબુકે ભારતની કોઇ કંપનીની ભાગીદારી ખરીદી હોય. આ પહેલા ફેસબુકે સોશ્યલ કોર્મસ કંપની મીશો અને એક ઓનલાઇન એજ્યુકેશન સ્ટાર્ટઅપ અનએકેડમીની ભાગીદારી પણ ખરીદી છે. ડિસ્કેલમર - ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે જ છે.
    Published by:News18 Gujarati
    First published:April 22, 2020, 11:12 am

    ટૉપ ન્યૂઝ