Home /News /business /બજેટ પહેલા કેમ કરવામાં આવે છે Economic Survey, શું છે તેનું મહત્વ? જાણો A to Z સંપૂર્ણ માહિતી

બજેટ પહેલા કેમ કરવામાં આવે છે Economic Survey, શું છે તેનું મહત્વ? જાણો A to Z સંપૂર્ણ માહિતી

કોણ તૈયાર કરે છે ઈકોનોમિક સર્વે

નાણા મંત્રાલય દ્વારા ઈકોનોમિક સર્વે તૈયાર કરવામાં આવે છે. તેને તૈયાર કરવાની જવાબદારી આર્થિક બાબતોના વિભાગના આર્થિક ડિવીઝનની હોય છે. આ ડિવીઝન સરકારના મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખમાં આ મહત્વપૂર્ણ દસ્તાવેજ તૈયાર કરે છે.

  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ બજેટ રજૂ થવા પહેલા સંસદમાં એક દસ્તાવેજ રજૂ કરવામાં આવે છે, જેને ઈકોનોમિક સર્વે કે આર્થિક સર્વે કહેવામાં આવે છે. આ આજે એટલે કે 31 જાન્યુઆરીએ નિર્મલા સિતારમણ દ્વારા આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો. આ ઘણો જ મહત્વપૂર્ણ છે. કારણ કે, આમાં ગત વર્ષનો હિસાબ અને આવનારા વર્ષના સૂચનો, પડકાર અને ઉકેલોનો ઉલ્લેખ કરવામાં આવે છે.

સરકારની મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનની દેખરેખ હેઠળ તેને તૈયાર કરવામાં આવે છે. નાણામંત્રી દ્વારા સંસદમાં તેને રજૂ કર્યા પછી મુખ્ય આર્થિક સલાહકાર પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના સવાલોના જવાબ આપશે. આર્થિક સર્વેમાં સરકાર તેના ફિક્સલ ડેવલપમેન્ટની સાથે જ મોનેટરી મેનેજમેન્ટ અને એક્સટર્નલ સેક્ટ્સ વિશે પણ જણાવે છે. આમાં તે જાણકારી પણ હોય છે કે, સરકારની પોલિસી અને પ્રોગ્રામના પરિણામો કેવા છે અને તેમની અર્થવ્યવસ્થા પર કેવી અસર થઈ છે. દેશનો પહેલો ઈકોનોમિક સર્વે 1950-51માં રજૂ કરવામાં આવ્યો હતો. 1964 સુધી ઈકોનોમિક સર્વે દેશના સામાન્ય બજેટ સાથે જ રજૂ કરવામાં આવતો હતો, પરંતુ પછીથી તેને બજેટના એક દિવસ પહેલા રજૂ કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ શું તમારી પાસે છે LIC પોલિસી, તો ઘરે બેઠા-બેઠા ફ્રીમાં મળશે આ સર્વિસ, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવવો?

કોણ તૈયાર કરે છે ઈકોનોમિક સર્વે


નાણા મંત્રાલય દ્વારા ઈકોનોમિક સર્વે તૈયાર કરવામાં આવે છે. તેને તૈયાર કરવાની જવાબદારી આર્થિક બાબતોના વિભાગના આર્થિક ડિવીઝનની હોય છે. આ ડિવીઝન સરકારના મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખમાં આ મહત્વપૂર્ણ દસ્તાવેજ તૈયાર કરે છે.

આ પણ વાંચોઃ Economic Survey 2022-23: રિયલ ટર્મ GDP ગ્રોથનું અનુમાન 6.5 ટકા સુધી શક્ય, 3 વર્ષમાં સૌથી ધીમો

શું છે તેનું મહત્વ


ઈકોનોમિક સર્વેમાં કેન્દ્ર સરકાર તરફથી દેશની આર્થિક સ્થિતિનો હિસાબ જણાવવામાં આવે છે. આ દસ્તાવેજ દ્વારા સરકાર જનતાને જણાવે છે, કે દેશની આર્થિક સ્થિતિ કેવી છે? આ ઉપરાંત દેશની આર્થિક સ્થિતિ કેટલી ઝડપથી આગળ વધી રહી છે, તેની પણ જાણકારી આપવામાં આવી છે. આર્થિક સર્વેક્ષણમાં અર્થવ્યવસ્થાના સંબંધમાં સરકારને સૂચનો પણ આપવામાં આવે છે. પરંતુ, સરકાર આ સૂચનો સ્વીકારવા બંધનકર્તા નથી.


ઈકોનોમિક સર્વે એક પ્રકારથી આપણી અર્થવ્યવસ્થાને દિશા આપવાનું કામ કરે છે. કારણ કે તેના દ્વારા જ ખબર પડે છે કે, દેશની અર્થવ્યવસ્થા કેવી ચાલી રહી છે અને આમાં સુધારા માટે શું કરવાની આવશ્યકતા છે? ઈકોનોમિક સર્વેથી જ અર્થવ્યવસ્થાના ટ્રેંડની ખબર પડે છે.
First published:

Tags: Budget 2023, Business news, Economic Survey

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો