ભાગેડુ વિજય માલ્યાએ નરેન્દ્ર મોદીનું નામ લઈને કર્યું ટ્વિટ

ભાગેડુ વિજય માલ્યાએ નરેન્દ્ર મોદીનું નામ લઈને કર્યું ટ્વિટ
વિજય માલ્યા (એપી તસવીર)

વિજય માલ્યાએ વધુ એક ટ્વિટ કરીને લખ્યું કે, "ભારતમાં મને પોસ્ટર બોય બનાવી દેવામાં આવ્યો છે. આ વાતની પુષ્ટિ ખુદ પીએમ કરી ચુક્યા છે."

 • Share this:
  ભારતની બેંકોના આશરે રૂ. 9 હજાર કરોડ લઈને વિદેશ ભાગી ગયેલા 62 વર્ષિય વેપારી વિજય માલ્યાએ ફરી એક વખત ટ્વિટ્સ કરીને બીજેપી પર પ્રહાર કર્યા છે. માલ્યાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, સરકારે મારી પાસેથી વધારે રકમ વસૂલ કરી લીદી છે. પોતાના ટ્વિટમાં વિજય માલ્યાએ પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂનો પણ હવાલો આપ્યો હતો.

  વિજય માલ્યાએ પ્રથમ ટ્વિટમાં લખ્યું કે, "મેં વડાપ્રધાન મોદીનું ઇન્ટરવ્યૂ જોયું હતું. જેમાં તેમણે મારું નામ લેતા કહ્યું કે મારી પાસેથી બેંકોએ રૂ. 9 હજાર કરોડ રૂપિયા લેવાના બાકી છે, તેમની સરકારે મારી રૂ. 14 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ વાતની પુષ્ટિ ખુદ વડાપ્રધાને કરી છે. ભાજપના પ્રવક્તાઓ શા માટે ભાષણબાજીમાં મારું નામ લેતા રહે છે?"  વિજય માલ્યાએ વધુ એક ટ્વિટ કરીને લખ્યું કે, "ભારતમાં મને પોસ્ટર બોય બનાવી દેવામાં આવ્યો છે. આ વાતની પુષ્ટિ ખુદ પીએમ કરી ચુક્યા છે. જેટલા મેં કથિત રીતે બેંકો પાસેથી લીધા તેનાથી વધારે તો સરકાર વસૂલ કરી ચુકી છે. હકીકત એવી છે કે હું 1992થી બ્રિટનનો નાગરિક છું. ભાગપા કહે છે કે હું ભાગેડૂ છું."

  નોંધનીય છે કે ઈડીએ તાજેતરમાં જ વિજય માલ્યાના શેર વેચીને રૂ. 1008 કરોડ મેળવ્યા છે. આ પૈસા વિજય માલ્યાના યૂનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ (યૂબીએચએલ)ના શેરે વેચીને મેળવવામાં આવી હતી. આ શેર ડીઆરટીએ વેચ્યા હતા. માલ્યાના આ શેર મની લોન્ડરીંગ કેસમાં જપ્ત કરવામાં આવ્યા હતા. આ શેર યશ બેંક પાસે હતા. કર્ણાટક હાઇકોર્ટના આદેશ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.
  First published:March 31, 2019, 09:01 am

  टॉप स्टोरीज