એક વર્ષમાં 110% વળતર આપનાર આ રિયલ એસ્ટેટ સ્ટોકમાંથી રાકેશ ઝુનઝુનવાલા કેમ બહાર નીકળ્યા?
એક વર્ષમાં 110% વળતર આપનાર આ રિયલ એસ્ટેટ સ્ટોકમાંથી રાકેશ ઝુનઝુનવાલા કેમ બહાર નીકળ્યા?
રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)
સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટરના અંતે રાકેશ ઝુનઝુનવાલા રિયલ એસ્ટેટ ફર્મમાં 46.95 લાખ શેર અથવા 1.6 ટકા હિસ્સો ધરાવતા હતા. જોકે, BSE પર કંપનીએ જાહેર કરેલી શેરધારકોની યાદીમાં રાકેશ ઝુનઝુનવાલાનું નામ જોવા મળ્યું નથી
દેશના જાણીતા અને ટોચના રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) સ્મોલકેપ રિયલ એસ્ટેટ સ્ટોક અનંત રાજ કોર્પોરેશન (TARC)માંથી બહાર નીકળી હોવાનું શેરહોલ્ડિંગના તાજેતરના ડેટા (Rakesh Jhunjhunwala’s holding) પરથી ફલિત થાય છે.
આંકડા મુજબ સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટરના અંતે રાકેશ ઝુનઝુનવાલા રિયલ એસ્ટેટ ફર્મમાં 46.95 લાખ શેર અથવા 1.6 ટકા હિસ્સો ધરાવતા હતા. જોકે, BSE પર કંપનીએ જાહેર કરેલી શેરધારકોની યાદીમાં રાકેશ ઝુનઝુનવાલાનું નામ જોવા મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, કંપનીઓને એક ટકાથી ઓછો હિસ્સો ધરાવતા શેરહોલ્ડરોના નામની જાણ કરવાની જરૂર હોતી નથી. ત્યારે ટ્રેન્ડલીન ડેટા જણાવે છે કે, 31 ડિસેમ્બર 2021 સુધી TARCમાં રાકેશ ઝુનઝુનવાલાનું હોલ્ડિંગ 1 ટકાથી નીચે હતું.
સ્ટોકનો ભાવ એકાદ વર્ષમાં બે ગણો થઈ ગયો
આજના ટ્રેડિંગમાં TARCનો શેર 7 ટકા જેટલો વધીને 52.50 રૂપિયા થયો હતો. અગાઉ તે 49.05 રૂપિયાના સ્તરે બંધ હતો. છેલ્લા એક મહિનામાં આ શેર 14 ટકા અને છેલ્લા છ મહિનામાં 32.43 ટકા વધ્યો છે. બીજી તરફ છેલ્લા એક વર્ષમાં TARCના શેરનો ભાવ બમણાથી વધુ થયો છે. એક વર્ષના સમયગાળામાં આ શેર 110 ટકા વધ્યો છે. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં TARCના શેરમાં લગભગ 3 ટકાનો ઘટાડો થયો છે.
નોંધનીય છે કે, જૂન 2021ના ક્વાર્ટરના અંતે રાકેશ ઝુનઝુનવાલાએ TARCના શેરમાં પોતાનો હિસ્સો 3.39 ટકાના હિસ્સાથી ઘટાડીને 180 BPS કર્યો હતો. ડિસેમ્બર 2020થી જૂન 2021 સુધી ઓછામાં ઓછા ત્રણ ત્રિમાસિક ગાળામાં તેમનો હિસ્સો 3.4 ટકા રહ્યો હતો.
ચાલુ નાણાકીય વર્ષનાં ત્રીજા ત્રિમાસિક ગાળાના અંતે કંપનીમાં રોકાણકાર આશિષ કાચોલિયાનો હિસ્સો 44.25 લાખ ઇક્વિટી શેર એટલે કે 1.5 ટકા જેટલો યથાવત રહ્યો હતો. નાણાકીય વર્ષ 22ના ત્રીજા ક્વાર્ટર દરમિયાન ઝુનઝુનવાલાએ એસ્કોર્ટ્સ (Escorts)માં પોતાનો હિસ્સો વધાર્યો છે
એસ્કોર્ટ્સમાં તેમનો હિસ્સો 64 લાખ ઇક્વિટી શેર સાથે આશરે 1,202 કરોડ રૂપિયા છે. જ્યારે કેનેરા બેંક અને બિલકેરમાં તેમનો હિસ્સો યથાવત રહ્યો છે. ટ્રેન્ડલીન ડેટા અનુસાર ઝુનઝુનવાલા અને તેમના સાથીઓ 25,088 કરોડ રૂપિયાથી વધુની નેટવર્થના શેરો ધરાવે છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર