ભારત સરકારની બિલ લાવવાની તૈયારી વચ્ચે આજે બિટકોઇન સહિત ક્રિપ્ટોકરન્સીમાં મોટો કડાકો

ક્રિપ્ટોકરન્સીમાં કડાકો

Crypto crash: CoinMarketCapના ડેટા મુજબ, 24 નવેમ્બરના રોજ માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી 0.58 ટકા ઘટીને $56,607.05ની સપાટીએ આવી ગઇ હતી.

  • Share this:
મુંબઈ: ભારતમાં તમામ પ્રકારની ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ (Cryptocurrency Banned) મૂકવા માટે સરકાર સંસદ (Government of India)ના શિયાળુ સત્ર (Winter Session)માં બિલ રજૂ કરવાના સમાચાર બાદ ક્રિપ્ટો માર્કેટ (Crypto Market)માં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે. બુધવારે બિટકોઈનની કિંમત એક મહિનામાં સૌથી નીચી સપાટીએ આવી ગઈ હતી. સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency Fall) 24 નવેમ્બરે ઘટીને $55,460.96ની સપાટીએ પહોંચી ગઇ હતી.

CoinMarketCapના ડેટા મુજબ, 24 નવેમ્બરના રોજ માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી 0.58 ટકા ઘટીને $56,607.05ની સપાટીએ આવી ગઇ હતી. ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનું સરકારે તૈયાર કરેલા બિલ સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે.

અમુક અપવાદોને મંજૂરી

લોક સભાની વેબસાઇટ પર પોસ્ટ કરાયેલા કાયદાકીય કામકાજની યાદી આપતા બુલેટિનમાં જણાવ્યા અનુસાર, આ બિલ દ્વારા ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કરવાનો નિર્ણય કરાયો છે. જોકે, આ ક્રિપ્ટોકરન્સી અંતર્ગત ટેકનોલોજી અને તેના ઉપયોગોને પ્રોત્સાહન આપવા માટે અમુક અપવાદોને મંજૂરી આપવામાં આવી છે.

સેન્ટ્રેલ બેંક ઓફ ઇન્ડિયા લાવશે ડિજિટલ કરન્સી

ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવનાર અધિકૃત ડિજિટલ ચલણની રચના માટે અને એક સુવિધાયુક્ત માળખું બનાવવા માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પણ તેની પોતાની ડિજિટલ કરન્સી લાવવાની તૈયારી કરી રહી છે.

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટો કડાકો

ભારત સરકારના આ નિર્ણયના સમાચારો વચ્ચે હંમેશા ક્રિપ્ટો બજારમાં ઘટાડો નોંધાયો છે. જોકે, બિટકોઇને $57,000-માર્કની આસપાસ પોઝીશન જાળવી રાખી હતી. જોકે દૈનિક સમયમર્યાદા અનુસાર બિટકોઇન ફરી $57,000-$58,000ની સપાટીએ આવી શકે છે. જો બિટકોઈનમાં આથી પણ વધુ ઘટાડો નોંધાય છે, તો આગળની અનુમાનિત સપાટી $53,000 છે.

આ પણ વાંચો: Cryptocurrency Bill 2021: મોદી સરકાર શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી સહિત 26 બિલ રજૂ કરશે, પેન્શન અને ડેટા પ્રોટેક્શન બિલ પણ સામેલ

કાર્ડનો, સોલાના, XRPમાં પણ છેલ્લા 24 કલાકમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. સોલાના 2.18 ટકા ઘટીને $215.86 પર જ્યારે કાર્ડનો 6.64 ટકા ઘટીને $1.68 પર આવી ગયો. XRP 1.40 ટકા ઘટીને $1.04ની સપાટીએ આવી ગયો છે.

પીએમ મોદીનું મહત્વપૂર્ણ નિવેદન

વિકસતી સાયબર ટેક્નોલોજીને અનુલક્ષિત સભા સિડની ડાયલોગને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું, ઉદાહરણ તરીકે ક્રિપ્ટોકરન્સી અથવા બિટકોઇન લઇ લો. મહત્વનું છે કે તમામ લોકશાહી રાષ્ટ્રો આ મુદ્દે સાથે મળીને કામ કરે અને ખાતરી કરે કે તે ખોટા હાથમાં ન જાય. કારણ કે તે આપણા યુવાનોને બગાડી શકે છે.

આ પણ વાંચો: Explained: ક્રિપ્ટોકરન્સીમાં કરેલા રોકાણને આવી રીતે રાખો સુરક્ષિત, સરળ ટિપ્સ મોટું નુકસાન અટકાવશે

દેશમાં 10 કરોડથી વધુ ક્રિપ્ટો માલિકો

ઘણા લોકો ખાનગી ડિજિટલ કરન્સીમાં રોકાણ કરતા હોવાથી સમગ્ર વિશ્વની સાથે હવે ભારતમાં પણ ક્રિપ્ટોકરન્સીમાં તીવ્ર રસ વધી રહ્યો છે. બ્રોકર ડિસ્કવરી અને કમ્પેરિઝન પ્લેટફોર્મ BrokerChooser અનુસાર દેશમાં હવે વિશ્વમાં 10 કરોડથી વધુ ક્રિપ્ટો માલિકો છે.
Published by:Vinod Zankhaliya
First published: