Home /News /business /શા માટે માંગવામાં આવે છે કેન્સલ ચેક? શુ છે તેની જરૂરિયાત, જાણો બેંક ખાતા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી

શા માટે માંગવામાં આવે છે કેન્સલ ચેક? શુ છે તેની જરૂરિયાત, જાણો બેંક ખાતા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી

મોટે ભાગે નાણાકીય વ્યવહારમાં કેન્સલ ચેકની જરૂરિયાત હોય છે

CANCEL CHEQUE: સામાન્ય રીતે બિઝનેસના વ્યવહારમાં વીમા કંપની અને બેંક કે કોઈ અન્ય કંપની તેના ગ્રાહકો પાસેથી કેન્સલ ચેકની માગ કરે છે. આ ચેકથી ફંડ ટ્રાન્સફર થતુ નથી, તો પણ તેની વધારે જરૂરિયાત નાણાકીય કામોમાં હોય છે.

    નવી દિલ્હીઃ સામાન્ય રીતે બિઝનેસના વ્યવહારમાં વીમા કંપની અને બેંક કે કોઈ અન્ય કંપની તેના ગ્રાહકો પાસેથી કેન્સલ ચેકની માગ કરે છે. આ ઉપરાંત ઘણી કંપનીઓ નોકરી સમયે તેની કર્મચારીઓ પાસેથી કેન્સલ ચેક મેળવે છે. ભલે આપણે ડિજિટલના આ યુગમાં ઝડપથી આગળ વધી રહ્યા હોય, પરંતુ આ પરંપરા કાયમ છે. એવામાં તમારા મનમાં એ સવાલ જરૂર આવ્યો હશે કે, કેન્સલ ચેકની જરૂર કેમ પડે છે?

    આ પણ વાંચોઃ  રેપો રેટમાં 0.50 ટકાનો વધારો, સતત ચોથીવાર વધારા બાદ વ્યાજ દર 5.90 ટકા પહોંચ્યો

    કેન્સલ ચેક દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકાતુ નથી


    જાણકારી અનુસાર કેન્સલ ચેક દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકાતુ નથી. તેનો ઉપયોગ માત્ર તમારા એકાઉન્ટને ચકાસવા માટે કરી શકાય છે. જ્યારે કોઈને કેન્સલ ચેક આપવામાં આવે છે, ત્યારે બે સમાનાંતર લાઈનની વચ્ચે Cancelled લખી દેવામાં આવે છે. જેથી કોઈ ચેકનો દુરુપયોગ ન કરી શકે.

    કેન્સલ ચેકમાં હસ્તાક્ષર જરૂરી નહિ


    જ્યારે તમે કેન્સલ ચેક આપો છો, ત્યારે તેના પર સહી કરવાની જરૂરૂ હોતી નથી. આ ઉપરાંત ચેક પર ક્રોસ માર્ક બનાવી શકાય છે. આ રીતે ચેક માત્ર તમારા બેંક એકાઉન્ટને વેરિફાઈ કરે છે. જો તમે કોઈ કંપનીને બેંકનો કેન્સલ ચેક આપ્યો છે, તો તેનો અર્થ એ થયો કે, તમારું એકાઉન્ટ તે બેંકમાં છે. ચેક પર તમારુ નામ હોઈ શકે અને ન પણ હોઈ શકે. તેના પર તમારો એકાઉન્ટ નંબર લખેલો હોય છે. તેની સાથે જ જે શાખામાં એકાઉન્ટ છે. તેનો IFSC કોડ પણ લખેલો હોય છે. એવામાં ચેકની કંઈ જ જરૂર નથી તેમ વિચારીને કોઈ ને પણ ચેક આપવો જોઈએ નહિ.

    આ પણ વાંચોઃ નાની બચત યોજનાના રોકાણકારોને દિવાળીની ભેટ, સરકારે વ્યાજદરમાં કર્યો વધારો

    કેન્સલ ચેકમાં કઈ ઈન્કનો ઉપયોગ કરવો


    કેન્સલ ચેક માટે તમારે હંમેશા માત્ર બ્લેક અને બ્લૂ ઈન્કનો જ ઉપયોગ કરવો જોઈએ. કોઈ અન્ય રંગની ઈન્કનો ઉપયોગ ન કરવો જોઈએ. નહિતર તમારો ચેક અમાન્ય ગણવામાં આવશે.


    કેન્સલ ચેકની ક્યારે પડે છે જરૂર


    જ્યારે તમે કોઈ નાણાકીય વ્યવહાર કરો છો, ત્યારે કેન્સલ ચેકની જરૂર પડે છે. કાર લોન, પર્સનલ લોન, હોમ લોન લેતા હોવ ત્યારે કેન્સલ ચેકની માગ કરવામાં આવે છે. આ ચેક માત્ર તમારા એકાઉન્ટને વેરિફાઈ કરવા માટે લેવામાં આવે છે. જો પ્રોવિડન્ટ ફંડમાંથી ઓફલાઈન રૂપિયા નીકાળો છો, તો કેન્સલ ચેકની જરૂર પડે છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરતી વખતે કંપનીઓ કેન્સલ ચેકની જાણકારી માંગે છે. આ ઉપરાંત વીમા પોલિસી ખરીદી વખતે પણ તેની જરૂર પડે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Bank account, Business news, Cheque

    विज्ञापन
    विज्ञापन