'રીટેલ રોકાણકારો માટે સૌથી ખરાબ પ્રોડક્ટ છે Buy now Pay later'- Zerodhaના સ્થાપક નીતિન કામથે આપી ચેતવણી
'રીટેલ રોકાણકારો માટે સૌથી ખરાબ પ્રોડક્ટ છે Buy now Pay later'- Zerodhaના સ્થાપક નીતિન કામથે આપી ચેતવણી
નીતિન કામથ
Buy now pay later: નીતિને ટ્વિટ કર્યુ કે, “મને સૌથી વધુ ચિંતા એ વાતની છે કે, જો કોઇ 'buy now pay latter' પ્રકારની પ્રોડક્ટ લોન્ચ કરે છે, તો તે અન્યને પણ આવું કરવા પ્રોત્સાહન પૂરું પાડશે.
મુંબઈ: ઓનલાઈન બ્રોકિંગ ફર્મ (Online Broking Firm) ઝીરોધા (Zerodha)ના સ્થાપક નીતિન કામથે (Nitin Kamath) રિટેલ રોકાણકારો (Retail Investors) માટે 'બાય નાઉ પે લેટર' (Buy Now Pay Later)ને સૌથી ખરાબ નાણાકીય પ્રોડક્ટ (Worst Financial Product) ગણાવી છે. નીતિન કામથે અમુક ટ્વિટ્સ (Tweets) કરીને રોકાણકારોને આ અંગે જાગૃત કર્યા હતા. નીતિને ટ્વિટ કર્યુ કે, “મને સૌથી વધુ ચિંતા એ વાતની છે કે, જો કોઇ 'buy now pay latter' પ્રકારની પ્રોડક્ટ લોન્ચ કરે છે, તો તે અન્યને પણ આવું કરવા પ્રોત્સાહન પૂરું પાડશે. આવક ઊભી કરવા માટેના રસ્તા તરીકે આ પદ્ધતિનો ઉપયોગ કરવો ગ્રાહકો માટે યોગ્ય રહેશે નહીં.”
રોકાણકારો માટે સૌથી ખરાબ પ્રોડક્ટ
કામથે વધુમાં સમજાવ્યું કે, “અંદાજે 15%ના દરે ઉધાર લઈને સ્ટોક્સ ખરીદવા અને ડ્રોડાઉન્સમાં ફડચામાં જવાનું જોખમ લેવું તે રિટેલ રોકાણકારો માટે કદાચ સૌથી ખરાબ નાણાકીય પ્રોડક્ટ સાબિત થઇ શકે છે. આશા છે કે બ્રોકિંગ ઉદ્યોગ અન્ય લોકોની જેમ ધીરાણના વ્યવસાયમાં રૂપાંતરિત ન થાય કે ગ્રાહકો મેળવવા માટે તેમને ખૂબ ઊંચો ખર્ચ ઉઠાવવો પડે.”
સોમવારે શેરબજારમાં કડાકો
ઉલ્લેખનીય છે કે નીતિન કામથે આ ટ્વિટ એવા દિવસે કર્યા જેમાં સોમવારે શેરબજારમાં સતત કડાકા નોંધાઇ રહ્યા હતા. સોમવારે માર્કેટ બંધ થતી સમયે BSE S&P સેન્સેક્સ 1170.12 પોઇન્ટ એટલે કે 1.96 ટકા ઘટીને 58465.89ની સપાટી પર હતો. જ્યારે નિફ્ટી 50 348.30 પોઇન્ટ એટલે કે 1.96 ટકા ઘટીને 17416.50ની સપાટી પર હતો.
But given high customer acquisition costs for many brokers, what worries me is if someone launches a buy now pay later type of product for investing, it will end up pushing everyone else to start. Using this as a hook to generate revenue will not be right for the customers. 3/4
ઝીરોધા ફાઉન્ડર નીતિન કામથે અન્ય ટ્વિટ કર્યુ છે કે, “છેલ્લા બુલ રનથી વિપરીત આ વખતે સિસ્ટમમાં વધુ લાભ નથી. મોટાભાગે સ્ટોક્સ પહેલા પૂર્ણ રકમ સાથે ખરીદવામાં આવે છે. તેથી આજ જેવા ઘટાડામાં છૂટક રોકાણકારોને લિક્વિડેટ કરવાની ફરજ પાડવામાં આવતી નથી, જેના કારણે અસ્થિરતામાં પણ વધારો થાય છે.”
નીતિને વધુમાં ઉમેર્યું કે, “ક્રેડિટ સેબીને જાય છે અને નવા જમાનાના ઓનલાઈન બ્રોકર્સ કે જેમણે ઓર્ડર આપતી વખતે ગ્રાહકોને ઉધાર લેવા અને ખરીદવા દબાણ કર્યું નથી. પરંતુ જો પ્લેટફોર્મ લોભ આપીને વધુ પ્રોડક્ટ ખરીદવા માટે ગ્રાહકોને ઉધાર લેવા માટે દબાણ કરે છે, તો સ્વાભાવિક રીતે ગ્રાહકો માર્જિન ફંડિંગ(MTF)ના જોખમોને અવગણશે.”
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર