Home /News /business /

શા માટે અમીરો US, બ્રિટન, ચીન અને ભારત છોડીને દુબઈ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં કરી રહ્યા છે સ્થળાંતર?

શા માટે અમીરો US, બ્રિટન, ચીન અને ભારત છોડીને દુબઈ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં કરી રહ્યા છે સ્થળાંતર?

Migration of the rich : વર્ષના અંત સુધીમાં 88 હજાર કરોડપતિઓ નવા દેશમાં સ્થાળાંતરિત થઈ શકે છે. વર્ષ 2019ની સરખામણીએ આ સ્થળાંતર 22,000 ઓછુ હશે. આગામી વર્ષે રેકોર્ડ સ્તર સ્તર 1,25,000 કરોડપતિઓનું માઈગ્રેશન થઈ શકે છે.

Migration of the rich : વર્ષના અંત સુધીમાં 88 હજાર કરોડપતિઓ નવા દેશમાં સ્થાળાંતરિત થઈ શકે છે. વર્ષ 2019ની સરખામણીએ આ સ્થળાંતર 22,000 ઓછુ હશે. આગામી વર્ષે રેકોર્ડ સ્તર સ્તર 1,25,000 કરોડપતિઓનું માઈગ્રેશન થઈ શકે છે.

    Migration of the rich : અનેક દશોમાં કરોડપતિઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમીર વ્યક્તિઓને પોતાના દેશમાં રહેવું નથી ગમતું, તેઓ પોતાનો દેશ છોડીને બીજા દેશમાં સ્થાયી થઈ રહ્યા છે. નવા રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, નવા દેશોમાં સ્થાળાંતરિત થનાર કરોડપતિઓની સંખ્યાનો એક ટ્રેન્ડ છે, જેમાં કોરોનાકાળમાં ઘટાડો થયો છે.

    રશિયા અને યુક્રેનથી અમીરોનું પલાયન


    રોકાણ સલાહકાર ફર્મ હેનલે એન્ડ પાર્ટનર્સ અને વેલ્થ ઈન્ટેલિજેન્સ ફર્મ ન્યૂ વેલ્થ દ્વારા સંયુક્ત રીતે હેનલે ગ્લોબલ સિટીઝન રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. આ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, રશિયા અને યુક્રેન હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ (HNWI) ના સૌથી મોટા પલાયનનો અનુભવ કરી રહ્યા છે. પારંપરિક રૂપે ધનિક રોકાણકારને આકર્ષિત કરનાર ડેસ્ટિનેશન પોતાની ચમક ગુમાવી રહ્યા છે, જેમાં ખાસ કરીને યૂ.કે અને યૂ.એસ શામેલ છે.

    2020 અને 2021માં કોવિડના કારણે HNWI માઈગ્રેશનમાં ઘટાડો થયો


    હેનલે એન્ડ પાર્ટનર્સના CEO ડો.જુએર્ગ સ્ટીફન જણાવે છે કે, છેલ્લા એક દાયકામાં HNWI માઈગ્રેશનનો ટ્રેન્ડ વધી રહ્યો હતો. વર્ષ 2020 અને 2021માં કોવિડના કારણે આ ટ્રેન્ડમાં ઘટાડો થયો હતો. તેમણે જણાવ્યું કે, વર્ષ 2022નું પૂર્વાનુમાન સમગ્ર વિશ્વમાં અત્યંત અસ્થિર વાતાવરણ (Volatile Environment) દર્શાવે છે.

    આગામી વર્ષે રેકોર્ડ સ્તર 1,25,000 કરોડપતિઓનું માઈગ્રેશન થઈ શકે છે


    સ્ટીફને જણાવ્યું કે, વર્ષના અંત સુધીમાં 88 હજાર કરોડપતિઓ નવા દેશમાં સ્થાળાંતરિત થઈ શકે છે. વર્ષ 2019ની સરખામણીએ આ સ્થળાંતર 22,000 ઓછુ હશે. આગામી વર્ષે રેકોર્ડ સ્તર સ્તર 1,25,000 કરોડપતિઓનું માઈગ્રેશન થઈ શકે છે.

    HNWI માઈગ્રેશન અર્થવ્યવસ્થા માટે બેરોમીટર હોય છે


    ન્યૂ વર્લ્ડ વેલ્થના રિસર્ચ હેડ એંડ્રયૂ એમોઈલ્સે જણાવ્યું કે, HNWI માઈગ્રેશનના આંકડા અર્થવ્યવસ્થા માટે ઉત્કૃષ્ટ બેરોમીટર છે. સમૃદ્ધ વ્યક્તિ ખૂબ જ ગતિશીલ છે અને તેમની મૂવમેન્ટ દેશના ટ્રેન્ડ એંગે શરૂઆતનું વોર્નિંગ સિગ્નલ હોય છે. એમોઈલ્સે જણાવ્યું કે, જે દેશ અમીર વ્યક્તિઓ અને પરિવારને પોતાની તરફ આકર્ષિત કરે છે. તે દેશ ઓછો ક્રાઈમ રેટ, ટેક્સ રેટ અને બિઝનેસની આકર્ષક તક સાથે મજબૂત હોય છે.

    HNWI આઉટફ્લો


    રિપોર્ટ અનુસાર સૌથી વધુ નુકસાન યૂ.કેને થાય છે. આ દેશ માટે વર્ષ 2022માં 1,500 કરોડપતિઓના નેટ આઉટફ્લોની ભવિષ્યવાણી કરવામાં આવી છે. એમોઈલ્સ જણાવે છે કે, આ પ્રવૃત્તિ 5 વર્ષ પહેલા શરૂ થઈ હતી. તે સમયે બ્રેક્સિટ (Brexit) વોટ અને ટેક્સમાં વધતા દરને કારણે વિપરીત અસર થઈ હતી. તે સમયે દેશમાં પ્રવેશ કરનારની સરખામણીએ દેશ છોડનાર લોકોની સંખ્યા વધુ હતી. વર્ષ 2017થી યૂ.કે.ને લગભગ કુલ 12,000 કરોડપતિનો નેટ લોસ થયો છે.

    આ પણ વાંચોઅમેરિકાની કાર્યવાહીથી ડરી જશે ચીન! તાઈવાનની રક્ષા માટે મોકલ્યું ખતરનાક શસ્ત્રોથી સજ્જ મોટુ યુદ્ધ જહાજ

    અમેરિકાના અમીર પણ તેજીથી પલાયન કરી રહ્યા છે. એમોઈલ્સે કહ્યું કે, ‘અમેરિકામાં વધુ પડતા ટેક્સને કારણે હાલમાં પ્રિ કોવિડની સરખામણીએ કરોડપતિઓને પ્રવાસ માટે અમેરિકા ઓછુ પસંદ આવી રહ્યું છે. અમેરિકા હાલમાં HNWIને આકર્ષિત કરે છે. વર્ષ 2019ના સ્તર કરતા હાલમાં 86 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં 10,800 કરોડપતિનો નેટ ઈનફ્લો જોવા મળ્યો હતો. એમોઈલ્સે કહ્યું કે, વેલ્થ માઈગ્રેશનથી ચીનને નુકસાન થઈ રહ્યું છે. વર્ષ 2022માં HNWIના 10,000 મેનલેંડ નેટ આઉટફ્લો થઈ શકે છે.’
    Published by:kiran mehta
    First published:

    Tags: Business news, Business news in gujarati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन