Home /News /business /વાહનોના ટાયરનો રંગ કાળો જ કેમ હોય છે? લાલ, પીળા, સફેદ રંગના ટાયર કેમ નથી હોતા?

વાહનોના ટાયરનો રંગ કાળો જ કેમ હોય છે? લાલ, પીળા, સફેદ રંગના ટાયર કેમ નથી હોતા?

ટાયરનો કલર કાળો જ કેમ?

Why are Tires Black: રસ્તા પર તમને અનેક રંગના વાહનો જોવા મળે છે, પરંતુ આ તમામ વચ્ચે એક વાત સામાન્ય છે. આ વાત એવી છે કે તમામ વાહનોના ટાયરના રંગ કાળા જ હોય છે. આવું કેમ?

    મુંબઈ: દુનિયામાં અનેક રંગો (Colors) છે. તમે રંગોનું મિશ્રણ કરીને એક નવો રંગ પણ બનાવી શકો છો. રસ્તા પર તમને અનેક રંગો (Colorful vehicles)ની ગાડીઓ જોવા મળશે. જોકે, આ તમામમાં એક વાત સામાન્ય અથવા સરખી હશે. આખરે શા માટે તમામ વાહનોના ટાયર કાળા રંગ (Tyre color)ના જ હોય છે? આ એક મોટો પ્રશ્ન છે. તો જાણીએ આ પાછળનું કારણ શું છે?

    BBCમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે પહેલા રબર (Rubber)માંથી ટાયર બનાવવામાં આવતા હતા. તમને ખબર જ હશે કે રબરનો કુદરતી રંગ કાળો નથી હોતો. પરંતુ રબરના બનેલા ટાયરો ઝડપથી ઘસાઈ જાય છે. જે બાદમાં વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે જે રબરમાં કાર્બન અને સલ્ફર ભેળવી દેવામાં આવે તો તેની મજબૂતી વધી જાય છે.

    રબરમાં કાર્બનનું મિશ્રણ


    કાચા રબરનો રંગ આછો પીળો હોય છે. ટાયર બનાવવા માટે રબરમાં કાર્બન ભેળવવામાં આવે છે. આ કારણે ટાયર ઝડપથી નથી ઘસાતા. ઉલ્લેખનીય છે કે કાર્બનનો રંગ કાળો હોય છે. આ માટે જ જ્યારે રબરમાં કાર્બન ભેળવવામાં આવે છે ત્યારે તે કાળા રંગનું થઈ જાય છે. જેનાથી રબર અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચી જાય છે. રિપોર્ટ પ્રમાણે સાદા રબરનું ટાયર ફક્ત આઠ હજાર કિલોમીટર સુધી ચાલી શકે છે. જ્યારે તેમાં કાર્બન ભેળવવામાં આવે તો તે એક લાખ કિલમીટર સુધી ચાલી શકે છે.

    આ પણ વાંચો: એલઆઈસીનો આઈપીઓ ફાયદાનો સોદોઃ મોતીલાલ ઓસવાલ

    આ પ્રકારનું હોય છે કાર્બન


    રબરમાં ભેળવવામાં આવતું કાર્બન અનેક પ્રકારનું હોય છે. કાર્બન કયા પ્રકારનું છે તેના આધારે રબરની મજબૂતી નક્કી થાય છે. રબર મુલાયમ હોય કે પછી સખત એ વાતનો આધાર તેમાં કેવા પ્રકારનું કાર્બન ભેળવવામાં આવ્યું છે તેના પર રહેલો છે. મુલાયમ રબરના ટાયરની પકડ મજબૂત હોય છે, પરંતુ તે ઝડપથી ઘસાય જાય છે. જ્યારે સખત ટાયરો ઝડપથી નથી ઘસાતા અને વધારે દિવસ સુધી ચાલે છે.

    આ પણ વાંચો: એક જ વર્ષમાં આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

    કાળ રંગ સિવાય અન્ય રંગના ટાયર કેમ નથી હોતા?


    સામાન્ય રીતે બાળકોની સાઇકલના ટાયરોનો રંગ તમે જોયો હશે તો તે સફેદ, લાલ, પીળા રંગના હોય છે. એનું કારણ એવું હોય છે કે તેમાં કાર્બન ભેળવવામાં આવતું નથી. જોકે, આવા ટાયર ઝડપથી ઘસાઈ જાય છે. એક કારણ એવું પણ છે કે બાળકોની સાઇકલ રોડ પર નથી ચલાવવાની હોતી. આ કારણે આ ટાયરોમાં કાર્બન ભેળવવામાં આવતું નથી. અન્ય ટાયરોમાં કાર્બન ભેળવવામાં આવતું હોવાથી તેનો રંગ કાળો જ હોય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Automobile, Explained, Vehicle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन