Home /News /business /

Adani Stocks: અદાણી પાવર, અદાણી વિલ્મર અને અદાણી પોર્ટ્સ: જાણો, શા માટે આ શેરોમાં આવી રહી છે તેજી?

Adani Stocks: અદાણી પાવર, અદાણી વિલ્મર અને અદાણી પોર્ટ્સ: જાણો, શા માટે આ શેરોમાં આવી રહી છે તેજી?

અદાણી વિલ્મર (પ્રતીકાત્મક તસવીર)

Adani stocks: શેર બજારના નિષ્ણાતોના મતે, કોમોડિટીના ભાવમાં વધારાને કારણે અદાણીના શેરો ઊંચાઇએ જઇ રહ્યા છે. કોમોડિટીના ભાવમાં વધારો ખાસ કરીને પામ ઓઈલના ભાવમાં વધારો એ હાઇ ટ્રેડ એક્ટિવિટી તરફ દોરી જાય છે, જેનો અર્થ છે અદાણી પોર્ટ માટે વધુ વેપાર.

વધુ જુઓ ...
નવી દિલ્હી: એક મહિના કરતાં વધુ સમયથી રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) વચ્ચે વૈશ્વિક ઇક્વિટી માર્કેટ (Equity Market) ધમધમી રહ્યું હોવા છતાં અદાણીના કેટલાક શેરોએ આ સમયગાળામાં તેના શેરધારકોને આકર્ષક વળતર આપ્યું છે. તાજેતરમાં લિસ્ટેડ અદાણી વિલ્મર (Adani Wilmar)ના શેરની કિંમત છેલ્લા એક મહિનામાં લગભગ 32 ટકા વધી છે અને તે લિસ્ટિંગ પછી પ્રથમ વખત રૂ. 500ના લેવલ કરતા મંગળવારે લાઇફ ટાઇમ હાઇ સપાટીએ પહોંચી છે. એ જ રીતે અદાણી પાવરના શેરનો ભાવ (Adani Power Stock Price) NSE પર રૂ. 181.40ના લાઇફટાઇમ હાઇ લેવલે પહોંચ્યો હતો. જેણે છેલ્લા એક મહિનામાં તેના રોકાણકારોને લગભગ 40 ટકા વળતર આપ્યું હતું. છેલ્લા એક મહિનામાં અદાણી પોર્ટનો હિસ્સો પણ લગભગ 7.50 ટકા વધ્યો છે.

નિષ્ણાતોનો અભિપ્રાય


શેર બજારના નિષ્ણાતોના મતે, કોમોડિટીના ભાવમાં વધારાને કારણે અદાણીના શેરો ઊંચાઇએ જઇ રહ્યા છે. કોમોડિટીના ભાવમાં વધારો ખાસ કરીને પામ ઓઈલના ભાવમાં વધારો એ હાઇ ટ્રેડ એક્ટિવિટી તરફ દોરી જાય છે, જેનો અર્થ છે અદાણી પોર્ટ માટે વધુ વેપાર. તેઓએ જણાવ્યું હતું કે પામ ઓઇલના ભાવમાં વધારો અદાણી વિલ્મરને તેની ન વેચાયેલી ઇન્વેન્ટરી પર માર્જિન લાભ આપી રહ્યો છે અને તે કંપનીની બેલેન્સ શીટને મજબૂત બનાવશે, કારણ કે થોડા વધુ સમય માટે ભાવ ઊંચા રહેવાની અપેક્ષા છે.

અદાણી પાવર અને અદાણી વિલ્મર


લાઇવમિન્ટના અહેવાલ પ્રમાણે અદાણીના શેરો શા માટે વધી રહ્યા છે તેના પર મારવાડી ફાઇનાન્શિયલ સર્વિસિસના હેડ ઓફ ઇક્વિટી રિસર્ચ એન્ડ વીપી જય ઠક્કરે જણાવ્યું હતું કે, "વિશ્વભરમાં કોમોડિટીના ભાવમાં ખાસ કરીને પામ ઓઇલના ભાવમાં ઊંચા વધારાને કારણે અદાણી જૂથના શેરો થોડા દિવસો માટે સારી રીતે ઉપરની ગતિએ છે, જે ચોક્કસપણે AWL એટલે કે અદાણી વિલ્મર લિ. અને અદાણી પોર્ટ્સ લિ.ના બિઝનેસને મદદ કરે છે. આ કોમોડિટીઝના ભાવ હજુ થોડા સમય માટે ઊંચા સ્તરે રહેવાની શક્યતા છે આથી તે ન વેચાયેલી ઇન્વેન્ટરીને માર્જિન લાભ આપશે. કિંમતોમાં વધારાને કારણે સરેરાશ ટ્રાન્ઝેક્શન ખર્ચ વધે છે, જે ચોક્કસપણે અદાણી પોર્ટ્સની તરફેણમાં છે. AWLએ સતત 2 દિવસ સુધી અપર સર્કિટને હિટ કર્યું છે અને તેણે રૂ. 420ના સ્તરથી ઉપર બ્રેકઆઉટ પ્રદાન કર્યું છે અને હવે આ સ્તરો નજીકના ગાળામાં નિર્ણાયક સપોર્ટ તરીકે કામ કરશે.

જય ઠક્કરે વધુમાં ઉમેર્યું હતું કે, અદાણી પોર્ટ્સે પણ સાઇડવે કોન્સોલિડેશનમાંથી બ્રેકઆઉટ આપ્યું છે. જોકે તેમાં રૂ. 770ના લેવલની નજીક ડાઉનટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સ છે અને તેનાથી ઉપરનો બ્રેક જ વધુ ઉપર તરફ દોરી જશે.

આ પણ વાંચો: નવું ઘર ખરીદનારાઓ માટે આ લાભ સમાપ્ત, વાંચો અહેવાલ

અદાણી પાવર


અદાણી પાવરના શેરના ભાવમાં તેજી પર મારવાડી ફાઇનાન્શિયલ સર્વિસિસના જય ઠક્કરે જણાવ્યું હતું કે, "અદાણી પાવરની તરફેણમાં સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ અદાણી પાવરના શેરના ભાવમાં વધારો થયો હતો. તેણે રાજસ્થાન સ્થિત 3 ડિસ્કોમને કંપનીની બાકી નીકળતી રકમ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. ટેક્નિકલ પેટર્ન પર નજર કરીએ તો અદાણી પાવર લિમિટેડે તેના વોલ્યુમમાં નક્કર વધારા સાથે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. તેથી તે પ્રાઇસ-વોલ્યુમ બ્રેકઆઉટ છે. હવે રૂ. 138ના સ્તરે નિર્ણાયક સપોર્ટ છે અને જ્યાં સુધી આ લેવલ્સ તૂટશે નહીં ત્યાં સુધી રૂ. 200 અને તેથી વધુના લક્ષ્યાંક માટે એકંદર વલણ તેજીમય રહેશે.

આ પણ વાંચો: આજે (4 એપ્રિલ) આ 20 શેરમાં થાઓ માલામાલ, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

તેજીના બે કારણ


અદાણી પાવરના શેરની કિંમત બે મુખ્ય કારણોને આભારી છે - ગ્રીન એનર્જીમાં તેના રોકાણથી મૂલ્યની ખરીદી અને રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકારને આંશિક ચુકવણી. જે લાંબા સમયથી બાકી હતી.
First published:

Tags: Adani Group, Investment, Stock market, Stock tips, અદાણી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन