Wholesale Price Index: ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ફુગાવો 12.96 ટકાથી વધીને 13.11 ટકા થયો
Wholesale Price Index: ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ફુગાવો 12.96 ટકાથી વધીને 13.11 ટકા થયો
ડુંગળીની કિંમત
Wholesale Price Index: ડુંગળની જથ્થાબંધ કિંમત 26.37 ટકા ઘટી છે. જ્યારે બટાકાની કિંમત 14.78 ટકા વધી છે. ગત મહિને કિંમત 14.45 ટકા હતી. ઇંડા, માંસ અને માછલીની કિંમત 8.14 ટકા વધી છે. ઘઉંની કિંમતમાં 11.03 ટકાનો વધારો થયો છે.
નવી દિલ્હી: કોમર્સ મંત્રાલયે (Commerce ministry) આજે જથ્થાબંધ ફુગાવા (Wholesale Price Index)ના દર જાહેર કર્યા છે. કૉમર્સ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી, 2021 દરમિયાન હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (જથ્થાબંધ ફુગાવો) 12.96 ટકા હતો. ફેબ્રુઆરી, 2022ના રોજ તે વધીને 13.11 ટકા થયો છે. ફેબ્રુઆરી, 2021ના રોજ જથ્થાબંધ ફુગાવાનો દર 4.83 ટકા હતો. આ સતત 11મો દિવસ છે જ્યારે જથ્થાબંધ ફુગાવો (Inflation) બે આંકડામાં રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve bank of India)ની મોનેટરી પૉલિસી મીટમાં તમામ પૉલિસી રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. આરબીઆઈ તરફથી સતત 10મી વખત પૉલિસી રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
શા માટે વધ્યો જથ્થાબંધ ફુગાવો?
સરકારે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે, ફેબ્રુઆરીમાં 2022 દરમિયાન ફુગાવામાં વધારાનું કારણ મિનરલ ઓઇલ્સ, બેઝિક મેટલ, કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટ્સ, ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, ફૂડ આર્ટિકલ્સ, નોન ફૂટ આર્ટિકલ્સ વગેરેના ભાવમાં થયેલા વધારો છે."
અન્ય દરો
બીજી તરફ ફૂડ આર્ટિકલ્સ બાસ્કેટનો દર ફેબ્રુઆરીમાં 8.19 ટકા રહ્યો છે. ગત મહિને આ દર 10.33 ટકા હતો. વેજિટેબલ પ્રાઇસિસ ઇન્ડેક્સ 26.93 ટકા રહ્યો છે. જે અગાઉના મહિને 38.45 ટકા અને ડિસેમ્બરમાં 31.56 ટકા હતો.
ડુંગળની જથ્થાબંધ કિંમત 26.37 ટકા ઘટી છે. જ્યારે બટાકાની કિંમત 14.78 ટકા વધી છે. ગત મહિને કિંમત 14.45 ટકા હતી. ઇંડા, માંસ અને માછલીની કિંમત 8.14 ટકા વધી છે. ઘઉંની કિંમતમાં 11.03 ટકાનો વધારો થયો છે.
પૉલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India)એ 8મી ડિસેમ્બરના રોજ પૉલિસી રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ પૉલિસી રેટ પહેલાની જેમ (Repo rate) 4% સ્થિર રાખ્યો હતો.જાણકારો પહેલા જ અનુમાન લગાવી રહ્યા હતા કે RBI ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das) ગત વખતની જેમ આ વખતે પણ પૉલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. આરબીઆઈએ છેલ્લે 22 મે, 2020ના રોજ પૉલિસી રેટમાં ફેરફાર કર્યો હતો. જે બાદથી પૉલિસી રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% યથાવત રાખ્યા હતા. મૉનિટરી પૉલિસી કમિટીના છ સભ્યોમાંથી પાંચ સભ્યો પૉલિસી રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાના પક્ષમાં હતાં. શક્તિકાંત દાસે જણાવ્યું કે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ પહેલાની જેમ 4.25% છે.
રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બેન્કોને લોન આપે તે વ્યાજનો દર. આ દર ઘટે તો બેન્કોને ફાયદો થાય કારણ કે તેમણે આરબીઆઈને ઓછું વ્યાજ ચૂકવવું પડે. જો આ દર વધે તો બેન્કોએ આરબીઆઈને વ્યાજનો ઊંચો દર ચૂકવવો પડે.
અસર: રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે. EMIના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જો રેપો રેટ ઘટે તો બેન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેન્ક પર આધારિત હોય છે.
રિવર્સ રેપો રેટ એટલે વ્યાજનો એ દર જે આરબીઆઈ બેન્કો પાસેથી વ્યાજે પૈસા લે અને તેમને વ્યાજનો જે દર ચુકવે તે. સામાન્ય સંજોગોમાં આરબીઆઈ દેશમાં નાણાના પુરવઠાની સપ્લાયને કંટ્રોલ કરવા માટે રિવર્સ રેપો રેટનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.
અસર: રિવર્સ રેપો રેટ વધે તો બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં વધારો થાય ત્યારે કોમર્શિયલ બેન્કોને આરબીઆઈ તરફથી વધારે વ્યાજ મળે. આ સ્થિતિમાં પણ બેન્કો પોતાના નાણા આરબીઆઈને ધીરે અને બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર