Home /News /business /સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત! મોંઘવારી 19 મહિનાના તળિયે; જથ્થાબંધ ફુગાવો ઘટીને 8.39 ટકા થયો

સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત! મોંઘવારી 19 મહિનાના તળિયે; જથ્થાબંધ ફુગાવો ઘટીને 8.39 ટકા થયો

સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત! જથ્થાબંધ ફુગાવો ઘટીને 8.39 ટકા થયો, મોંઘવારી 19 મહિનાના તળિયે

Wholesale Price Index: જેની સામાન્ય માણસો ઘણા સમયથી રાહ જોતા હતા તે બળબળતી મોંઘવારીમાં આખરે રાહત મળી છે. ઓક્ટોબર મહિનામાં ખાણી-પીણીનીનો મોંઘવારી દર 8.08 ટકાથી ઘટીને 6.48 ટકા આવી ગયો હતો. તો જથ્થાબંધ મોંઘવારી પણ 19 મહિનાના નીચલા સ્તરે આવી ગઈ હતી.

વધુ જુઓ ...
    સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (CSO)એ ઓક્ટોબર મહિનાના જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ જથ્થાબંધ ફુગાવો (WPI) ઓક્ટોબરમાં 8.39 ટકા રહ્યો છે. ફુગાવો 8.44 ટકા રહેવાનું અનુમાન હતું. માસિક ધોરણે જથ્થાબંધ મોંઘવારી દર 10.70 ટકાથી ઘટીને 8.39 ટકા પર આવી ગયો છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવો પણ ઓક્ટોબરમાં 8.08 ટકાથી ઘટીને 6.48 ટકા થયો છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર છેલ્લા 19 મહિનાના સૌથી નીચલા સ્તર પર આવી ગયો છે. માર્ચ 2021 પછી પ્રથમ વખત જથ્થાબંધ ફુગાવો સિંગલ ડિજિટમાં રહ્યો છે.

    બીજી તરફ કોર મોંઘવારીમાં પણ જબ્બર કડાકો બોલી ગયો છે. ઓક્ટોબરમાં કોર મોંઘવારી 7%થી ઘટીને 4.6% રહી ગઈ છે, તે ડિસેમ્બર 2020 બાદ સૌથી નીચલા સ્તર પર છે.

    આ પણ વાંચોઃ શેરબજારમાં છે તગડી કમાણી માટે 35 સ્માર્ટ બીટા ફંડ્સ, પણ તમારા માટે ક્યું પરફેક્ટ? આ રીતે અલગ તારવો

    ઇંધણ, વીજળી અને શાકભાજીના ભાવ ઘટ્યા


    ઈંધણના ભાવમાં નરમાશ બાદ હોલસેલ મોંઘવારી દરમાં આટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ફુગાવામાં ઘટાડો મુખ્યત્વે ખનિજ તેલ, બેઝિક મેટલ, ફેબ્રિકેટેડ મેટલ ઉત્પાદનો, કાપડ, અન્ય નોન મેટાલિક મિનરલ ઉત્પાદનોના ભાવમાં ઘટાડાને કારણે આવ્યો છે. પ્રાથમિક વસ્તુઓનો મોંઘવારી દર 11.73 ટકાથી ઘટીને 11.04 ટકા પર આવી ગયો છે. જ્યારે ખાદ્ય ઉત્પાદનોનો ફુગાવાનો દર ગયા વર્ષે ઓક્ટોબરમાં 0.06 ટકાથી વધીને ઓક્ટોબર 2022માં 8.33 ટકા થયો છે. શાકભાજીમાં હોલસેલ ફુગાવો 39.66 ટકાથી ઘટીને 17.61 ટકા થયો છે. આ ઉપરાંત બટાકાનો હોલસેલ ફુગાવો પણ સપ્ટેમ્બરમાં 49.79 ટકાથી ઘટીને 44.97 ટકા પર આવી ગયો છે. જો કે, ઓક્ટોબરમાં ઇંડા, માંસનો જથ્થાબંધ ફુગાવાનો દર 3.63 ટકાથી વધીને 3,97 ટકા થયો છે.

    બીજી તરફ ઓક્ટોબર મહિનામાં ઇંધણ અને વીજળીનો જથ્થાબંધ ફુગાવાનો દર 32.61 ટકાથી ઘટીને 23.17 ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો હોલસેલ મોંઘવારી દર ઘટીને 4.42 ટકા પર આવી ગયો છે. સપ્ટેમ્બરમાં આ આંકડો 6.34% પર હતો.


    જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો શા માટે થયો?


    આ બાબતે સરકારનું કહેવું છે કે, ઓક્ટોબરમાં ખનિજો, તેલ, બેઝ મેટલ, મેટલ પ્રોડક્ટ્સ, મશીનરી અને ઇક્વિપમેન્ટ્સ, ટેક્સટાઇલ્સના ભાવમાં ઘટાડાને કારણે જથ્થાબંધ ફુગાવામાં આટલો મોટો ઘટાડો થયો છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Inflation, Retail inflation

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन