Home /News /business /ઝુનઝુનવાલાના મૃત્યુ બાદ હવે કોણ બનશે ભારતીય શેર બજારના ‘બિગ બુલ’?
ઝુનઝુનવાલાના મૃત્યુ બાદ હવે કોણ બનશે ભારતીય શેર બજારના ‘બિગ બુલ’?
બજારને બિગ બુલની ખામી તો સાલી જ રહી છે, તો હવે નેક્સ્ટ બિગ બુલ કોણ હશે?
Who will be next Big bull: રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુ પછી ભારતીય શેર બજાર જાણે એક શાંત થઈ ગયું છે. ભારતની ગ્રોથ સ્ટોરી પર તેમને સૌથી વધુ વિસ્વાસ હતો. હવે ભારત માટે આવે બિગ બુલ કોણ બનશે જેમના ફેન ખુદ પીએમ મોદી પણ હતા.
મુંબઈઃ રાકેશ ઝુનઝુનવાલાના અવસાન (Rakesh Jhunjhunwala Death) બાદથી ભારતીય શેર બજાર (Indian Stock Market) શાંત થઇ ગયું છે. હવે એવું કોઇ જ લાગતું નથી, જે તેમની આ ફિલ્ડમાં જગ્યા લઇ શકે. લોકો તેમને બિગ બુલ (Big Bull) તો ક્યારેક ઇન્ડિયાના વારેન બફેટ કહેતા હતા. ભારતની ગ્રોથ સ્ટોરી (Indian Growth Story) પર તેમને સૌથી વધુ વિશ્વાસ હતો. ઇન્ડિયન સ્ટોક માર્કેટના ફ્યૂચરને લઇને તેઓ હંમેશા ઉત્સાહિત રહેતા હતા. માર્કેટમાં ભલે ગમે તેટલી ઉથલપાથલ સર્જાય પણ ઝુનઝુનવાલાનો ઉત્સાહ હંમેશા એક સરખો જ રહેતો હતો. શેર બજારમાં રોકાણ કરીને અસંખ્ય લોકોએ સારી એવી કમાણી કરી છે. પરંતુ જે જગ્યા ઝુનઝુનવાલાની હતી તેવી હજુ સુધી કોઇની નથી. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં પર્યાય બની ગયા હતા. એટલું જ નહીં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) પણ ઇન્ડિયન ગ્રોથ સ્ટોરીમાં ઝુનઝુનવાલાના વિશ્વાસના ફેન હતા.
જાણીતા રોકાણકાર વિજય કેડિયા કહ છે કે, રાકેશ ઝુનઝુનવાલા અને અન્ય બુલ વચ્ચે ખૂબ મોટો તફાવત છે. એક જમાનામાં હર્ષદ મહેતાને બિગ બુલ કહેવામાં આવતા હતા. પરંતુ તેમની છબી ખરડાતા અને અનેક આરોપો લાગતા તેઓ આ પોઝીશન જાળવી શક્યા નહીં.
બજારના મોટાભાગના એક્સપર્ટનું કહેવું છે કે આજે ઇન્ડિયનન માર્કેટમાં રાકેશ ઝુનઝુનવાલાની જગ્યા લઇ શકે તેવું કોઇ જણાતું નથી. RPG Groupના ચેરમેન હર્ષ ગોયંકાએ ઇકોનોમિક ટાઇમ્સમાં રાકેશ ઝુનઝુનવાલા વિશે એક આર્ટિકલ લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું ઇન્ડિયન ગ્રોથ સ્ટોરી પર રાકેશ ઝુનઝુનવાલાને કેટલો વિશ્વાસ હતો.
ગોયંકાએ લખ્યું છે કે, તેઓ સવારના સૂર્ય જેવા હતા. હંમેશા તેઓ ઉત્સાહિત રહેતા હતા. જે રીતે સૂરજની ચમક સમય જતા વધે છે, તેમ ઝુનઝુનવાલાનો ઉત્સાહ વધતો જતો હતો. રાકેશ ઝુનઝુનવાલા ગોયંકા પાડોશી હતા.
કોટક મહિન્દ્રા બેંકના પ્રમુખ ઉદય કોટકે જણાવ્યું કે, રાકેશ ઝુનઝુનવાલાની ફાઇનાનન્સિયલ માર્કેટની સમજ ખૂબ જ સારી હતી. જ્યારે અન્ય એક્સપર્ટ્સ ઇન્ડિયન માર્કેટને મોંઘુ કહેતા હતા, ત્યારે પણ રાકેશ ઝુનઝુનવાલા માનતા હતા કે ઇન્ડિયન માર્કેટ અંડરવેલ્યૂ છે.
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિઝના એમડી મોતીલાલ ઓસવાલ માને છે કે, ઝુનઝુનવાલા સૌથી મોટા બુલ હતા. ઇન્ડિયન સ્ટોક માર્કેટને ઉંચાઇ પર લાવવામાં તેમનું યોગદાન સૌથી મહત્વનું હતું. તેમને જોઇને તેમનાથી પ્રેરિત થઇને લાખો લોકોએ શેરોમાં પૈસા લગાવવાનું શરૂ કર્યુ હતું. ઓસવાલ જણાવે છે કે રાકેશ જ્યારે પણ મળતા તો હું તેમને પૂછતો હતો કે શું લાગે છે. તેમનો એક જ જવાબ રહેતો – તેજી, તેજી તેજી.
રાકેશ ઝુનઝુનવાલાને બિગ બુલ કહેવાની કહેવાના અનેક કારણો છે. તેમના પોર્ટફોલિયામાં રહેલા અનેક શેરોએ અચંબિત કરનારું રીટર્ન આપ્યું હતું. ટાઇટનના શેર તેમણે 40 રૂપિયાના ભાવ પર 2003માં ખરીદ્યા હતા. આજે તે શેરની કિંમત 2500 રૂપિયા છે. બિગ બુલને તે અગાઉથી જ ખબર હતી કે ઇન્ડિયા કઇ દિશામાં જશે. તેઓ તે જ રીતે રોકાણ માટે શેરોની પસંદગી કરતા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર