Home /News /business /

આ બિઝનેસ કે કૌભાંડ? ખેડૂત પાસેથી રૂ. 1માં ખરીદેલી ડુંગળીના ભાવ 5 મહિનામાં જ 80 રૂપિયા કેવી રીતે થયા?

આ બિઝનેસ કે કૌભાંડ? ખેડૂત પાસેથી રૂ. 1માં ખરીદેલી ડુંગળીના ભાવ 5 મહિનામાં જ 80 રૂપિયા કેવી રીતે થયા?

પ્રતિકાત્મક તસવીર

  નવી દિલ્હી: શું તમે કોઈ એવા બિઝનેસને જાણો છો, જેમાં એક રૂપિયો ઈન્વેસ્ટ કરવા પર પાંચ મહિનામાં 80 રૂપિયાનું રિટર્ન મળે છે? નથી જાણતા તો અમે તમને જણાવીએ. આ સમયે તમે જે ડુંગળી 70-80 રૂપિયા કિલોના ભાવે ખરીદી રહ્યા છો, તેના ભાવ 5 મહિના પહેલા 19 મેના રોજ માત્ર 1 રૂપિયા કિલો હતા. તેલંગાણામાં તેનાથી પણ માત્ર 59 પૈસા ભાવ હતો. જ્યારે ખેડૂત પોતાનો પાક વેચી રહ્યા હતા તો માર્કેટમાં ભાવ ન હતા. હવે વ્યાપારીઓ વેચી રહ્યા છે તો ભાવ આસમાને પહોંચી ગયા છે. આખરે દર વર્ષે આ ચમત્કાર કેવી રીતે થાય છે? આખરે આની પાછલ કોણ જવાબદાર છે? ખેડૂતોના હક અને પ્રજાના ખીસ્સા પર દરોડા કોણ પાડી રહ્યું છે?

  ઉલ્લેખનીય છે કે, મોંઘવારી વધારવામાં ટામેટા, ડુંગળી અને બટાકાનું મોટું યોગદાન હોય છે. આ ટોપના શાકભાજીનું કેટલું મોટું રેકેટ છે કે, તેના ગમે ત્યારે ભાવ વધી જાય છે, અને તમે વિચારો છો કે આના જવાબદાર ખેડૂત છે. મોંઘવારી વધારવા માટે ખેડૂત ક્યારે પણ જવાબદાર નથી હોતો. ભાવ તો એ લોકો વધારે છે અને ઉતારે છે જેમની પાસે મોટા પૈસા અને મોટા-મોટા ગોડાઉનો છે. જેથી નોકરશાહ અને કેટલાક નેતા ખેડૂતોના પાક માટે ભંડારણની પર્યાપ્ત વ્યવસ્થા નથી થવા દેતા.

  રાષ્ટ્રીય ખેડૂત સંઘના ફાઉન્ડર મેમ્બર બીકે આનંદ કહે છે કે, ખેડૂતોને શાકભાજીના જે ભાવ મળે છે, અને તેમાં અને ગ્રાહકોને મળતા ભાવમાં પાંચથી આઠ ઘણું વધારે અંતર હોય છે. ડપંગળીના ભાવ વધવાનો સિલસિલો આપણે દર વર્ષે જોઈએ જ છીએ. જેથી વ્યાપારી સમૃદ્ધ છે અને ખેડૂતો પરેશાન છે. પૈસા તો વચેટીયા અને જમાકોરી કરનારા કમાય છે. કોઈ પણ સરકાર આની પર પ્રતિબંધ નથી લગાવી શકી.

  ઉલ્લેખનીય છે કે, ભાવ વધારવાવાળા એવા લોકો છે, જેમને વ્યવસ્થાનું સંરક્ષણ મળે છે. જેથી કોઈ તેમની પર કાર્યવાહી નથી કરી શકતું. જો શહેરમાં તમને કોઈ કૃષિ ઉત્પાદન મોંઘુ મળી રહ્યું છે તો તેનો એ મતલબ ક્યારેય નથી હોતો કે, ખેડૂતો કમાણી કરી રહ્યા છે. પરંતુ, તેનો મતલબ એ છે કે, ભંડારણ અને સપ્લાય ચેનની ગડબડીના કારણે વચોટીયાઓ અઢળક કમાણી કરી રહ્યા છે.

  16 વર્ષીય સ્ટૂડન્ટે સ્કૂલ પ્રોજેક્ટને બનાવ્યો બિઝનેસ, હવે આ પ્રકારે પરિવાર કરશે મોટી કમાણી

  16 વર્ષીય સ્ટૂડન્ટે સ્કૂલ પ્રોજેક્ટને બનાવ્યો બિઝનેસ, હવે આ પ્રકારે પરિવાર કરશે મોટી કમાણી

  પાંચ મહિના પહેલા અલગ-અલગ શાકમાર્કેટોના ભાવ

  - તેલંગણાનું સદાશિવ શાકમાર્કેટમાં 19મેના રોજ ડુંગળીનો ન્યુનત્તમ ભાવ 59 પૈસા પ્રતિ કિલો હતો.

  - મહારાષ્ટ્રના લોણંદ શાકમાર્કેટમાં 19મેના રોજ તેનો ન્યુનત્તમ ભાવ 1 રૂપિયા અને વધારેમાં વદારે 6.51 પાસા કિલો હતો

  - મહારાષ્ટ્રના ધુલા શાકમાર્કેટમાં 5 મેના રોજ લાલ ડુંગળીનો ભાવ 150 રૂપિયા ક્વિન્ટલ હતો.

  - મહારાષ્ટ્રના નાસીક શાકમાર્કેટમાં 12 મેના રોજ ડુંગળીનો ન્યુનત્તમ ભાવ 350 અને 14મેના રોજ 351 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.

  કેવી રીતે વધે છે ભાવ

  દેશમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. આ એક એવો પાક છે જેની ખુબ જમાખોરી થાય છે. ડુંગળીના વ્યાપારી ખેડૂતો પાસેથી વધારેમાં વધારે 10-12 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખેતરનો સોદો કરે છે. તે લોકો કેટલીક વખત ખેડૂતોને જ સાચવવાની પણ જવાબદારી સોંપતા હોય છે. ત્યારબાદ નાસિકથી લઈ દિલ્હી સુધી નાના-નાના શહેરોમાં તેની જમાખોરી કરીને ભાવ વધારી દે છે.

  ખેડૂતે પાક તૈયાર થતા જ વેચવો પડે છે. કેમ કે, જે લોન કે દેવું કરી પાક ઉગાડ્યો હોય તે પાછા આપવાની ચિંતા રહે છે. જેથી માંગ અને આપૂર્તિના અંતરનો અસલી ફાયદો વ્યાપારી ઉઠાવે છે.

  હવે રેલવે ઘરેથી સામાન લઈ જશે અને છોડી પણ જશે, જાણો - રેલવેની નવી શાનદાર સર્વિસ વિશે

  હવે રેલવે ઘરેથી સામાન લઈ જશે અને છોડી પણ જશે, જાણો - રેલવેની નવી શાનદાર સર્વિસ વિશે

  વરસાદને દોષ ના આપો કેમ કે...

  કૃષિ અર્થશાસ્ત્રી દેવિંદર શર્માનું કહેવું છે કે, ડુંગળીની મોંઘવારી માટે વરસાદ પર બ્લેમ કરવાનું રૂટિન બની ગયું છે. મહારાષ્ટ્રની લાસલગામ શાકમાર્કેટમાં ડુંગળીની આવક સપ્ટેમ્બરના મહિનામાં 38 ટકા વદારે હતી. પૂરા મહારાષ્ટ્રમાં આ લગબગ 57 ટકા વધારે હતી. ત્યારબાદ પણ ભાવ વધવાનો કોઈ મતલબ નથી. ઉલ્લેખનીય છે કે, ડુંગળીના ભાવ કાળાબજારીથી વધે છે. તેનું મોટું રેકેટ દર વર્ષે વરસાદનું બહાનું બતાવી વધી જાય છે. વર્ષોથી આ પેટર્ન ચાલી રહી છે.

  બીજુ કારણ એ છે કે, સરકારે ખુદ જ એસેન્શિયલ કમોડિટી એક્ટમાં સંશોધન કરી કાળાબજારી કરનાર લોકોને કાયદાકીય અધિકાર આપી દીધો છે. એવામાં ભાવ વધે નહીં તો શું થાય. જ્યારે ભાવ આસમાને પહોંચી ગયા બાદમાં સરકારે આખરે ડુંગળી રાખવાની લિમિટ નક્કી કરી. આ કામ પહેલા જ કરવાની જરીર હતી. ટ્રેડને રેગ્યુલેટ કરવું જરૂરી છે. આજ પરિસ્થિતિ બટાકાની પણ છે. ગોડાઉનો ભરેલા છે અને ભાવ વધી રહ્યા છે.

  1 નવેમ્બરથી LPG સિલિન્ડર હોમ ડિલેવરીની બદલાઈ જશે પુરી સિસ્ટમ, જાણો - કેવી રીતે મળશે બોટલ

  1 નવેમ્બરથી LPG સિલિન્ડર હોમ ડિલેવરીની બદલાઈ જશે પુરી સિસ્ટમ, જાણો - કેવી રીતે મળશે બોટલ

  સરકારે શું કર્યું?

  ડુંગળીના ભાવ કન્ટ્રોલમાં લાવવા માટે કેન્દ્ર સરકારે રિટેલ અને જથ્થાબંધ વ્યાપારીઓ પર 31 ડિસેમ્બર સુધી માટે સ્ટોક સીમા લાગુ કરી. રિટેલ વ્યાપારી માત્ર બે ટન સુધીનો ડુંગળીનો સ્ટોક રાખી શકે છે, જ્યારે જથ્થાબંધ વ્યાપારી 25 ટન સુધી રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

  ભારતમાં ડુંગળીનું ઉત્પાદન

  ભારતમાં ડુંગળીનું કુલ ઉત્પાદન 2 કરોડ 25 લાખથી 2 કરોડ 50 લાખ મેટ્રિક ટન વાર્ષિક વચ્ચે છે. દેશમાં દર વર્ષે લગભગ 1.5 કરોડ મેટ્રિક ટન ડુંગળી વેચવામાં આવે છે. લગભગ 10થી 20 લાખ મેટ્રિક ટન ડુંગળી સ્ટોરેજ દરમિયાન ખરાબ થઈ જાય છે. 2019માં તો 32 હજાર મેટ્રિક ટન ડુંગળી સડી ગઈ હતી. એવરેજ 35 લાખ મેટ્રિક ટન ડુંગળી એક્સપોર્ટ કરવામાં આવે છે.

  નેશનલ હર્ટિકલ્ચર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના આંકડા અનુસાર, વર્ષ 2018-19માં 2 કરોડ, 28 લાખ, 19 હજાર મેટ્રિક ટન ડુંગળી પેદા થઈ. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, બિહાર, ગુજરાત અને રાજસ્થાન તેના મોટા ઉત્પાદક પ્રદેશ છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Onion Price

  આગામી સમાચાર