Home /News /business /

ફાલ્ગુની નાયર: 50 વર્ષની ઉંમરે શરૂ કરી Nykaa, આજે ભારતની સૌથી અમીર સેલ્ફ-મેડ મહિલા અબજોપતિ

ફાલ્ગુની નાયર: 50 વર્ષની ઉંમરે શરૂ કરી Nykaa, આજે ભારતની સૌથી અમીર સેલ્ફ-મેડ મહિલા અબજોપતિ

ફાલ્ગુની નાયર

Falguni Nayar: Nykaaનો શેર બુધવારે ઇશ્યૂ પ્રાઈસથી 79% પ્રીમિયમ સાથે શેર બજારમાં લિસ્ટ (Nyka Shares Listing) થયો હતો. આ સાથે જ કંપનીની માર્કેટ વેલ્યૂ 1 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ હતી.

  મુંબઈ: દલાલ સ્ટ્રીટ પર આજે બુધવારે (10 નવેમ્બર 2021) ધમાકેદાર એન્ટ્રી કરનાર નાયકા કંપની (Nykaa IPO) દેશની એકમાત્ર એવી યૂનિકૉર્ન કંપની છે, જેનું સંચાલન એક મહિલા કરી રહી છે. યૂનિકૉર્ન એને કહેવામાં આવે છે જેની માર્કેટ વેલ્યૂ 1 અબજ ડૉલરથી વધારે હોય. Nykaaનો શેર બુધવારે ઇશ્યૂ પ્રાઈસથી 79% પ્રીમિયમ સાથે શેર બજારમાં લિસ્ટ (Nyka Shares Listing) થયો હતો. આ સાથે જ કંપનીની માર્કેટ વેલ્યૂ 1 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ હતી. એટલું જ નહીં, નાયકાની સીઈઓ અને સ્થાપક ફાલ્ગુની નાયર (Falguni Nayar)ની નેટવર્થ પણ ઊંચાઈ પર પહોંચી ગઈ હતી. આ સાથે જ 58 વર્ષીય ફાલ્ગુની નાયર નાયર હવે ભારતની સૌથી અમીર સેલ્ફ-મેડ મહિલા અબજોપતિ બની ગઈ છે.

  2012માં Nykaa શરૂ કરી

  AFPના રિપોર્ટ પ્રમાણે ફાલ્ગુની નાયર હવે દુનિયાના સૌથી અમીર લોકોમાંની એક છે. વર્ષ 2012માં Nykaaની સ્થાપના કર્યાં બાદ ફાલ્ગુની નાયર હવે બ્લૂમબર્ગના ઇન્ડિયા બિલેનિયર્સ ઇન્ડેક્શમાં સામેલ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં નાયર ઉપરાંત ફક્ત છ અન્ય મહિલા અબજોપતિ સામેલ છે.

  6.5 અબજ ડૉલરની માલકણ

  નેશનલ સ્ટૉક એક્સેન્જ પર કંપનીના શેરના લિસ્ટિંગ પહેલા ફાલ્ગુનીએ જણાવ્યું હતું કે, "મેં 50 વર્ષની ઉંમરે નાયકાની શરૂઆત કરી હતી. એ વખતે મને બિઝનેસને લઈને કોઈ અનુભવ ન હતો. મને આશા છે કે Nykaaની સફર તમારામાંથી દરેકને પોતાના જીવનમાં નાયક બનાવવા માટે પ્રેરણા આપી શકે છે.

  બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે ફાલ્ગુની નાયર પાસે Nykaaના આશરે 50% શેર છે, જેની હાલ કિંમત 6.5 અબજ ડૉલર છે. નાયકાના શેર બુધવારે શાનદાર લિસ્ટિંગ બાદ ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.

  નાયકાના શેરની ધમાકેદાર એન્ટ્રી

  BSE પર નાયકાનો શેર ઇશ્યૂ કિંમતથી 77.87% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. એ પ્રમાણે રોકાણકારને એક શેર પર 876 રૂપિયાનો લાભ થયો હતો. NSE પર નાયકાનો શેર 79.38% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. એ પ્રમાણે રોકાણકારોને એક શેર પર 893 રૂપિયાનો ફાયદો થયો હતો. આ સાથે જ નાયકાની પેરેન્ટ કંપની FSN ઈ-કૉમર્સ ભારતીય શેર બજારમાં એન્ટ્રી કરનારી ભારતની પ્રથમ મહિલા નેતૃત્વવાળી યૂનિકૉર્ન કંપની બની ગઈ છે.

  આ પણ વાંચો: નાયકાના શેરનું બમ્પર લિસ્ટિંગ: રોકાણકારોએ હવે શું કરવું? શેર વેચી દેવા કે રોકાણ જાળવી રાખવું? 

  50 વર્ષની ઉંમરે શરૂ કરી કંપની

  ફાલ્ગુની નાયરને 2012માં Nykaa શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. આ સમયે તેમને ઉંમર 50 વર્ષ આસપાસ હતી. Nykaa કંપની શરૂ કરવા પાછળનો ઉદેશ્ય ભારતમાં મહિલાઓ અને પુરુષોને ઑનલાઈન સૌંદર્ય પ્રસાધનો પૂરા પાડવાનો હતો. એ સમયે મોટાભાગના ભારતીયો સૌંદર્ય પ્રસાધન સામગ્રી ખરીદવા માટે નાની નાની દુકાનો પર નિર્ભર હતા.

  નફો કરતી કંપની

  ઑફર ફૉર સેલ હેઠળ સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ અને અમુક શેરહોલ્ડર્સ પોતાનો હિસ્સો વેચશે. ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની આવક વધીને 2,441 કરોડ રૂપિયા પર પહોંચી હતી. કંપનીએ 61.9 કરોડ રૂપિયાનો પ્રૉફિટ કર્યો હતો.

  આ પણ વાંચો: નાયકાનો IPO લાગ્યો તે રોકાણકારો થયા માલામાલ, જાણો શેર BSE અને NSE પર કેટલા પ્રીમિયમ પર થયો લિસ્ટ 

  કંપનીના 80 સ્ટોર

  નાયકાની સ્થાપના 2012માં પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરે (Nykaa founder Falguni Nayar) કરી છે. કંપની બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરે છે. કંપની ઑનલાઇન ઉપરાંત રિટેલ આઉટલેટના માધ્યમથી પણ વસ્તુઓનું વેચાણ કરે છે. તેના રોકાણકારોમાં TPG and Fidelity જેવા મોટા રોકાણકાર સામેલ છે. નાયકાના પોર્ટફોલિયોમાં 4,000થી વધારે બ્રાન્ડ સામેલ છે. જેમાં Bobbi Brown,LOccitane અને Estee Lauder જેવા મોટા નામ પણ સામેલ છે. દેશમાં કંપનીના 80 જેટલા સ્ટોર છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, IPO, NyKaa

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन