Home /News /business /ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય કોણ નક્કી કરે છે, શું ક્યારેય ડોલર અને ભારતીય રૂપિયો સમાન હતા?
ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય કોણ નક્કી કરે છે, શું ક્યારેય ડોલર અને ભારતીય રૂપિયો સમાન હતા?
અમરેકી ડોલરના પ્રમાણે ભારતીય રૂપિયો આ દિવસોમાં ન્યૂનતમ સ્તર પર છે.
Exchange rate: આઝાદી પહેલા સુધી ભારતીય રૂપિયો બ્રિટિશ પાઉન્ડની સાથે પેગ્ડ હતો. ત્યારે પાઉન્ડનું મૂલ્ય 13 રૂપિયા હતું. 1 પાઉન્ડનું મૂલ્ય 2.73 ડોલરની બરાબર હતું. આ રીતે જોવામાં આવે તો, 1947માં 1 ડોલર બરાબર 4.76 રૂપિયા હતા. આઝાદી પછી સતત રૂપિયાનાં મૂલ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ અમરેકી ડોલરના પ્રમાણે ભારતીય રૂપિયો આ દિવસોમાં ન્યૂનતમ સ્તર પર છે. હાલ તો 1 ડોલર બરાબર 82.367 રૂપિયા છે. શુક્રવારે આ 0.24 ટકાના વધારા સાથે બંધ થયો છે. કોઈ ચલણ અન્ય દેશના ચલણ પ્રમાણે કેટલું મજબૂત કે નબળું છે, તે વિનિમય દર દ્વારા ખબર પડે છે. ભારતીય રૂપિયો અને ડોલરની તુલના કરો તો તમે 82.36 રૂપિયા લઈને ડોલરમાં કનવર્ટ કરવા જાઓ છો, તો તમને માત્ર 1 ડોલર જ મળશે. આ જ વિનિમય દર છે.
વિનિમય દર બજારના પરિબળો પર આધારિત
હવે સવાલ તે થાય છે કે, વિનિમય દર કોણ નક્કી કરે છે. સૌથી પહેલો વિચાર આવે છે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, પરંતુ એવુ નથી. વાસ્તવમાં, ભારતીય રૂપિયાનો વિનિમય દર કોઈ એક સંસ્થા નહિ પણ સંગઠન નક્કી કરે છે. માત્ર ડોલર જ નહિ અન્ય વિદેશી ચલણોના પ્રમાણમાં ભારતીય રૂપિયાનો વિનિમય દર ઘણા બજારના પરિબળો દ્વારા નક્કી થાય છે. નોંધનીય બાબત છે કે, 1990 પહેલા તે કામ આરબીઆઈ કરતી હતી. ત્યારે ભારત એક નિશ્ચિત વિનિયમ દરને અનુસરતુ હતું. તે સમયે સ્થાનિક ચલણ અમેરિકી ડોલર અને અન્ય ચલણોના એક બાસ્કેટની સાથે પેગ્ડ હતું. પેગ હોવાનો અર્થ છે, અન્ય ચલણ સામે આપણા ચલણને એક નિશ્ચિત મર્યાદામાં બાંધવામાં આવે અને તેમાં ઘટાડો કે વધારો સમાન શ્રેણીમાં રહેશે. આ સિસ્ટમમાં આરબીઆઈ કે કેન્દ્ર સરકાર તેમના ચલણનો વિનિમય દર નક્કી કરે છે.
જ્યારે કોઈ દેશ તેના ચલણને કોઈ અન્ય દેશના ચલણ સાથે જોડે છે ત્યારે, તે તેની આર્થિક પરિસ્થિતિઓના અનુરૂપ સ્વાયત્ત નીતિ બનાવવામાં અસમર્થ થાય છે. આ એક મોટું કારણ રહ્યુ, કે જેના કારણે જૂની વિનિમય દરની સિસ્ટમને બંધ કરી દેવામાં આવી. આ ઉપરાંત 1992માં ભારતીય રૂપિયામાં ભારે ઘટાડો જોવા મળ્યો, જેના કારણે લોકોએ ડોલર ખરીદવાનું શરૂ કર્યુ. આ કારણથી આરબીઆઈ પાસે ડોલર લગભગ ખત્મ થઈ ગયા અને તેના માટે રૂપિયાને પેગ કરવો બહુ જ મુશ્કેલ થઈ ગયું. આ દરમિયાન ધણી આર્થિક ફેરફાર કરવામાં આવ્યા અને ભારતે ફ્લોટિંગ વિનિમય દરને અપનાવી લીધો.
હવે કેવી રીતે નક્કી કરવામાં આવે છે વિનિમય દર?
તેનું સૌથી મોટું પરિબળ માંગ અને પુરવઠો છે. જો કે, તેના ઉપરાંત પણ ઘણા પરિબળો છે. જેમ કે વસ્તુની માંગ વધે છે, તો સ્વાભાવિક રીતે તેનો રેટ પણ વઘવા લાગે છે. આ હાલ ચલણનો પણ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વેપાર માટે ડોલરની માંગ જેટલી વધે છે. તેનું મૂલ્ય પણ એટલું જ ઉપર જાય છે. આને ફ્લોટિંગ વિનિમય દર કહે છે. રૂપિયાના સંદર્ભમાં તેને સમજી શકાય છે. ભારત અત્યારે જેટલા મૂલ્યનો સામાન યૂએસમાં નિકાસ કરે છે, તેનાથી વધારે આયાત કરે છે. વેપારીઓને યૂએસનો સામાન ખરીદવા માટે ડોલરમાં ચૂકવણી કરવી પડે છે અને તેઓ રૂપિયાથી ડોલર ખરીદે છે. જેનાથી ડોલરની માંગ વધે છે અને સાથે જ તેનું મૂલ્ય પણ વધે છેય આ ઉપરાંત મોંઘવારી, વ્યાજ દર, ચાલૂ ખાતાની ખાદ્ય, સોનાની આયાત-નિકાસ અને જાહેર દેવું એવા પરિબળો છે જે, વિનિમય દરને પ્રભાવિત કરે છે.
એક જ દેશની બેંકોમાં જુદા-જુદા વિનિમય દર કેમ હોય છે?
તમે જ્યારે કોઈ વિદેશ યાત્રા પર જાઓ છો, તો તમારે ત્યાંના ચલણની જરૂર હોય છે અને તમે ભારતીય રૂપિયો આપીને તેને ખરીદો છો, અહીં બેંક કે કોઈ અન્ય નાણાકીય સંસ્થા તમને વિનિમય દરના અનુસાર અન્ય ચલણ પૂરું પાડે છે. પરંતુ તે એક જ દેશમાં અલગ-અલગ હોય છે. તેની પાછળ બેંકોની પણ જુદી-જુદી નીતિઓ હોય છે. જેના હેઠળ તે ચલણ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નિશ્ચિત ભાવ પર ખરીદવા કે વેચવા માટે સ્વતંત્ર હોય છે. સાથે જ બેંકોના સર્વિસ ચાર્જ પણ જુદા-જુદા હોય છે અને તેનો પ્રભાવ પણ એક્સચેન્જ પછી તમને મળવા વાળી રકમ પર પડે છે.
શું ડોલર અને રૂપિયો ક્યારેય સમાન હતા?
એવું માનવામાં આવે છે કે, 1947માં ભારતના રૂપિયાનું મૂલ્ય અમેરિકી ડોલરના બરાબર હતું. એટલે 1 ડોલર અને 1 રૂપિયો સમાન હતા. જો કે, આઝાદી પહેલા સુધી ભારતીય રૂપિયો બ્રિટિશ પાઉન્ડની સાથે પેગ્ડ હતો. ત્યારે પાઉન્ડનું મૂલ્ય 13 રૂપિયા હતું. 1 પાઉન્ડનું મૂલ્ય 2.73 ડોલરની બરાબર હતું. આ રીતે જોવામાં આવે તો, 1947માં 1 ડોલર બરાબર 4.76 રૂપિયા હતા. આઝાદી પછી સતત રૂપિયાનાં મૂલ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર