Home /News /business /SBI digital savings account: YONO દ્વારા SBIમાં ખાતું ખોલાવવું બન્યું સરળ, અનુસરો બસ આ સરળ રીત
SBI digital savings account: YONO દ્વારા SBIમાં ખાતું ખોલાવવું બન્યું સરળ, અનુસરો બસ આ સરળ રીત
SBI ડિજિટલ એકાઉન્ટ ખોલવાનું સરળ બન્યું, આ રીતે ખોલાવી શકો છો.
SBI Digital Saving Account: ફક્ત એવા લોકો જેઓ ભારતના રહેવાસી છે અને 18 વર્ષથી ઉપરની ઉંમરના છે તેમજ ભારત સિવાય કોઈ અન્ય દેશમાં ટેક્સની જવાબદારી ન હોય તેવા લોકો SBI ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં ખાતું ખોલાવવું હવે સરળ બન્યું છે. SBI ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ઓફર કરે છે, જેમાં તમારે બ્રાંચમાં જવાની પણ જરૂર નહિ રહે. SBI ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ ખોલવા માટે ગ્રાહકોએ કોઈપણ કાગળની કાર્યવાહી કરવાની જરૂર રહેતી નથી. SBIના ગ્રાહકો YONO એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલી શકે છે.
SBIએ ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે, ક્યારેય પણ, ગમે ત્યાં સેવિંગ એકાઉન્ટ ખોલો ! ફક્ત YONO SBI એપ ડાઉનલોડ કરો અને અત્યારે જ શરૂ કરો. SBI સાથે જ ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલવાના ઘણા બધા લાભો છે, જેમ કે સંપૂર્ણપણે પેપરલેસ પ્રક્રિયા, બ્રાંચની મુલાકાત લેવાની જરૂર નહીં, OTP આધારિત વેરિફિકેશન, ઝડપી બેંકિંગ ઍક્સેસ અને KYC માટે માત્ર વીડિયો વેરિફિકેશન.
SBI ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ ખોલવા માટે જરૂરી પાત્રતા :
1. ભારતના રહેવાસીઓ અને ઓછામાં ઓછા 18 વર્ષનો વ્યક્તિ અને ભારત સિવાયના દેશોમાં કોઈ ટેક્સ બાકી ન હોય તેવો વ્યક્તિ જ SBI ડિજિટલ સેવિંગ એકાઉન્ડ ખોલવા માટે પાત્ર છે.
2. એકાઉન્ટ ખોલવા માટે ગ્રાહક પાસે માન્ય PAN અને આધાર નંબર હોવો જરૂરી છે.
3. ગ્રાહકનું ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર તેના નામે નોંધાયેલ હોવા જોઈએ.
4. ડિજિટલ સેવિંગ બેંક એકાઉન્ટ માટે વ્યક્તિએ કોઈપણ SBI શાખાની મુલાકાત લઈને બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા e-KYC પૂર્ણ કરવું પડશે અને બેંક દ્વારા સૂચવવામાં આવેલી KYC પ્રક્રિયાઓ સહિત અન્ય તમામ નિયમોનું પાલન કરવું પડશે.
5. એક સમયે, એક વ્યક્તિ એક જ SBI ડિજિટલ સેવિંગ એકાઉન્ટ રાખી શકશે અને એક મોબાઈલ ફોન નંબર પરથી માત્ર એક જ ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકાશે.
6. ઉપરોક્ત તમામ શરતો પર ખરી ઉતરનાર વ્યક્તિ પોતાના નામે SBI ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલવા અને સંચાલન કરવા માટે પાત્ર છે. એસબીઆઈ ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ જોઈન્ટ એકાઉન્ટ નહીં ખોલાવી શકાય.
1. ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલવા પર અરજદાર દ્વારા સિલેક્ટ કરાયેલ બ્રાંચને હોમ બ્રાન્ચ ગણાશે. 2. SBIની YONO એપ નોમિનેશનની સુવિધા આપે છે. ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ્સ માટે નોમિનેશન ફરજિયાત છે અને માત્ર એક જ નોમિની નોમિનેશન માટે પાત્ર છે. 3. હોમ બ્રાન્ચમાં લેખિત અરજી કરીને ડિજિટલ સેવિંગ એકાઉન્ટ બંધ કરી શકાય છે. 4. ચેકબુક માટેના ચાર્જિસ સામાન્ય સેવિંગ એકાઉન્ટના ચાર્જ સમાન હશે. 5. ક્લાસિક ડેબિટ કાર્ડ ઈશ્યુ કરાશે અને વાર્ષિક ચાર્જ પણ સામાન્ય હશે. 6. પાસબુક નહિ આપવામાં આવે. ઑડિયો અને વિડિયો કન્ટેન્ટ સાથેનું સ્ટેટમેન્ટ ગ્રાહકને ઈમેલ કરવામાં આવશે. 7. મન્થલી ઈલેક્ટ્રોનિક સ્ટેટમેન્ટ આપવામાં આવશે. 8. ડિજિટલ એકાઉન્ટમાં પણ સ્ટાન્ડર્ડ સેવિંગ્સ બેંક એકાઉન્ટ સમાન ન્યૂનતમ રકમ રાખવી આવશ્યક છે. 9. SBIના ડિજિટલ બચત ખાતા ધારક બેંક શાખાની મુલાકાત લઈને ડિજિટલ બચત ખાતાને સ્ટાન્ડર્ડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ જ ખાતામાં અન્ય કોઈનું નામ જોઇન્ટમાં લાવી શકશે.
જો તમે નવા ગ્રાહક હોવ તો SBI ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ કેવી રીતે ખોલવું ?
1. SBI YONO એપ ખોલો અને Account Opening સેક્શનમાં જાઓ. 2. હવે ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ પસંદ કરો અને ‘Apply Now’ પર ક્લિક કરો. 3. ઇ-કેવાયસી (બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન) વિકલ્પનો ઉપયોગ કરીને ' Open with Aadhaar using e-KYC’ સિલેક્ટ કરો અને આગામી પેજ પર તમારો મોબાઇલ નંબર અને ઇમેઇલ ID દાખલ કરો. 4. OTP વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ કરો અને તમારો PAN નંબર દાખલ કરીને ડિકલેરેશન સ્વીકારો. 5. હવે તમારી પર્સનલ વિગતો દાખલ કરો અને તમારી સેલ્ફી લો. 6. તમારી વાર્ષિક આવકની વિગતો અને શૈક્ષણિક વિગતો દાખલ કરો. ધર્મ, વૈવાહિક સ્થિતિ પસંદ કરો. તમારા પિતા અને માતાની વિગતો દાખલ કરો. વ્યવસાયનો પ્રકાર પસંદ કરો અને નોમિનીની વિગતો દાખલ કરો. 7. હવે તમારા ડિજિટલ બચત ખાતા માટે તમને જોઈતી સેવાઓ પસંદ કરો અને પછી તમારા કાર્ડનો પ્રકાર પસંદ કરો. 8. નિયમો અને શરતો સ્વીકારો, OTP વેરિફિકેશન પૂર્ણ કરો અને આ સાથે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર