કોણ છે સુમન કુમાર જેમણે વિજય માલ્યાને ધૂળ ચટાડી? ભારતને અપાવી મોટી સફળતા

News18 Gujarati
Updated: May 15, 2020, 2:32 PM IST
કોણ છે સુમન કુમાર જેમણે વિજય માલ્યાને ધૂળ ચટાડી? ભારતને અપાવી મોટી સફળતા
ભાગેડુ વિજય માલ્યાની વિરુદ્ધ મની લોન્રિંા ગ કેસમાં સીબીઆઈ અધિકારી સુમન કુમારની શું ભૂમિકા હતી?

ભાગેડુ વિજય માલ્યાની વિરુદ્ધ મની લોન્રિંા ગ કેસમાં સીબીઆઈ અધિકારી સુમન કુમારની શું ભૂમિકા હતી?

  • Share this:
નવી દિલ્હીઃ મની લોન્ડ્રિંગ (Money Laundering)ના આરોપી વિજય માલ્યા (Vijay Mallya)ની વિરુદ્ધ બેંક છેતરપિંડી કેસમાં સીબીઆઈ અધિકારી સુમન કુમાર (CBI Officer Suman Kumar)ની પડકારરૂપ તપાસના અંતે ત્રણ વર્ષ બાદ ફળ માણવા મળ્યા છે. માલ્યાને ગુરુવારે તે સમયે મોટો આંચકો લાગ્યો જ્યારે બ્રિટનની સર્વોચ્ચ કોર્ટમાં પ્રત્યર્પણ વિરુદ્ધની અપીલની મંજૂરી માંગવાની અરજી ફગાવી દીધી. નોંધનીય છે કે, માલ્યાના પ્રત્યર્પણની પ્રક્રિયા 28 દિવસની અંદર પૂરી કરવી પડશે. પ્રત્યર્પણનો આ પહેલો મામલો આઈડીબીઆઈ બેંક (IDBI Bank) સાથે 900 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી સાથે જોડાયેલો છે.

9000 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલામાં શરૂ થઈ તપાસ

માલ્યાની વિરુદ્ધ બેંકોના એક સમૂહે 9000 કરોડની કથિત છેતરપિંડીના કેસમાં પણ તપાસ ચાલી રહી છે. CBI અધિકારી સુમન કુમારને ઓક્ટોબર 2015માં મુંબઈના બેન્કિંગ ફ્રોડ એન્ડ સિક્યુરિટી સેલના ડીએસપી તરીકે માલ્યાની વિરુદ્ધ કેસની તપાસની જવાબદારી સોંપાવામાં આવી હતી. કુમાર હાલ સીબીઆઈમાં એડિશિનલ પોલીસ અધિક્ષક છે.

આવી રીતે સુમન કુમારને સોંપવામાં આવી તપાસ

CBIના સૂત્રોએ કહ્યું હતું કે ગંભીર આરોપો છતાંય લોન આપનારી બેંકોએ માલ્યાની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નહોતા નોંધાવ્યા તો સીબીઆઈ માટે મુશ્કેલી ઊભી થઈ હતી. જોકે, એજન્સીએ પોતાના સૂત્રો પર આધારિત જાણકારીનો ઉપયોગ કરી માલ્યાની વિરુદ્ધ 900 કરોડ રૂપિયાના કથિત લોન છેતરપિંડી મામલામાં એફઆઈઆર નોંધી પગલાં ભરવાનું નક્કી કર્યું અને કુમારને આ મામલાની તપાસ સોંપવામાં આવી.

આ પદકોથી સુમન કુમારનું થયું છે સન્માન 

23 વર્ષની ઉંમરે ઉપ-નિરીક્ષક તરીકે સીબીઆઈમાં ડગલાં માંડનારા કુમારનો વ્હાઇટ કૉલર અપરાધોની તપાસમાં જોરદાર રેકોર્ડ રહ્યો છે. તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે તેમનું વર્ષ 2002ના સીબીઆઈના સર્વશ્રેષ્ઠ તપાસ અધિકારી તરીકે સ્વર્ણ પદકથી સન્માન કર્યું હતું. સીબીઆઈની પારંપરિક તપાસ શૈલીમાં માહેર કુમાર (55)ને 2008માં ઉત્કૃષ્ટ સેવા માટે પોલીસ પદક, 2013માં ઉત્કૃષ્ટ તપાસકર્તા અને 2015માં રાષ્ટ્રપતિ પોલીસ પદકથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. 2015માં જ તેઓએ માલ્યા મામલામાં તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો, ટ્રમ્પની જાહેરાતઃ ચીનથી પરત લેશે અબજો ડૉલરનું પેન્શન ફંડ, બરબાદ થઈ જશે સ્ટૉક માર્કેટ

આવી રીતે મળી સફળતા

સુમન કુમારે નક્કી કર્યું હતું કે માલ્યાની વિરુદ્ધ છેતરપિંડીનો મજબૂત કેસ બનાવવામાં આવે. તેના માટે ભારતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. ભારત માટે એ અનિવાર્ય હતું કે માલ્યાની વિરુદ્ધ એવા પુરાવા રજૂ કરે જે બ્રિટનના કાયદા હેઠળ દંડનીય અપરાધ હોય. કુમારે પોતાની ચોકસાઈવાળી તપાસના બળે તેને કથિત છેતરપિંડી અને મની લોન્ડ્રીંગ કેસ તરીકે સ્થાપીત કરવામાં સફળતા મેળવી. તેઓએ પોતાની તપાસમાં જે નિષ્કર્ષ કાઢ્યું, તેનાથી ભારતને માલ્યાના પ્રત્યર્પણના સમર્થનમાં નિર્ણાયક તર્ક રજૂ કરવામાં સફળતા મળી, જેનું પરિણામ આજે સૌની સામે છે.

આ પણ વાંચો, Reliance Jioએ રજૂ કર્યો 999 રૂપિયાનો Quarterly Plan, મળશે આ ફાયદા
First published: May 15, 2020, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading