Home /News /business /Adani Group Stocks: અદાણી ગ્રુપના ક્યા શેરમાં છે કમાણીની તગડી શક્યતા? એક્સપર્ટ પાસેથી જાણો

Adani Group Stocks: અદાણી ગ્રુપના ક્યા શેરમાં છે કમાણીની તગડી શક્યતા? એક્સપર્ટ પાસેથી જાણો

અદાણી ગ્રુપના ક્યા શેર હજુ પણ તમને માલામાલ બનાવી શકે છે, જાણો નિષ્ણાતો પાસેથી.

Adani Group Stocks to Buy: માર્કેટના નિષ્ણાતો હાલ અદાણી ગ્રુપની જુદી જુદી કંપનીઓના શેર વેચવા માટે સલાહ આપી રહ્યા છે પણ સાથે સાથે આ જ ગ્રુપની કેટલીક કંપનીઓના શેર ખરીદવાની પણ સલાહ આપી આપી રહ્યા છે ત્યારે આવો જાણીએ તમારે ક્યા શેર ખરીદવા જોઈએ અને ક્યા શેર વેચવા જોઈએ.

વધુ જુઓ ...
    મુંબઈઃ અદાણી ગ્રુપ (Adani Group)ની લિસ્ટેડ કંપનીઓના શેરમાં જબરજસ્ત ઉછાળના કારણે ગૌતમ અદાણી (Gautam Adani) દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. લગભગ 141 અબજ ડોલરની નેટવર્થ સાથે અદાણી દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચનારા એશિયાના પહેલા વ્યક્તિ છે. ભારતીય શેરબજારમાં આ વર્ષે જોવા મળેલી તેજીમાં અદાણી ગ્રુપના શેર્સમાં આવેલા ઉછાળાનું ખૂબ મોટું યોગદાન છે. આ તેજીમાં અનેક લોકો ટૂંકાગાળામાં જ લાખોપતિ બની ગયા છે. તમે પણ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં રોકાણ કરીને તગડી કમાણી કરવા માગતા હોવ તો આવો જાણીએ એક્સપર્ટ્સ પાસેથી કે હાલની સ્થિતિમાં અદાણી ગ્રુપની કઈ કંપનીઓમાં રોકાણ કરી શકાય. આ પહેલા જાણીએ અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપમાં આ વર્ષે કેટલો ઉછાળ જોવા મળ્યો.

    Indian Economy: ઈંગ્લેન્ડને પછાડીને ભારત વિશ્વની પાંચમાં નંબરની અર્થવ્યવસ્થા બન્યું

    અદાણી ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓનો માર્કેટ કેપ વધ્યો

    આ વર્ષે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં વધારામાં અદાણી ગ્રુપની તમામ 7 લિસ્ટેડ કંપનીઓનું યોગદાન લગભગ 79 ટકા જેટલું રહ્યું છે. આ વાતને એ રીતે સમજીએ કે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશ સાથે મળીને આ વર્ષમાં લગભગ 12.74 લાખ કરોડ રુપિયા જેટલું વધ્યું છે. આ જ સમયગાળામાં અદાણી ગ્રુપની તમામ 7 લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલમાં 10.05 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે.

    વિદેશી રોકાણકારો આ 5 શેર્સમાં કરી રહ્યા છે ધોમ રોકાણ, તમારા માટે પણ બની શકે ફાયદાનો સોદો

    અદાણીના ક્યા શેર્સમાં લગાવશો રુપિયા

    અદાણી એન્ટરપ્રાઇઝિસ (Adani Enterprises) ના શેરે આ વર્ષમાં અત્યાર સુધીમાં 89.14 ટકાનું રિટર્ન આપ્યું છે. તો Adani Green Energyના શેરમાં આ જ સમયગાળામાં 79.90 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports)માં 14.72 ટકા, અદાણી પાવર (Adani Power) માં 309.73 ટકા, અદાણી ટોટલ ગેસ (Adani Total Gas) માં 111.36 ટકા,  અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) માં 122.91 ટકા અને અદાણી વિલ્મર (Adani Wilmar) માં 157.69 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ કારણે રોકાણકારોને અદાણી ગ્રુપના શેર્સમાં વધુ રસ જાગે તે સ્વાભાવિક છે.

    Tamilnad Mercantile Bankનો IPO સોમવારે ખુલશે, દાવ લગાવતા પહેલા 10 જરુરી વાત જાણી લો

    જોકે કેટલાક એક્સપર્ટ્સ અદાણી ગ્રુપના આ શેર્સમાં હાલ રુપિયા લગાવવાથી બચવાની સલાહ આપી રહ્યા છે. તેમના મુજબ હાલના સ્તરે અદાણી ગ્રુપના તમામ શેર દાવ ખેલવા જેવા નથી. તેના 7 શેર પૈકી માત્ર બે શેર છે જેમાં હાલ રુપિયા લગાવી શકાય છે. તેમણે અદાણી ગ્રુપના આ બે શેર સિવાયના બાકીના પાંચ શેર્સમાં હાલના સ્તરે રોકાણ ન કરવાની સલાહ આપી છે. નિષ્ણાતોએ આપેલી સલાહ મુજબ અદાણી ગ્રુપના સાત શેર પૈકી અદાણી પોર્ટ અને અદાણી વિલ્મરમાં લાંબાગાળા માટે તમે હાલ રોકાણ કરી શકો છો. જોકે આ રોકાણ લાંબાગાળા માટે છે માટે જો ઘટાડો આવે તો બીજા વધુ શેરને ખરીદીને એવરેજ નીચે લેવા માટે પણ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. આ સાથે તેમનું સ્પષ્ટ માનવું છે કે આ બંને શેરમાં લાંબાગાળે ભયંકર તેજી જોવા મળી શકે છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Adani Group, BSE Sensex, Gautam Adani, Nifty 50, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन