Home /News /business /

Stock Market : કયા શેરોએ રોકાણકારોને બનાવ્યા માલામાલ, કયા લાલ નિશાન પર થયા બંધ?

Stock Market : કયા શેરોએ રોકાણકારોને બનાવ્યા માલામાલ, કયા લાલ નિશાન પર થયા બંધ?

કયા શેરોએ સારું પ્રદર્શન કર્યું

Stock Market : શેરબજાર (Share Bazar) ની આવી તબાહી વચ્ચે કેટલાક શેરોએ સારું પ્રદર્શન કર્યું હતું. ચાલો આપણે એવા શેરો વિશે જાણીએ કે જેમણે ઘટી રહેલા બજારમાં સારું અને ખરાબ પ્રદર્શન કર્યું છે.

    Stock Market : આ ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન, BSE સેન્સેક્સ 2,041.96 પોઈન્ટ્સ અથવા 3.72 ટકાના ઘટાડા સાથે 52,793.62 પર બંધ થયો હતો. તો, જો આપણે નિફ્ટી 50 વિશે વાત કરીએ, તો તે 629.05 પોઇન્ટ અથવા 3.83 ટકાના ઘટાડા સાથે 15,782.20 પર બંધ થયો. જોકે મે મહિનામાં અત્યાર સુધીમાં સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) માં 7-7 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. આ સપ્તાહના ટ્રેડિંગ સેશન દરમિયાન તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાન સાથે બંધ થયા હતા.

    BSE મેટલ અને પાવર ઇન્ડેક્સ 13-13 ટકા ઘટ્યો હતો. BSE ટેલિકોમ ઇન્ડેક્સ 6.7 ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ 5.8 ટકા ઘટ્યો હતો. BSE મિડકેપ ઇન્ડેક્સ 5.6 ટકા, સ્મોલકેપ ઇન્ડેક્સ 6.5 ટકા અને લાર્જ કેપ ઇન્ડેક્સ 4.4 ટકા તૂટ્યો હતો. શેરબજારની આવી તબાહી વચ્ચે કેટલાક શેરોએ સારું પ્રદર્શન કર્યું હતું. ચાલો આપણે એવા શેરો વિશે જાણીએ કે જેમણે ઘટી રહેલા બજારમાં સારું અને ખરાબ પ્રદર્શન કર્યું છે.

    ગુજરાત ગેસ

    શુક્રવારે પૂરા થયેલા આ સપ્તાહના ટ્રેડિંગ સેશનમાં તેલ અને ગેસ ક્ષેત્રની કંપની ગુજરાત ગેસે 10 ટકાના વધારા સાથે મજબૂત પ્રદર્શન કર્યું. ઉલ્લેખનીય છે કે, 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં, કંપનીની આવક લગભગ 9 ટકા વધી છે. GEPL કેપિટલના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ વિદ્યાન સાવંતે શેરને રૂ. 626 પ્રતિ શેરના લક્ષ્ય સાથે બાય રેટિંગ આપ્યું છે.

    તેમણે મનીકંટ્રોલને જણાવ્યું હતું કે, તેમને અપેક્ષા છે કે, આ સ્ટોક રૂ. 594 તરફ જશે જે આગળ રૂ. 626 સુધી પહોંચી શકે છે. તેમણે આ સ્ટૉક પર રૂ. 522ના સ્ટોપ લોસની સલાહ આપી છે. શુક્રવારે બીએસઈ પર શેર રૂ. 568.5ના લીલા નિશાન પર બંધ થયો હતો.

    સિમેન્સ

    સિમેન્સ કંપનીએ માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં 2.5 ટકા વૃદ્ધિનો એકીકૃત ચોખ્ખો નફો રૂ. 340 કરોડ નોંધાવ્યો છે. આ પરિણામને કારણે તેના શેરની કિંમતમાં 3 ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 331.5 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. સીમેન્સે BSEને સબમિટ કરેલા દસ્તાવેજમાં આ વાત કહી છે. આ ચોથા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક ગયા વર્ષના ચોથા ક્વાર્ટરમાં રૂ. 3,540 કરોડની સરખામણીએ વધીને રૂ. 4,021.5 કરોડ થઈ છે.

    વેદાંત

    આ સપ્તાહના ટ્રેડિંગ સેશનમાં વેદાંતનો શેર 18 ટકા ઘટ્યો હતો. ઊંચા ખર્ચને કારણે માર્ચ 2022 ક્વાર્ટરમાં કંપનીએ ચોખ્ખા નફામાં લગભગ 5 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોએ વેદાંતના શેર વેચ્યા, જેના કારણે તે તૂટી ગયો.

    આ પણ વાંચોInflation : ટીવી-રેફ્રિજરેટર ખરીદવા માટે તમારે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે, આ છે કારણ

    જો કે, તમને જણાવી દઈએ કે કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે ઈક્વિટી શેર દીઠ રૂ. 31.5ના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. શુક્રવારે BSE પર શેર 6.31 ટકાના ઘટાડા સાથે રૂ. 292.65 પર બંધ થયો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Business gujarati news, Business news, Indian Stock Market, Stock market, Stock market Tips, Stock Markets, સ્ટોક માર્કેટ

    આગામી સમાચાર