Home /News /business /શેરબજારમાં છે તગડી કમાણી માટે 35 સ્માર્ટ બીટા ફંડ્સ, પણ તમારા માટે ક્યું પરફેક્ટ? આ રીતે અલગ તારવો

શેરબજારમાં છે તગડી કમાણી માટે 35 સ્માર્ટ બીટા ફંડ્સ, પણ તમારા માટે ક્યું પરફેક્ટ? આ રીતે અલગ તારવો

આ રીતે પસંદ કરો તમારા પોર્ટફોલિયો માટે યોગ્ય સ્માર્ટ બીટા ફંડ્સ, કઈ વાતોનું રાખશો ધ્યાન?

Which Smart Beta Funds is perfect for you: શેરબજારમાં તગડી કમાણી માટે કેટલાક સ્માર્ટ બીટા ફંડ્સ ખૂબ જ લોકપ્રિય છે. આવા કુલ 35 ફંડ્સ છે પરંતુ તમારે ક્યું ફંડ્સ પોર્ટફોલિયોમાં લેવું જોઈએ? કે પછી ક્યું ફંડ્સ તમારા માટે બેસ્ટ છે? આ રીતે જાણો અને પછી તે મુજબની સ્ટ્રેટેજી અપનાવો.

વધુ જુઓ ...
90,000 કરોડ રૂપિયાની એસેટ્સ ધરાવતા ભારતના 13મા ક્રમના સૌથી મોટા ફંડ હાઉસ એડલવીસ મ્યુચ્યુઅલ ફંડે (Edelweiss Mutual Fund) ગતરોજ એડલવીસ નિફ્ટી મિડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ (ENM50 Launch) લોન્ચ કર્યું હતું. આ ફંડ હાઉસની ત્રણ પેસિવ ઇક્વિટી સ્કિમ્સ (Passive Equity Schemes) પૈકી એક હતી. ENM50એ 21મું સ્માર્ટ-બીટા ફંડ (Smart Beta Funds) પણ છે, જે આ વર્ષે રૂ. 40 ટ્રિલિયન ભારતીય મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund Industry) ઉદ્યોગ દ્વારા લોન્ચ કરવામાં આવશે. નિફ્ટીના મિડકેપ 150 ઇન્ડેક્સમાંથી લેવામાં આવેલા આ ફંડ 50 શેરોના બાસ્કેટમાં રોકાણ કરશે.

એટલે કે, ઓક્ટોબર 2022ના અંત સુધીમાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી પાસે હવે 35 સ્માર્ટ-બીટા યોજનાઓ (35 smart-beta schemes in Indian MF Industry) છે, જેમાં ઓછામાં ઓછી 2,700 કરોડ રૂપિયાની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) છે. ભારતીય ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ (Equity Investment) ક્ષેત્રે આ ખ્યાલ પ્રમાણમાં નવો છે, પરંતુ તે ખૂબ જ ઝડપથી લોકોમાં પ્રચલિત બની રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં જ 35માંથી 21 સ્માર્ટ-બીટા ફંડ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ 21 ફંડ્સની સંયુક્ત એયુએમ આશરે 787 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચોઃ પેન્શન પર SCના ચૂકાદાથી તમારી ટેક હોમ સેલેરી વધશે કે ઓછી થશે? જાણો બધા સવાલના જવાબ

ઈટીએફ અથવા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એ શેરોના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં રોકાણ કરવાનો એક માર્ગ છે, જે નિફ્ટી 50 અથવા નિફ્ટી 100 જેવા અંતર્ગત બજાર મૂડીકરણ-આધારિત ઇન્ડેક્સને દર્શાવે છે. તમને જે મળે છે તે ઓછી કિંમતે વિવિધતા ધરાવતા પોર્ટફોલિયોમાં ક્વોલિટી સ્ટોક્સ છે, કારણ કે તેમાં કોઈ એક્ટિવ ફંડ મેનેજર શામેલ નથી. સ્માર્ટ-બીટા ઇટીએફ એક પગલું આગળ છે અને ઇન્ડેક્સમાંથી સ્ટોક્સને ફિલ્ટર કરી તમને સારી રીતે અનુકૂળ હોય તેવા સ્ટોક્સ ડિલિવર કરી શકાય. તેને ઘણીવાર પેસિવ સ્ટ્રક્ટરમાં એક્ટિવ સ્ટ્રેટેજી તરીકે ઓળખવામાં આવે છે. આ કામ ઇન્ડેક્સ ફંડના રેપર દ્વારા પણ કરી શકાય છે, જ્યાં ફંડ ચોક્કસ સ્ટોકને બદલે સંબંધિત ઇટીએફમાં રોકાણ કરે છે.

ગયા વર્ષે જ્યારે આવી લગભગ 13 સ્કિમ્સ પહેલેથી અસ્તિત્વમાં હતી. આપને જણાવી દઇએ કે તે સમયે મનીકંટ્રોલે સ્પષ્ટપણે એક ફેડ બની રહેલી આ યોજનામાં રોકાણ કરતા પહેલા ‘Wait And Watch Approch’ અપનાવવાની સલાહ આપી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં શું બદલાયું છે? ચાલો નજર કરીએ.

આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે કહ્યું 'આ સીમેન્ટ શેરમાં 73 ટકાની દમદાર કમાણી, ફટાફટ ખરીદો'

શું તમારે આ સ્માર્ટ બીટાની જરૂર છે?


સ્માર્ટ બીટા ફંડ્સને પોર્ટફોલિયો તરીકે શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે ઇન્ડેક્સને દર્શાવે કરે છે, પરંતુ મૂલ્ય, ઓછી અસ્થિરતા અને વધુ પડતા વળતર અથવા આલ્ફા જેવા ફિલ્ટર્સના આધારે તેમાંથી સ્ટોક્સને રીમૂવ કરી દે છે.

ઉદાહરણ તરીકે નિફ્ટી 50 કે નિફ્ટી મિડકેપ જેવા ઇન્ડેક્સમાં તેમના માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે શેરોનો સમાવેશ થાય છે. નિફ્ટી 50 માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ટોચના 50 શેરો ધરાવે છે. નિફ્ટી 50 વેલ્યુ 20 ઇન્ડેક્સ જેવા સ્માર્ટ બીટા ઇન્ડેક્સમાં 50માંથી 20 શેર હોય છે. જ્યારે 30 શેરોને કેપિટલ એમ્પ્લોયડ (આરઓસીઇ) પર રીટર્ન, ડિવિડન્ડ યીલ્ડ, નીચા પ્રાઇસ ટુ બુક (પી/બી) મૂલ્ય અને ઓછી પ્રાઇઝ ટુ અર્નિંગ (પીઇ) મલ્ટીપલના આધારે ફિલ્ટર કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, 20 સૌથી વધુ લિક્વિડીટી, વેલ્યૂ, બ્લુ-ચિપ કંપનીઓ છે. એ જ રીતે અન્ય પરિબળોને આધારે સ્માર્ટ-બીટા ઇન્ડેક્સ પણ છે.

આ પણ વાંચોઃ 3 મહિનામાં 5 ટકાથી વધારે તૂટ્યો ઓટો શેર, તેમ છતાં શેરખાને આપી ખરીદવાની સલાહ, જાણો કેમ?

ફિનફિક્સ રિસર્ચ એન્ડ એનાલિટિક્સના ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્સિયલ એડવાઇઝર અને ફાઉન્ડર પ્રેબલીન બાજપાઇના જણાવ્યા મુજબઃ "આ ફંડ્સ પેસિવ ફંડ્સના ક્ષેત્રમાં વિવિધતા પ્રદાન કરે છે. ફંડ્સની પસંદગીનું જોખમ જે આપણે લઈએ છીએ તે સૌથી મોટું જોખમ છે. જો તમે આગામી 15-20 વર્ષ માટે રોકાણ કરી રહ્યા છો, તો તમારા એક્ટિવ ફંડ્સના રોકાણનું સંચાલન કોણ કરશે તે અંગે કોઈ નિશ્ચિતતા નથી અને ત્યારે જ પેસિવ સ્ટ્રેટેજીઓ આકર્ષક લાગે છે. જ્યાં સુધી અન્ય ફંડ હોલ્ડિંગ્સ સાથેના અંતર્ગત શેરમાં કોઈ નોંધપાત્ર ઓવરલેપ ન હોય ત્યાં સુધી સ્માર્ટ-બીટા સ્ટ્રેટેજીસ તમારા લાંબા ગાળાના પોર્ટફોલિયો અલોકેશનનો એક ભાગ બની શકે છે." વિવિધ સ્માર્ટ બીટા સ્ટ્રેટેજીસમાં બાજપાઇ તેના ગ્રાહકો માટે ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ સ્ટ્રેટેજીની સલાહ આપવાનું પસંદ કરે છે.

તમારા ઉદ્દેશોને અનુકૂળ સ્ટ્રેટેજી


ધારો કે તમે કન્ઝર્વેટીવ ઇન્વેસ્ટર્સ છો. શું એક્ટિવલી મેનેજ લાર્જ-કેપ ફંડ સારું છે? પેસિવ ફંડ્સ અંગે શું? વીઆર વેલ્થ એડવાઇઝર્સના સ્થાપક અને સીઇઓ વિવેક રેગે કહે છે કે માત્ર ફ્રન્ટલાઇન બેન્ચમાર્ક માર્કેટ ઇન્ડેક્સમાં રોકાણ કરવાથી આ મેળવી શકાય નહીં. તેઓ જણાવે છે કે, "સ્માર્ટ-બીટા ઇન્ડેક્સમાં કન્ઝર્વેટીવ રોકાણકાર માટે ઓછી અસ્થિરતા અથવા ગુણવત્તા જેવા પરિબળોનો સમાવેશ કરવામાં આવે છે."

આ પણ વાંચોઃ ટાટા ગ્રુપની આ કંપની થોડા જ દિવસોમાં આપી શકે છે 21% સુધી વળતર, ICICI ડાયરેક્ટે આપી ખરીદીની સલાહ

એડવાઇઝર્સ રોકાણકારોને તેમના લોંગ ટર્મ ગ્રોથ પોર્ટફોલિયો માટે યોગ્ય સ્માર્ટ-બીટા સ્ટ્રેટેજી અંગે માર્ગદર્શન આપી શકે છે. આ ઉપરાંત, જ્યાં તમારી પાસે કોઈ સારા સલાહકારને ઍક્સેસ કરવાનું કોઈ સાધન ન હોય અથવા તમારા રોકાણની સમયમર્યાદામાં કયો ફંડ મેનેજર સતત ડિલિવરી કરશે તે નક્કી કરવામાં અસમર્થતા હોય, તો પણ સ્માર્ટ-બીટા ફંડ્સ ફંડ મેનેજર વેરિયેબલનું સંચાલન કર્યા વિના તમારા લાંબા ગાળાના પોર્ટફોલિયોમાં જરૂરી ફિલ્ટર્સ ઉમેરી શકે છે.

તમારે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે?


આ કેટેગરીનું નામ એવું સૂચવી શકે છે કે તમારામાં ઇન્ડેક્સને પછાડવાની ખરી ક્ષમતા છે, પરંતુ સ્માર્ટ-બીટા ઇટીએફ હંમેશા બેન્ચમાર્ક રિટર્નથી ઉપર જતું નથી. છેલ્લા 1 વર્ષના સમયગાળામાં નિફ્ટી ઇક્વલ વેઇટ સ્ટ્રેટેજીએ સ્માર્ટ-બીટા ફંડ્સમાં સારો દેખાવ કર્યો છે, જે ઓછામાં ઓછા 1 વર્ષનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. પરંતુ છેલ્લા 5 વર્ષના સમયગાળામાં નિફ્ટી 50 વેલ્યૂ 20ની સ્ટ્રેટેજીએ સૌથી સારું કામ કર્યું છે.

તેવી જ રીતે, એવી માર્કેટ સાયકલ પણ હોઈ શકે છે, જ્યાં સ્માર્ટ-બીટા સ્ટ્રેટેજીસ વ્યાપક બજાર મૂડીકરણ આધારિત ઇન્ડેક્સને નબળી પાડે છે. ઉદાહરણ તરીકે, બજારની પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના પેસિવ સ્ટ્રેટેજીમાં સંપૂર્ણપણે રોકાણ કરવામાં આવે છે. માર્કેટ કરેક્શન દરમિયાન આવતા કોઈપણ ઇન્ક્રીમેન્ટલ ફંડ્સનું તાત્કાલિક રોકાણ કરવું પડશે. આનો અર્થ એ છે કે, જ્યારે બજારો યોગ્ય દિશામાં હોય ત્યારે રોકાણકારો મંદીમાં પણ ભાગીદાર બને છે. બીજી તરફ એક્ટિવ મેનેજર્સ માર્કેટ સુધરી રહ્યું હોય ત્યારે કેટલું રોકાણ કરવું તેમાં પોતાની સમજશક્તિનો ઉપયોગ કરી શકે છે. એક્ટિવ ફંડ મેનેજર્સ દ્વારા આવા એસેટ એલોકેશનના નિર્ણયોની કામગીરી અંગે કોઈ ગેરંટી આપવામાં આવતી નથી. તેમ છતાં તે તેમના હાથમાં એક ટૂલ તરીકે રહે છે.

આ પણ વાંચોઃ ગુજરાતના સાણંદમાં એવું શું છે કે બન્યું કંપનીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન? 350 કંપનીઓએ નાખ્યા ધામા

ક્યું સ્માર્ટ બીટા ફંડ પસંદ કરવું?


એક સ્માર્ટ-બીટા ફંડ બીજાથી એટલું જ અલગ હોઈ શકે છે, જેટલું એક થિમેટિક ફંડ બીજા થીમેટિક ફંડથી હોઈ શકે છે. રેગેના જણાવ્યા અનુસાર, "સ્માર્ટ-બીટા ફંડ્સમાં પણ કોઈ એવરગ્રીન સ્ટ્રેટેજી નથી. તે ઘણા વિકલ્પોમાંનો એક છે, જેને રોકાણકારની જોખમ પ્રોફાઇલ સાથે સુસંગત કરવાની જરૂર છે અને અપેક્ષાઓ સ્પષ્ટપણે દર્શાવવી જોઈએ. ઉદાહરણ તરીકે, ચાલો આપણે કહીએ કે જ્યારે બજાર મંદીમાં હોય ત્યારે રોકાણકાર વોલેટિલિટી સ્ટ્રેટેજીથી શરૂઆત કરે છે. જ્યારે સાયકલ પૂર્ણ થાય અને બજાર બાઉન્સ બેક કરે છે, ત્યારે આવી સ્ટ્રેટેજી મોટે ભાગે વ્યાપક બજારમાં ઓછું પ્રદર્શન કરશે." જ્યાં સુધી અપેક્ષાઓ યોગ્ય રીતે નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી, કોઈ પણ વ્યક્તિ ઇચ્છિત રોકાણ સમયગાળા માટેની સ્ટ્રેટેજી સાથે સુસંગત થઇ શકશે નહીં.

એડવાઇઝર્સ વધારેમાં વધારે રીટર્ન મેળવવા માટે સ્માર્ટ-બીટા ફંડ્સનો ઉપયોગ કરવાની ભલામણ કરતા નથી. તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાના સાધન તરીકે તેનો ઉપયોગ કરો. સ્માર્ટ-બીટા ફંડ્સ ઉમેરવામાં ધીમે ધીમે આગળ વધો. તેમાંથી અમુકમાં રોકાણ કરવાનું ટાળો - જેમ કે 2006-07ની બજાર રેલીમાં રોકાણકારો થિમેટિક ફંડ્સ પાછળ પાગલ થઇ ગયા હતા.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Expert opinion, Investment tips, Mutual funds, Share market

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन