Home /News /business /Share Market: આજે સતત પાંચમાં સત્રમાં બજારમાં જોવા મળી શકે તેજી, એક્સપર્ટે કહ્યુ, ‘આ શેરમાં કમાણીના ચાન્સ’

Share Market: આજે સતત પાંચમાં સત્રમાં બજારમાં જોવા મળી શકે તેજી, એક્સપર્ટે કહ્યુ, ‘આ શેરમાં કમાણીના ચાન્સ’

શેરબજાર પર આજે વૈશ્વિક માર્કેટમાં આવેલા ઘટાડાને કારણે દબાવ રહેશે

Stock Market Today: ભારતીય શેરબજાર પર આજે વૈશ્વિક માર્કેટમાં આવેલા ઘટાડાને કારણે દબાવ રહેશે, પરંતુ રોકાણકારોના સકારાત્મક સેન્ટિમેન્ટના કારણે આજે સતત પાંચમાં સત્રમાં બજાર તેજીમાં આવી શકે છે. એક્સપર્ટનું માનવું છે કે, બજારમાં દબાવ છતાય ઘણા એવા શેર છે જે તમને નફો કરાવી શકે છે.

વધુ જુઓ ...
 • News18 Hindi
 • Last Updated :
 • New Delhi, India
  નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર પર આજે વૈશ્વિક માર્કેટમાં આવેલા ઘટાડાને કારણે દબાવ રહેશે, પરંતુ રોકાણકારોના સકારાત્મક સેન્ટિમેન્ટના કારણે આજે સતત પાંચમાં સત્રમાં બજાર તેજીમાં આવી શકે છે. આ સપ્તાહ સેન્સેક્સે ઘણીવાર નવી ઊંચાઈઓને સ્પર્શ કરી અને રેકોર્ડ બનાવ્યા. રોકાણકારોની મૂડીમાં પણ હજુ સુધી લગભગ 9 લાખ કરોડ રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે.

  સેન્સેકસ ગત કારોબારી સત્રોમાં 185 અંકોની મજબૂતીની સાથે 63,284 પર પહોંચી ગયો જ્યારે નિફ્ટી 54 અંક વધીને 18,812 પર બંધ થયો હતો. એક્સપર્ટનું કહેવું છે કે, આજે કારોબાર પર વૈશ્વિક માર્કેટમાં આવેલા ઘટાડાની અસર દેખાય પરંતુ, શરૂઆતી દબાવ પછી રોકાણકારો ખરીદી પર જોર આપી શકે છે. તેમનો પોઝિટિલ સેન્ટિમેન્ટ આ સમયે બજારમાં વધતા વિશ્વાસને બતાવી રહ્યો છે અને આજે ખરીદી પર જોર આપ્યુ તો સેન્સેક્સ નવી ઊંચાઈઓ પર પહોંચી શકે છે.

  આ પણ વાંચોઃ સમગ્ર વર્ષ દરિમયાન રહેશે આ બિઝનેસની માંગ, લગ્નની સિઝનમાં તો અઢળક કમાણી થશે

  અમેરિકી અને યૂરોપ બજારોની સ્થિતિ


  અમેરિકામાં ફેડરલ રિઝર્વની તરફથી વ્યાજ દરમાં વધારાની જાહેરાતથી રોકાણકારો થોડા સાવધ જોવા મળ્યા. તેમણે ગત સત્રમાં વેચાણ કર્યુ અને વોલ સ્ટ્રીટને પણ નુકસાન વેઠવું પડ્યુ હતું. S&P 500 ગત કારોબારી સત્રમાં 0.09 ટકાના ઘટાડા સાથે બંધ થયો. જ્યારે, DOW JONESને 0.56 ટકાનું નુકસાન થયું. જો કે, NASDAQ ગત સત્રમાં 0.13 ટકાનો વધારો થયો હતો.

  અમેરિકાની તર્જ પર યૂરોપિયન બજારોમાં ગત કારોબારી સત્ર દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યુ. યૂરોપના મોટા શેરબજારોમાં સામેલ જર્મનીનો સ્ટોક એક્સચેન્જ ગત સત્રમા 0.65 ટકાથી વધ્યો. જ્યારે ફ્રાન્સના શેરબજારમાં પણ 0.23 ટકા ઉછાળો જોવા મળ્યો. જો કે, લંડન સ્ટોક એક્સચેન્જ ગત સત્રમાં 0.19 ટકાના નુકસાન પર બંધ થયું હતું.

  એશિયાઈ બજારોમાં ઘટાડો


  એશિયાના મોટાભાગના શેરબજાર આજે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સિંગાપુર સ્ટોક એક્સચેન્જ પર આજે સવારે 0.26નું નુકસાન જોવા મળ્યુ છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 1.62 ટકા ઘટાડા પર કારોબાર કરી રહ્યો છે. તાઈવાનના શેરબજારમાં 0.30 ટકાનો ધટાડો આવ્યો છે, તો દક્ષિણ કોરિયાનું કોસ્પી બજાર 0.74 ટકાના નુકસાન પર કારોબાર કરી રહ્યુ છે.

  આ પણ વાંચોઃ ધો.10 પાસ આ વ્યક્તિએ એવું મશીન બનાવ્યું કે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, આજે 25થી વધારે દેશો કરે છે ઉપયોગ

  આ શેરો પર રાખો નજર


  રોકાણકારોએ આજે કારોબારમાં હાઈ ડિલીવરી ટકાવારી ધરાવતા શેરો પર નજર રાખવી જોઈએ. એક્સપર્ટનું માનવું છે કે, બજારમાં દબાવ છતાય ઘણા એવા શેર છે જે તમને નફો કરાવી શકે છે. આજે ઉચ્ચ ડિલીવરી ટકાવારી વાળા શેરોમાં SBI Card, ICICI Lombard General Insurance, Power Grid Corporation of India, Coal India અને HDFC AMC જેવી કંપનીઓ સામેલ છે.


  વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ


  ભારતીય શેરબજારમાં આ સપ્તાહમાં પહેલી વાર વિદેશી રોકાણકારોનું વેચાણ જોવી મળી રહ્યુ છે. વિદેશી સંસ્થાગત રોકાણકોએ ગત કારોબારી સત્ર બજારમાં 1,565.93 કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી. આ દરમિયાન સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ બજારમાં 2,664.98 કરોડ રૂપિયાના શેરોની ખરીદી કરી જેનાથી નફો કરવામાં સફળથા મળી.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Investment રોકાણ, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन