Home /News /business /શું રોકાણ કરવા ઇચ્છો છો? તો જાણો ફાયદાકારક રોકાણ માટે 40 લાખ અમદાવાદીઓએ ક્યો રસ્તો અપનાવ્યો?

શું રોકાણ કરવા ઇચ્છો છો? તો જાણો ફાયદાકારક રોકાણ માટે 40 લાખ અમદાવાદીઓએ ક્યો રસ્તો અપનાવ્યો?

પ્રતિકાત્મક તસવીર

ભારત સહિત દુનિયામાં સેવિંગ્સ રેટ વધ્યો છે. પરંતુ જો તમારે સેવિંગ્સ કરવું હોય તો હાલ કયું સેક્ટર સૌથી તેજીમાં છે. કયા સેક્ટરમાં તમને સૌથી વધુ ફાયદો થશે આવો જાણીએ એક્સપર્ટના મતે.

અમદાવાદઃ કોરોના (coronavirus) કાળ બાદ હવે દરેક વ્યક્તિ સેવિંગ્સ કરતાં શીખી ગયો છે અણધારી આફતને પહોંચી વળવા ભારત સહિત દુનિયામાં સેવિંગ્સ રેટ વધ્યો છે. પરંતુ જો તમારે સેવિંગ્સ કરવું હોય તો હાલ કયું સેક્ટર સૌથી તેજીમાં છે. કયા સેક્ટરમાં તમને સૌથી વધુ ફાયદો થશે આવો જાણીએ એક્સપર્ટના મતે. બજેટ (Budget 2021) અને રોકાણ જાણે કે સિક્કાની બે પાસાંઓ છે વર્ષ 2021 ની શરુઆત સૌથી વધુ શેરબજારને ફળી છે.  28મી જાન્યુઆરીએ સેન્સેક્સ (sensex) ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ ફરી એક વાર શેરબજારમા 100 ટકા રોકાણ વધ્યું છે. જેની પાછળનું કારણ છે કેન્દ્રીય બજેટ આ જ વિષય પર અમે અલગ અલગ સેક્ટરનાં એક્સપર્ટ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો છે કે એક્યુઅલ રિયાલીટી શું છે ત્યારે અમને જાણવા મળ્યાં બજારમાં રોકાણનાં કેટલાક પાસાંઓ અને પરિબળો.

શું સોનામાં રોકાણ કરી શકાય. ?
અમે જાણ્યું કે હાલ અમદાવાદીઓ માત્ર 10 ટકા રોકાણ સોનામાં કરી રહ્યા છે. જ્યારે 40 ટકા રોકાણ શેર બજારમાં કરે છે. હાલ સોનામાં ભાવનો ઘટાડો ચોક્કસથી છે પરંતુ નાની નાની સોનાની લગડી અને સોનાના સેટ વધારે ખરીદાય રહ્યા છે બીજા પક્ષે શેરબજારમાં તેજીને કારણે ગુજરાતીઓ સૌથી વધુ સોનાનો મોહ છોડી શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે, બીજી તરફ બેકિંગ સેક્ટરમાં સતત ઘટતા વ્યાજદરને કારણે બેંકમાં પણ રોકાણ ઓછુ થઈ રહ્યું છે.

કેવો છે માર્કેટ નો ટ્રેન્ડ ?
આ અંગે મુમુક્ષુ દેસાઈ શેર બજાર એક્સપર્ટના મતે શેરબજારમાં રોકાણમાં તેજી બજેટને આભારી હોવાનું જણાવ્યું હતું,. 10 વર્ષ બાદ પહેલી વાર એવું બજેટ આવ્યું છે જેમાં ઘણાં બધાં પ્રોજે્કટનો પ્લાન મુકવામાં આવ્યો છે. રેલવે રોડ, મેટ્રો ઈન્ફ્રાસ્ટકચર દરેક સેક્ટરમાં ખર્ચા મુકવાને કારણે શેરબજારમાં જબરજસ્ત ઉછાળ છે.

આ પણ વાંચોઃ-

એક સમય હતો કે મધ્યમ વર્ગ  સોના તરફ રોકાણ કરતું હતું જ્યારે બોન્ડ અને ડિપોઝિટમાં પણ 5થી 6 ટકા એફડી હોવા છતાં રોકાણ થતું હતું પરંતુ હાલ શેર બજારમાં સૌથી વધુ રોકાણ સૌથી મોટા ફાયદો આપી રહ્યું છે. કોરાના બાદ લોકોનો સેવિંગ્સ રેટ વધી ગયો જેમાં હાલના તબક્કામાં મ્યુચલ ફંડમાં સૌથી વધુ રોકાણ થઈ રહ્યું છે. આ સાથે ઈક્વિવીટી તરફ પણ લોંગ ટર્મ પ્લાનિંગને કારણે લોકો વળી રહ્યા છે.

આ પણ વાંચોઃ-

રિયલ એસ્ટેટ માં શા માટે નથી થતું રોકાણ ?
રિયલ એસ્ટટે સેક્ટરમાં ગુજરાતનાં નાર્કેડકો ગુજરાતનાં પમુખ સુરેશ પટેલના કહેવા પ્રમાણે  રિયલ એસ્ટેટ સેક્ટરમાં હાલના સંજોગોમાં મંદી છે પરંતુ આ મંદી પ્રોજેક્ટ લોન્ચિંગની મંદી.રજીસ્ટ્રેશન નથી થઈ રહ્યું જેને કારણે પરોક્ષ રીતે રિયલ એસ્ટેટમાં મંદીનો માહોલ લાગી રહ્યો છે.. આ સાથે બજેટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ટેક્સના ભારણ અંગે કોઈ જ માહિતી નથી. જીએસટીની વ્યાખ્યા જીએસટી કાઉન્સિલ પર નિર્ભર છે.
" isDesktop="true" id="1069326" >હજુ પણ સિમેન્ટ પર 28 ટકા મંદી મકાનની ખરીદી પર લાગતાં જીએસટી દર અને સ્ટેમ્પ ડયુટી પર ડુપ્લીકેશન તમામ મંદીનાં જવાબદાર પરિબળો છે.વધુમાં તેમણે જણાવ્યું કે જીએસટી કાઉન્સિલની ફેબ્રુઆરી મહિનાની બેઠકમાં જો રિયલ એસ્ટેટને અગ્રીમતા આપીને જીએસટી ઘટાડવામાં આવે તો આ સેક્ટર પર નિર્ભ 266 જેટલા ઉદ્યોગો પર પોઝિટીવ અસર પડશે એટલું જ નહીં દેશાં જીડીપી ગ્રોથમાં પણ અસર જોવા મળશે.ગુજરાતમાં ઉદ્યોગોનું ચલણ છે પણ હાલ ગુજરાતીઓનાં નસ નસમાં શેરબજાર છે પરંતુ હાલની પરિસ્થિતીમાં જે રોકાણકારો શેરબજારથી દૂર ભાગે છે તે પણ કરી રહ્યા છે શેરબજારમાં રોકાણ.
Published by:ankit patel
First published:

Tags: Budget 2021, Investment, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन