Home /News /business /Explainer: ફિક્સ્ડ અથવા ફ્લોટિંગ રેટ કઈ FDમાં રોકાણ કરવું છે વધુ ફાયદાકારક?

Explainer: ફિક્સ્ડ અથવા ફ્લોટિંગ રેટ કઈ FDમાં રોકાણ કરવું છે વધુ ફાયદાકારક?

ફ્લોટિંગ રેટ ડિપોઝિટમાં તમને ત્યાં સુધી ફાયદો જ ફાયદો મળશે જ્યાં સુધી બેંકો વ્યાજ દરોમાં વધારો કરતી રહે છે.

FD Rates: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં વધારો કર્યા બાદ અનેક સરકારી અને પ્રાઈવેટ બેંકોએ પણ એફડી વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આશા કરવામાં આવી રહી છે કે આવનારા સમયમાં ફ્લોટિંગ રેટ ધરાવતી ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણકારોને વધુ ફાયદો કરાવી શકે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ સામાન્ય રીતે મોટાભાગના લોકો એવા વિકલ્પમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે જેમાં તેમનું રોકાણ સુરક્ષિત રહેવા સાથે નિશ્ચિત સમયમાં કમાણી પણ સારી એવી થાય છે. ત્યારે દરેકના મનમાં પહેલો વિચાર ફિક્સ્ડ ડિપોઝિટનો આવે છે. એફડીમાં રહેલા તમારા રુપિયા પૂરી રીતે સૂરક્ષિત માનવમાં આવે છે સાથે સાથે એક નિશ્ચિત સમયમાં બેંકના સેવિંગ્સ એકાઉન્ટ કરતા સારો એવો નફો મળી રહે છે. એફડી બેંક અને પોસ્ટ ઓફિસ બંનેમાં રાખી શકાય છે. તેમાં પણ આવી કોઈ એફડી ખોલાવવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા એ જાણી લો કે એફડી બે પ્રકારની હોય છે અને તેમાંથી વધુ ફાયદાકારક કઈ રહેશે.

  Gold Silver Rate Today: સોનાની કિંમતો ઓલ ટાઈમ હાઈથી નીચા સ્તરે, ખરીદવું હોય તો સારો છે મોકો

  જે એફડીમાં રોકાણના સમયગાળા દરમિયાન વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી થતો તેને ફિક્સ્ડ રેટ એફડી કહે છે. જ્યારે બીજા પ્રકારની એફડીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નીતિ સાથે જોડયેલા વ્યાજ દરો મુજબ એફડીના વ્યાજ દરમાં પણ ફેરફાર થતા રહે છે. આવી એફડીને ફ્લોટિંગ રેટ એફડી પણ કહે છે. હાલના સમયમાં ફ્લોટિંગ રેટ એફડી ત્યારે ચર્ચામાં આવી જ્યારે આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યો અને ત્યાર પછી અનેક સરકારી અને પ્રાઈવેટ બેંકોએ પણ પોતાના આવી એફડીના વ્યાજદરો વધારી દીધા.

  ફ્લોટિંગ રેટ અફડીનું ભવિષ્ય કેવું છે?

  ગોલ્ડ પછી ફિક્સ્ડ ડિપોઝિટને રોકાણ માટે દેશભરમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. જોકે ગત વર્ષે એફડી પર વ્યાજ દર ઓછા હોવાના કારણે લોકોનો ઇન્ટરેસ્ટ તેના તરફ ઓછો થઈ ગયો હતો. પરંતુ ફરી એકવાર વ્યાજદરોમાં વધારો થયા બાદ લોકોનો એફડીમાં ઇન્ટરેસ્ટ ફરી વધ્યો છે. રેપો રેટમાં વધારા બાદ બેંકો દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવામાં આવતા આવનારા સમયમાં રોકાણકારોનો રસ ફ્લોટિંગ રેટ ધરાવતી એફડી તરફ વધી શકે છે.

  બ્લડી મંડે પછી આજે પણ શેરબજારમાં કોહરામ મચશે? અમેરિકન ઇન્ડેક્સ Nasdaq 2 ટકા તૂટ્યો

  કેવી રીતે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદર બદલે છે?

  આરબીઆઈ જ્યારે પણ મુખ્ય વ્યાજ દરોમાં ફેરફાર કરે છે. ત્યારે ત્યારે લોન વ્યાજ દરોમાં પણ ફેરફાર થાય છે, જેની સામાન્ય અસર બેંકના ફિક્સ્ડ ડિપોઝિટ રેટ પર પણ પડે છે. આરબીઆઈ બેંકોને જે વ્યાજ દરે લોન આપે છે તેને રેપો રેટ કહે છે. ભારતીય અર્થવ્યવસ્થામાં રેપો રેટ મુખ્ય વ્યાજ દર છે. જ્યારે આર્થિક લેવડદેવડને વધારો આપવો હોય છે ત્યારે ત્યારે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે છે. જેથી બેંકો પાસે લોન આપવા માટે પૂરતા પ્રમાણમાં રોકડ રહે. તો જ્યારે મોંઘવારીનો દર નિશ્ચિત મર્યાદા કરતા વધી જાય છે ત્યારે તેને કાબૂમાં કરવા માટે રેપો રેટમાં વધારો કરી દેવામાં આવે છે. એટલે સામાન્ય ભાષામાં સમજીએ તો રેપો રેટના ફેરફારની અસર લોનના દરો પર તરત જ થાય છે જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટના દરો પર સામાન્ય અસર જોવા મળે છે.

  ક્યા કારણે ડિપોઝિટ વ્યાજ દરોમાં થાય છે વધારો

  મોટાભાગની બેંકો લોન માટેના વ્યાજ દરો વધુમાં વધુ અને ડિપોઝિટના વ્યાજ દરો ઓછામાં ઓછા રાખવા માગે છે. જેનાથી બેંકનું નેટ ઇન્ટ્રેસ્ટ માર્જિન વધે છે. જ્યારે ક્રેડિટ ડિપોઝિટ રેશિયોના કારણે ડિપોઝિટના દરોમાં ઘટાડો થાય છે. જો આ રેશિયો ઓછો હોય તો બેંકો વધુમાં વધુ લોન આપી શકે છે. જો કોઈ બેંકોએ રેપો રેટ સાથે જોડાયેલ લોન વધુ આપી હોય તો રેપો રેટમાં વધારો થવા પર ડિપોઝિટના વ્યાજ દરોમાં પણ વધારો થાય છે.

  ખસની ખેતી કરીને વર્ષે લાખોમાં કમાણી કરી શકો છો, ઉજ્જડ જમીનમાં પણ મબલખ પાક ઉતરશે

  ફ્લોટિંગ કે ફિક્સ્ડ રેટ કઈ એફડી વધુ સારી?

  સીડીઆરમાં ઘટાડો થવા સાથે બેંકો લોન બુકમાં ગ્રોથ વધારવા માગે છે સાથે એવી આશા રાખે છે કે લોનની માંગમાં ઘટાડો નહીં થાય તેવામાં સ્પર્ધાના માહોલ વચ્ચે બેંકો આગામી સમયમાં પણ પોતાના ડિપોઝિટરી વ્યાજ દરોમાં વધારો કરશે. તેવામાં બેંકો તરફથી કરવામાં આવી રહેલા આ વધારાને જોતા હાલના સમયમાં ફ્લોટિંગ રેટ એફડી ફાયદાકારક સાબિત થશે. જોકે તેનો ફાયદો ત્યાં સુધી મળશે જ્યાં સુધી બેંકો વ્યાજ દરોમાં વધારો કરતી રહે છે. જેવી બેંકો વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું શરું કરશે તેવું જ તમને નુકસાન થવાનું શરું થઈ જશે. તેનાથી ઊંધુ ફિક્સ્ડ રેટ વાળી એફડી પર બેંકો એક નિશ્ચિત દર નક્કી કરી દે છે. જેથી તમારી એફડીની મેચ્યોરિટી સમયે આ જ દરનો લાભ મળે છે. તેથી જો આ સમયગાળામાં ડિપોઝિટરી વ્યાજ દરોમાં વધારો થાય છે તો તેનો લાભ તમને મળતો નથી. તમને જણાવી દઈએ કે હાલ કેટલીક જ બેંકો છે જે ફ્લોટિંગ રેટ સાથે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા આપે છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Bank FD, Fixed Deposit, Investment tips, Post Office Scheme

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन