મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા એક ગ્રાઉન્ડ રુલ સમજી લો પસ્તાવાનો વારો નહીં આવે.
Which Mutual Plan is Best? સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે બે પ્લાન હોય છે. એક હોય છે ડાઇરેક્ટ પ્લાન અને બીજો હોય છે રેગ્યુલર પ્લાન ડાઈરેક્ટ પ્લાનમાં રોકાણકાર સીધા જ ફંડમાં રોકાણ કરી શકે છે. જ્યારે રેગ્યુલર પ્લાનમાં ડિસ્ટ્રિબ્યુટર અથવા એજન્ટના માધ્યમથી રોકાણ કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની જ્યારે પણ વાત આવે છે ત્યારે તેના તેના બે પ્લાન અંગે ચર્ચા થતી હોય છે. એક છે ડાઈરેક્ટ પ્લાન અને બીજો છે રેગ્યુલર પ્લાન. જોકે તમે નવા નિશાળીયા હોવ તો સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે બંનેમાંથી ક્યો પ્લાન પસંદ કરવો? ત્યારે ઘણીવાર સાંભળેલી સલાહોના આધારે ભૂલથી ખોટો પ્લાન પસંદ કરી લે છે અને પછી પાછળથી મુશ્કેલીઓ અને આર્થિક નુકસાન સહેવાનો વારો છે. ત્યારે આવો આપણે આ બંને પ્લાન અંગે વિગતે સરળ ભાષામાં સમજીએ.
ડાઈરેક્ટ પ્લાન એટલે કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પોતાના રોકાણકારોને સીધો જ જે પ્લાન ઓફર કરવામાં આવે તેને ડાઈરેક્ટ પ્લાન કહે છે. અહીં રોકાણકાર અને ફંડ હાઉસ વચ્ચે કોઈ મધ્યસ્થી, એજન્ટ કે બ્રોકર હોતા નથી. આ માટે રોકાણકારે ફક્ત ફંડ મેનેજમેન્ટ ફી જ આપવી પડે છે અને ડિસ્ટ્રિબ્યુટર કમિશન આપવું પડતું નથી. જ્યારે કોઈ ડિસ્ટ્રિબ્યુટરના માધ્યમથી ફંડમાં રોકાણ કરવામાં આવે છે તો તેને રેગ્યુલર પ્લાન કહેવાય છે અને તેમાં રોકાણકારને ચૂકવવાનો ખર્ચ વધુ હોય છે. કારણકે તેને મેનેજમેન્ટ ફીઝ અને ડિસ્ટ્રિબ્યુટર કમિશન બંને આપવું પડે છે.
ડાઈરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન ખર્ચમાં મોટો તફાવત
મનીકંટ્રોલના એક અહેવાલ મુજબ ત્રણ વર્ષના એસઈ એમએફ સ્કીમના ટ્રેક રેકોર્ડનો અભ્યાસ કરવા પર ખબર પડે છે કે લાર્જ કેપ ફંડમાં રેગ્યુલર પ્લાનનો એવરેજ ટોટલ ખર્ચ રેશિયો 1.86 ટકા રહ્યો છે. જ્યારે ડાઈરેક્ટ પ્લાનમાં આ રેશિયો 0.94 ટકા જ રહે છે. મીડકેપમાં રેગ્યુલર પ્લાનનો ખર્ચ રેશિયો 1.96 ટકા હતો જ્યારે ડાઈરેક્ટ પ્લાનમાં તે ફક્ત 0.86 ટકા જ હતો. આ જ રીતે સ્મોલ કેપમાં ખર્ચ રેશિયો રેગ્યુલર પ્લાનના 2.02 ટકા તો ડાઈરેક્ટ પ્લાનમાં 0.70 ટકા જ રહે છે.
તમારા માટે ક્યો પ્લાન વધુ સારો?
અહીં એક ગ્રાઉન્ડ રુલ ખાસ નોંધી લેવો જોઈએ કે ડાઈરેક્ટ પ્લાન એવા રોકાણકારો માટે ઉત્તમ છે જેમને નાણાકીય માર્કેટની જાણકારી છે. જે માર્કેટના ઉતાર ચઢાવ સામે લડવામાં સક્ષમ છે. પોતાનો પોર્ટફોલિયો પોતાની જાતે બનાવવામાં અને તેનો સમયે સમયે રિવ્યુ કરીને ફેરફાર કરવામાં સક્ષમ રોકાણકારોએ ડાઈરેક્ટ પ્લાનમાં જ રોકાણ કરવું જોઈએ.
રેગ્યુલર પ્લાન નવા રોકાણકારો માટે ઉત્તમ છે. એડવાઇઝરની સુવિધા ઉપલબ્ધ હોવાના કારણે આ પ્લનામાં રોકાણકારોને પોતાની રીતે ખાસ કોઈ રિસર્ચ કરવાની જરુર પડતી નથી. ફાઈનાનશિયલ એડવાઇઝર પોર્ટફોલિયો રિવ્યુ કરવામાં અને તેને મેનેજ કરવામાં મદદરુપ સાબિત થાય છે. જોકે આ માટે તમારે વધુ ચાર્જ ચૂકવવો પડે છે અને તેના કારણે ડાઈરેક્ટ પ્લાનની તુલનામાં તમને ઓછું રિટર્ન મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર