નવી દિલ્હી : શું તમે એ ભૂલી ગયા છો કે તમારા આધાર કાર્ડમાં (Aadhaar Card)કયો નંબર એડ કરાવેલો છે? તમે ફક્ત 2 મિનિટમાં પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વિશે માહિતી મેળવી શકો છો. આજકાલ બધા કામ માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવામાં તમને એ ખબર હોવી જરૂરી છે કે તમે આધાર કાર્ડમાં કયો નંબર રજિસ્ટર્ડ કરાવ્યો છે. આજે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિશે જણાવી રહ્યા છીએ.
ફોલો કરો આ પ્રોસેસ
- તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે.
- આ વેબસાઇટના ડેશબોર્ડ પર ઘણી કેટેગરી છે. અહીં My Aadhar કેટેગરીમાં જવું પડશે.
- આ કેટેગરીમાં Aadhar Servicesનું ઓપ્શન જોવા મળશે.
- ઓ ઓપ્શનને ક્લિક કર્યા પછી Verify Email/Mobile Numberનું એક વિન્ડો ખુલશે.
- આ વિન્ડોમાં પોતાનો આધાર નંબર અને તેના નીચેના બોક્સમાં મોબાઇલ નંબર એન્ટર કરવો પડશે.
- આ પછી કેપ્ચા નંબર નાખ્યા પછી ઓટીપી જનરેટ કરવો પડશે. તમે ઓટીપી જનરેટ કરશો ત્યારે એક મેસેજ લખેલો આવશે.
- જો તમારો નંબર પહેલાથી જ રજિસ્ટર્ડ છે તો મેસેજ લખેલો આવશે - The Mobile you have entered already verified with our records એટલે કે તમારો મોબાઇલ નંબર પહેલાથી આધાર સાથે રજિસ્ટર્ડ છે.
- જો મોબાઇલ નંબર પહેલાથી રજિસ્ટર્ડ નહીં હોય તો મેસેજ લખેલો આવશે કે - The Mobile number you had entered does not match with our records તેનાથી ખબર પડી જશે કે તમે બીજો કોઈ મોબાઇલ નંબર આધારથી લિંક કરાવેલો છે.
આ પણ વાંચો - નવી સ્ટડીમાં દાવો : હવામાં કલાકો રહી શકે છે કોરોના વાયરસ, કરી શકે છે સંક્રમિત
મોબાઇલ નંબરની જેમ રજિસ્ટર્ડ ઇ-મેલ આઈડીને પણ ચેક કરવા માટે તમારે આ ફોર્મ્યુલા પર કામ કરવું પડશે. ઇ-મેલ આઇડીને આ જ રીતે એન્ટર કરીને રજિસ્ટ્રેશનની જાણકારી મેળવી શકો છો.