Immigration: ધોરણ-12 બાદ ઓસ્ટ્રેલિયામાં સૌથી શ્રેષ્ઠ અંડર ગ્રેજ્યુએટ કોર્ષ કયો છે?

ખાણકામ ઉદ્યોગો છેલ્લા ઘણા વર્ષોથી તેજીમાં છે અને દરેક શહેરમાં ઇલેક્ટ્રોનિક/કમ્પ્યુટર એન્જિનિયરિંગની પણ આવશ્યકતા છે

ખાણકામ ઉદ્યોગો છેલ્લા ઘણા વર્ષોથી તેજીમાં છે અને દરેક શહેરમાં ઇલેક્ટ્રોનિક/કમ્પ્યુટર એન્જિનિયરિંગની પણ આવશ્યકતા છે

  • Share this:
    પ્રશ્ન: મારો પુત્ર 12માં એ જૂથમાં છે અને તે 2020માં પાસ થઈ જશે, તેમના માટે ઓસ્ટ્રેલિયામાં કયો અંડરગ્રેજ્યુએટ કોર્સ શ્રેષ્ઠ છે?

    જવાબ: દરેક માતાપિતા તેમના બાળકના ભાવિ શિક્ષણની ચિંતા કરે છે અને કેટલીકવાર બાળકો માર્ગદર્શન માંગવામાં અચકાતા હોય છે. બાળકની કારકિર્દી તરફ આગળના કોઈપણ પગલા ભરતા પહેલા તમારે જેટલા પ્રશ્નો પૂછવાની જરૂર છે તમે પૂછો. પહેલા તમારે તે સમજવાની જરૂર છે કે તમારું બાળક કયા ક્ષેત્રમાં રુચિ ધરાવે છે. તમારે તેને વિકલ્પો આપવાની જરૂર છે. એન્જીનિયરિંગ, કૃષિ, બાયોલોજી, હિસાબી, વ્યવસાય, આઇટી, પર્યટન અને વગેરેનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયા શક્યતાઓથી ભરેલું છે. તેમના અભ્યાસક્રમમાં ગણિત, રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર ધરાવતા વિદ્યાર્થીઓ માટે નીચેના વિકલ્પો પસંદ કરી શકાય છે. આ વિકલ્પોમાં પેટા કેટેગરી પણ છે જે તમે પણ પસંદ કરી શકો છો.

    સિવિલ એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ખાણકામ અને ધાતુશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર અને જીઓસાયન્સ, તેલ અને ગેસ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન, ઔદ્યોગિક એન્જિનિયરિંગ.

    આ સિવાય તમે પસંદ કરી શકો તેવા અન્ય અભ્યાસક્રમો પણ છે. જેમ કે બિઝનેસ એડમિન, ચાર્ટર્ડ એકાઉન્ટિંગ. પરંતુ તમે એન્જિનિયરિંગને લગતા વિષયો પસંદ કરો તેવી શક્યતા વધુ છે. ઓસ્ટ્રેલિયા માં વધુ બિલ્ડિંગ ડેવલપમેન્ટ્સ ચાલુ છે, ખાણકામ ઉદ્યોગો છેલ્લા ઘણા વર્ષોથી તેજીમાં છે અને દરેક શહેરમાં ઇલેક્ટ્રોનિક/કમ્પ્યુટર એન્જિનિયરિંગની પણ આવશ્યકતા છે. મારા અનુસાર આ ક્ષેત્રો આ સમયે વધુ સારા છે. અને ભવિષ્યમાં આ ક્ષેત્રોની માંગમાં વધારો થશે.

    નોંધ - તમારા ઈમિગ્રેશનને લગતા પ્રશ્ન નીચે આપેલા ઈ-મેઈલ આઈડી પર મોકલાવી શકો છો. (sandipkhadalia@gmail.com)

    સંદિપ ખડાલિયા - ઈમિગ્રેશન એક્સપર્ટ
    Published by:kiran mehta
    First published: