Home /News /business /Gold vs Crypto: સોનું કે ક્રિપ્ટો? શું વધારે યોગ્ય? જાણો ક્યાં રોકાણ કરવાથી થશે વધારે ફાયદો
Gold vs Crypto: સોનું કે ક્રિપ્ટો? શું વધારે યોગ્ય? જાણો ક્યાં રોકાણ કરવાથી થશે વધારે ફાયદો
ક્રિપ્ટોકરન્સીએ ઘણા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે.
Investment Tips: જો તમે સોનું અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાને લઈને મૂંઝવણમાં છો તો અમે તમને જણાવીશું કે બિટકોઈન કે સોનામાં રોકાણ માટે કોણ વધારે સારું?
નવી દિલ્હીઃ ગત કેટલાક વર્ષોમાં રોકાણકારોનું ધ્યાન ઝડપથી ક્રિપ્ટોકરન્સી તરફ વધ્યુ છે. રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં તેને સામેલ કરી રહ્યા છે. સામાન્ય રીતે મોટાભાગના રોકાણકારો ક્રિપ્ટોમાં રોકાણને સોનામાં રોકાણની જેમ જ સમજે છે. સોનામાં રોકાણકારોને સારુ વળતર મળે છે, પરંતુ સોનાની ચમકને ઓછી કરતા, ક્રિપ્ટોએ સોના કરતા પણ સારુ વળતર આપ્યુ છે. અને આ જ કારણ રહ્યુ છે કે, ક્રિપ્ટોકરન્સીએ ઘણા રોકાણકારોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યુ છે.
ભારતમાં ધનતેરસ પર સોનું ખરીદવું બહુ જ સામાન્ય વાત છે. કારણે કે પીળી ધાતુ ધન, સુરક્ષા અને નાણાકીય કલ્યાણનું પ્રતીક છે. પરંતુ માત્ર સોનાને જ રોકાણમાટે સારો વિકલ્પ ન માની શકાય. ઘણા લોકો બિટકોઈનને ‘ડિજિટલ ગોલ્ડ’ પણ કહે છે, કેમ કે તેનો પણ કોઈ અન્ય એસેટ સાથે ખાસ સંબંધ નથી.
ગત કેટલાક વર્ષોથી અને ખાસ કરીને કોરોનાકાળમાં સોનાએ સારુ વળતર આપ્યુ છે. સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે તેને ઘણો પસંદ કરવામાં આવે છે. પરંતુ આ વચ્ચે બિટકોઈને તો તેનાથી પણ વધારે વળતર આપ્યુ છે. આ જ કારણ છે કે, હવે લોકો બિટકોઈનમાં વધારેમાં વધારે રૂપિયા રોકાણ કરવામાં રસ લઈ રહ્યા છે. પરંતુ બિટકોઈનમાં રોકાણને લઈને ઘણા જોખમો પણ છે.
જાણો ક્યારે શેમાં થયો વધારો
19 ઓક્ટોબર, 2017ની દિવાળી પર બિટકોઈનમાં 312.5 ટકાનો વધારો જોવા મળ્યો, જ્યારે સોનામાં 29.5 ટકાનો વધારો થયો હતો. આ ઉપરાંત, 6 નવેમ્બર 2018ના રોજ દિવાળી પર બિટકોઈમાં 196.3 ટકાનો વધારો નોંધાયો, જ્યારે સોનામાં 36.1 ટકાનો વધારો નોંધાયો, જો કે, નોંઘનીય બાબત એ છે કે, 2017ની સરખામણીએ વર્તમાનમાં બિટકોઈન કરતા સોનામાં સારો વધારો જોવા મળ્યો છે. 27 ઓક્ટોબર, 2019ના રોજ આયોજિત દિવાળી પર બિટકોઈન અને સોનું બંનેમાં ક્રમ અનુસાર 99.9 ટકા અને 11 ટકાનો ઘટાડો થયો હતો. જો કે, 2019માં દિવાળી દરમિયાન, બિટકોઈને હજુ પણ સારુ પ્રદર્શન કર્યુ છે.
કાનૂની જોગવાઈઓ, પારદર્શિતા અને સુરક્ષાની વાત કરીએ તો ક્રિપ્ટોકરન્સીની સરખામણીમાં સોનું બહુ આગળ છે. સોનું અને ક્રિપ્ટોકરન્સીને મેળવવું સરળ નથી. બંને વિકલ્પો બજારમાં સારી તરલતા ધરાવે છે. જો કે, સોનાની સરખામણીમાં જોવામાં આવે તો, ક્રિપ્ટોકરન્સીમાં વધારે ઊંચ-નીચ જોવા મળે છે. સોનું બહુ જ લાંબા સમયથી રોકાણનું સાધન છે, જ્યારે ક્રિપ્ટોકરન્સી હજી ઘણી નવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર