Home /News /business /રિકરિંગ ડિપોઝિટ્સ કે મ્યુચ્યુઅલ ફંડ SIP? જાણો કયો છે રોકાણ કરવા માટે બેસ્ટ ઓપ્શન

રિકરિંગ ડિપોઝિટ્સ કે મ્યુચ્યુઅલ ફંડ SIP? જાણો કયો છે રોકાણ કરવા માટે બેસ્ટ ઓપ્શન

રિકરિંગ ડિપોઝિટ્સ કે મ્યુચ્યુઅલ ફંડ SIP? જાણો કયો છે રોકાણ કરવા માટે બેસ્ટ ઓપ્શન

રોકાણકારો માટે એક સમસ્યા સૌથી મોટી છે કે તેમણે મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીમાં રોકાણ કરવું કે પછી રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવું? અહીં નિષ્ણાતો વિગતે સમજાવી રહ્યા છે કે તમારે ક્યું રોકાણ કરવું જોઈએ.

ઓગસ્ટ 2022માં 12,693 કરોડ રૂપિયા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સ (MF)માં આવ્યા હતા. જે એમએફ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ માસિક એસઆઈપી પ્રવાહ છે. સમય જતાં ઘણા રોકાણકારોએ રોકાણના ફાયદાઓ (Benefits of Investment) ને સમજ્યા છે. પરંતુ એક બીજો માર્ગ છે જ્યાં તમે વ્યવસ્થિત રીતે રોકાણ કરી શકો છો. વળતર સાધારણ હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડ (Return in Mutual Funds) કરતા જોખમ ઘણું ઓછું છે. તેને રિકરિંગ ડિપોઝિટ (What is Recurring Deposit) કહેવામાં આવે છે અને તમે તમારી બેંક દ્વારા રોકાણ કરી શકો છો. તો ચાલો જાણીએ રોકાણ માટે શું તે યોગ્ય છે?

આ પણ વાંચોઃ વડોદરા રાજપરિવારની આ કંપનીએ શેરબજારમાં ધમાલ મચાવી, 4 મહિનામાં રુ.1 લાખને 45 લાખ કરી આપ્યા

 શું છે રિકરિંગ ડિપોઝિટ?


રિકરિંગ ડિપોઝિટ્સ (RD)એ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, જે રોકાણકારોને મૂડીની ગેરંટી પૂરી પાડે છે. બેંકો એકથી 10 વર્ષના સમયગાળા માટે આર.ડી. આપે છે. આ સાધન રોકાણકારોને દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવાની અને ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે કોર્પસ બનાવવાની મંજૂરી આપે છે. તે મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીની જેમ જ કામ કરે છે. આરડીમાં રોકાણ કરવાથી તમારા રોકાણમાં શિસ્ત આવે છે. એમએફ SIPની જેમ કેચ એ છે કે તમારી પાસે દર મહિનાના અંતે રોકાણ કરવા માટે પૈસા હોવા જરૂરી છે. આપને જણાવી દઇએ કે આરડી કરપાત્ર છે. ન તો રોકાણ કરેલા નાણાં કે ન તો મેળવેલા વ્યાજને મુક્તિ આપવામાં આવી છે અને બંને પર ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગે છે.

આરડી અને એસઆઈપી બંને નિયમિત રોકાણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તેઓ રોકાણકારોને ચોક્કસ સમયગાળા દરમિયાન નાની રકમનું રોકાણ કરવાની અને કોર્પસ બનાવવાની મંજૂરી આપે છે. તમે તમારી આરડી અને એસઆઈપીને ગમે ત્યારે રોકીને તમારા પૈસા ઉપાડી શકો છો. જો કે, કેટલીક બેંકો તમારા આરડી ખાતામાંથી અચાનક ઉપાડ માટે પેનલ્ટી પણ વસૂલી શકે છે.

આ પણ વાંચોઃ Expert Views: ટૂંકાગાળામાં કમાણી માટે નિષ્ણાતે કહ્યું આ બે શેરમાં દાવ રમો, ચાન્સ વધી જશે

ફ્લેક્સિબિલિટી


MF SIPs વધુ ફ્લેક્સિબિલિટી ધરાવે છે. તમે તેમાં દૈનિક, સાપ્તાહિક, પખવાડિયા, માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક રોકાણ કરી શકો છો. આરડીથી વિપરીત જે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ સમાન છે, એમએફ તમને એસઆઈપી દ્વારા ઇક્વિટીમાં રોકાણ કરવાની મંજૂરી પણ આપે છે. પ્લાન રૂપી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસના સ્થાપક અમોલ જોશી કહે છે કે, "એસઆઈપી દ્વારા રોકાણ કરવું એ ઇક્વિટી માર્કેટમાં ભાગ લેવાનો વધુ સારો માર્ગ છે. કારણ કે તે રૂપિયાના ખર્ચની સરેરાશ પૂરી પાડે છે, જે ખાસ કરીને નિયમિત માસિક આવક ધરાવતા રોકાણકારો માટે લાંબા ગાળે સંપત્તિનું નિર્માણ કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે." આપને જણાવી દઇએ કે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઈપીમાંથી મળતું વળતર અસ્થિર હોય છે, કારણ કે તે બજાર સાથે જોડાયેલા હોય છે. આર.ડી. લોક-ઇન સાથે આવે છે. સમયગાળો પૂરો થાય તે પહેલાં તમે તમારા રોકાણો પરત ખેંચી શકતા નથી. તે 1-10 વર્ષ હોઈ શકે છે.

બીજી તરફ, તમે સરળતાથી તમારા એસઆઈપીને રોકી અથવા પરત ખેંચી શકો છો. ઇક્વિટી-લિન્ક્ડ સેવિંગ સ્કીમ્સ (ELSS)માં માત્ર SIP જ ત્રણ વર્ષના લોક-ઇન સાથે આવે છે. ELSS સ્કીમમાં દરેક SIP ત્રણ વર્ષ માટે લોક ઈન થઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમારા માસિક રોકાણની જેમ જ તમારું વળતર પણ અટકી જાય છે.

આરડી કરપાત્ર છે. ન તો રોકાણ કરેલા નાણાં કે ન તો મેળવેલા વ્યાજને મુક્તિ આપવામાં આવી છે અને બંને પર ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગે છે. આર.ડી. પર મળતું વ્યાજ ફુગાવાની નીચે હોય છે. ટેક્સ બાદ આ રિટર્ન નેગેટિવ આવી શકે છે. તેથી તે લાંબાગાળાના રોકાણો માટે યોગ્ય સાધન ન પણ હોઈ શકે.

આ પણ વાંચોઃ દશેરા, દિવાળી સમયે શરું કરો સુપરહિટ બિઝનેસ, જલ્દી બનાવી શકે લખપતિ

શું ગેરેન્ટેડ રિટર્ન વધુ સારું છે?


સામાન્ય રીતે, અમને ગેરેન્ટેડ રીટર્ન ગમે છે. પરંતુ જો તમે કોઈ જોખમ લેવા માંગતા ન હોવ અથવા તમારી જોખમ ઉઠાવવાની ક્ષમતા શૂન્યથી પણ ઓછી હોય તો તે યોગ્ય લાગે છે. આ સ્થિતિમાં તમારી વળતરની અપેક્ષા પણ ઓછી હોવી જોઈએ. BankBazaar.comના સીઇઓ અધિલ શેટ્ટી જણાવે છે કે, "આરડી કેપિટલ પ્રોટેક્શન પૂરું પાડે છે, જે ટૂંકાગાળા માટે બચત કરતી વખતે મહત્વપૂર્ણ બની શકે છે." જોશી જણાવે છે કે, "કેન્દ્રીય બૅન્કની પેટાકંપની ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ઍન્ડ ક્રેડિટ ગેરન્ટી કૉર્પોરેશન પાંચ લાખ રૂપિયા સુધીની આરડીમાં રોકાણની બાંયધરી આપે છે. એસઆઈપી દ્વારા એમએફમાં રોકાણ કરતી વખતે આવી કોઈ ખાતરી નથી. તો બીજી તરફ એસઆઈપીથી મળતા રિટર્નને માર્કેટ સાથે જોડવામાં આવે છે. જ્યારે બજારો વધે છે, ત્યારે તમારી એમએફ સ્કીમ વધુ નાણાં કમાય છે, અને તેનાથી ઊલટું પણ થાય છે. લાંબા સમયગાળા દરમિયાન, ઇક્વિટી ફંડ્સ ડેટ ફંડ્સને પાછળ છોડી દે છે.

આ પણ વાંચોઃ કોઈ મોટા ખતરાનો સંકેત આપી રહ્યું છે બજાર પર સતત વધતું દબાણ!

કોણ કરી શકે છે આરડીમાં રોકાણ?


આરડી તમને ગેરેન્ટેડ રિટર્ન આપે છે, પરંતુ તે ટેક્સ-ફ્રેન્ડલી નથી. બેક-ઓફ-ધ-કવર ગણતરીઓ દર્શાવે છે કે પાંચ વર્ષના સમયગાળા માટે વાર્ષિક 6 ટકાના દરે માસિક રોકાણ કરેલા રૂ.10,000 આરડીમાં રૂ. 97,000થી થોડી વધારે કમાણી કરે છે, જ્યારે ડેટ ફંડમાં આશરે રૂ. 1.26 લાખનું રોકાણ થાય છે. જો કે, આરડીમાં મળતા વ્યાજ પર તમારા આવકવેરાના રેટ પર વેરો લાગે છે. સૌથી વધુ ટેક્સ સ્લેબ માટે 30 ટકા છે. બીજી તરફ, ડેબ્ટ ફંડ્સ કેપિટલ ગેઇન ટેક્સ માટે પાત્ર છે. જો તમે તમારા એકમોને ત્રણ વર્ષ કે તેથી વધુ સમય માટે રાખો છો, તો લાંબાગાળાના મૂડી લાભો ઇન્ડેક્સેશન સાથે આવે છે.

વળી, આરડીમાં વ્યાજની આવક પર ટેક્સ ઉપરાંત બેંકો ટીડીએસ (Tax Deducted at Source) પણ કાપે છે. ટ્રુ-વર્થ ફિન્સલ્ટન્ટ્સના સીઇઓ ટીવેશ શાહ કહે છે કે, આ ટીડીએસ તમારા ઉપાર્જિત વ્યાજમાંથી આવે છે. આનો અર્થ એ છે કે, તમારું સંચિત વ્યાજ ટીડીએસ કાપવામાં આવે છે. આ તમારા કમ્પાઉન્ડિંગને અસર કરે છે. તો કયું વધુ સારું છે? આરડી કે એસઆઈપી? એવા રોકાણકારો કે જેઓ નાણાંકીય ઉત્પાદનના લેન્ડસ્કેપથી ખૂબ પરિચિત નથી અને પરંપરાગત રોકાણ દૃષ્ટિકોણ ધરાવે છે, તેઓએ આરડીમાં રોકાણ કરવું જોઇએ. જે રોકાણકારો નાણાંકીય ઉત્પાદનોની ઉપલબ્ધતા અને તેમાં સામેલ જોખમો સંબંધિત માહિતી અંગે ખૂબ આગળ છે, તેઓએ એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરવું જોઈએ.

આ પણ વાંચોઃ ઈલેક્ટ્રોનિક્સ માર્ટે તેના IPO માટે નક્કી કરી રૂ. 56થી 59ની પ્રાઇસ બેન્ડ, જાણો લિસ્ટિંગ સહિતની ડિટેલ્સ

રોકાણકારોએ શું કરવું જોઇએ?


આરડી એક નિશ્ચિત અવધિ માટે છે અને વ્યાજની આવક કરપાત્ર છે. જો કે, તે ડેટ સાધનો છે જે કેપિટલ ગેરેન્ટી પૂરી પાડે છે. શેટ્ટી કહે છે, "આને કારણે તેઓ નજીકના ગાળામાં જરૂરી ભંડોળના નિર્માણ માટે યોગ્ય બને છે. ખાસ કરીને આગામી એકાદ વર્ષમાં તમારે જરૂરી ભંડોળ એકઠું કરવા માટે." બીજી તરફ, SIP તમે જ્યાં સુધી ચાલું રાખવા માંગો ત્યાં સુધી રાખી શકો છો.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Earn money, Investment tips, Share market, Stock market Tips

विज्ञापन
विज्ञापन