મુંબઈ. Life Insurance Policy Plans: લાઈફ ઈન્શ્યોરન્સ (Life Insurance) એટલે કે જીવન વીમા પોલિસી એક વ્યક્તિ અને વીમા કંપની (Insurance company) વચ્ચે કરવામાં આવેલો એક કોન્ટ્રાક્ટ છે. આ કોન્ટ્રાક્ટમાં ઈન્શ્યોરન્સ કંપની પોલિસી હોલ્ડરને પ્રિમીયમના અવેજમાં આર્થિક સુરક્ષા એટલે કે ફાયનાન્શિયલ પ્રોટેક્શન આપે છે. પોલિસી હોલ્ડરનુ મૃત્યુ થવા પર પોલિસી મેચ્યોર થાય છે. થોડા સમય પછી ઈન્શ્યોરન્સ કંપની તે વ્યક્તિના પરિવારને વીમાની રકમની ચૂકવણી કરે છે. પોલિસી હોલ્ડરની વ્યક્તિગત માંગ અને જરૂરિયાતો પ્રમાણે માર્કેટમાં વિવિધ પ્રકારની લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી હોય છે. અહીં નિષ્ણાતો લાઈફ ઈન્શ્યોરન્સ (Life Insurance) વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપી રહ્યા છે.
જીવન વીમાની સાથે તમે અન્ય કેટલાક ફાયનાન્શિયલ ગોલ પણ સુરક્ષિત કરી શકો છો. લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન એક વ્યક્તિ અને તેના પરિવારના વિવિધ ફાયનાન્શિયલ ઉદ્દેશોને પૂર્ણ કરવામાં મદદરીપ થાય છે. અહીં કોઈપણ વ્યક્તિના કેટલાક ગોલ્સ વિશે જણાવીશું જે પૂરા કરવામાં લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી મદદ કરે છે. આ ગોલ્સ નીચે પ્રમાણે છે.
મૃત્યુની સ્થિતિમાં નાણાકીય સુરક્ષા
- બાળકોની શિક્ષા માટે
- બાળકોના લગ્ન માટે
- એક ઘર ખરીદવા માટે
- રિટાયરમેન્ટ પછી પેન્શન અથવા નિયમિત આવક
કેટલા પ્રકારના હોય છે લાઈફ ઈન્શ્યોરન્સ?
લાઈફ ઈન્શ્યોરન્સ વિવિધ પ્રકારના હોય છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે કોઈ પણ પ્લાનની પસંદગી કરી શકો છો.
>> ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન- આ સંપૂર્ણ રીતે રિસ્ક કવર પ્લાન છે. >> યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન- આ પ્લાન ઈન્શ્યોરન્સની સાથે ઈન્વેસ્ટમેન્ટ કરવાનો પણ મોકો છે. >> એન્ડોમેન્ટ પ્લાન- ઈન્શ્યોરન્સ અને સેવિંગ્સ. >> મની બેક- ઈન્શ્યોરન્સ કવર સાથે નિયમિત રીતે સમય સમય પર રિટર્ન. >> સંપૂર્ણ જીવન વીમા- વીમા ધારક માટે સંપૂર્ણ લાઈફ કવરેજ. >> બાળકો માટેના પ્લાન- બાળકોના લાઈફ ગોલ્સ જેવા કે લગ્ન અને અભ્યાસ. >> રિટાયરમેન્ટ પ્લાન- રિટાયરમેન્ટ પછી આવક માટે.
ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન (term life insurance)
ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન જીવન વીમાનો સૌથી ળુધ્ધ પ્રકાર કહી શકાય છે. કોઈપણ જાતની સેવિંગ્સ અથવા પ્રોફિટ એલિમેન્ટ વગર પણ આ તમને લાઈફ કવર આપે છે. ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન લાઈફ ઈન્શ્યોરન્સનું સૌથી વ્યાજબી પ્રકાર છે. ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન અન્ય પ્લાનની તુલનામાં ઓછું અને સસ્તું પ્રીમિયન ધરાવે છે.
યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન (યૂએલઆઈપી)
એક યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્શ્યોરન્સનું એક સંપૂર્ણ મિશ્રણ છે. યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન માટે ભરવામાં આવેલા પ્રિમીયમના એક ભાગનો ઉપયોગ ઈન્શ્યોરન્સ કવર તરીકે કરવામાં આવે છે અને એક ભાગનો ઉપયોગ વિવિધ ફંડમાં રોકાણ કરવા માટે આપવામાં આવે છે. પોલિસી ધારકના જોખમ લેવાની ક્ષમતાને આધારે તે ધારક પોલિસી કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ ફંડ્સમાં રોકાણ કરી શકે છે. આ પછી ઈન્શ્યોરન્સ કંપની ભેગી કરવામાં આવેલી રકમ શેર અને ઈક્વિટી જેવા વિવિધ મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકે છે.
એન્ડોમેન્ટ પ્લાન એક ટ્રેડિશનલ (પારંપરિક) લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી છે જો વીમા અને બચતનું મિશ્રણ છે. એક એન્ડોમેન્ટ પ્લામમાં જો કોઈ વીમા ધારક વ્યક્તિ પોલિસી પીરિયડથી વધુ જીવે છે, તો ઈન્શ્યોરન્સ કંપની પોલિસી ધારકને મેચ્યોરિટી લાભ પણ આપે છે. આ સિવાય કેટલાક એન્ડોમેન્ટ પ્લાન સમય સમય પર બોનસ પણ આપે છે. આ બોનસની ચૂકવણી મેચ્યોરીટી અથવા પોલિસી ધારકના મૃત્યુના કેસમાં કરવામાં આવે છે
મની બેક (money back plan)
મની બેક લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાનમાં સર્વાઈવલ બેનિફિટ તરીકે સમ એશ્યોર્ડનો એક ભાગ વીમા ધારક વ્યક્તિને નિયમિત અંતરાળ પર સીધી રીતે જ ચૂકવવામાં આવે છે. આ રીતથી પોલિસીધારક શોર્ટ ટર્મ ફાયનાન્શિયલ ગોલ મેળવી શકાય છે.
હોલ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન લાઈફ એશ્યોરન્સને સંપૂર્ણ જીવન માટે આથવા કેટલાક કિસ્સોમાં 100 વર્ષની આયુ સુધી ઈન્શ્યોરન્સ કવર આપે છે. એક હોલ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે સમ એશ્યોર્ડ નિર્ધારિત કરવામાં આવે છે. ખરીદી લીધા બાદ એક નોમિનીનો ઉલ્લેખ કરવામાં આવે છે. કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તેમણે ડેથ ક્લેમ અને બોનસ જો લાગૂ પડતું હોય તો તે પણ ચૂકવવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર