Fixed Deposit: વધારે વળતર માટે અહીં કરો FD, જાણો કઈ બેંક આપી રહી છે સૌથી વધારે વ્યાજ

ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોમાં એફડી પર વ્યાજ દર (પ્રતીકાત્મક તસવીર)

Fixed Deposit Interest Rates 2021: એફડી માટે દરેક બેંકનો વ્યાજ દર અને શરતો અલગ અલગ હોય છે. વ્યાજનો દર એફડીની રકમ અને સમય પ્રમાણે બદલાય છે.

  • Share this:
    નવી દિલ્હી: મોટાભાગના લોકો સેવિંગ ખાતામાં (Savings Accounts) પૈસા રાખવાને બદલે ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) કરવાનું પસંદ કરતા હોય છે. આનું સૌથી મોટું કારણ ફિક્સ્ડ ડિફોઝિટ પર મળતું વધારે વ્યાજ અને તે સુરક્ષિત હોવાનું છે. બચત ખાતાના સરખામણીમાં એફડી કરાવવા પર વધારે વ્યાજ મળે છે. આ ઉપરાંત એફડી કરાવવામાં તમારા પૈસા ડૂબી જવાનું પણ કોઈ જોખમ નથી. એફડીમાં તમે અમુક દિવસોથી લઈને અમુક વર્ષો સુધી પૈસા જમા રાખી શકો છો.

    જો કોઈ રોકાણકાર એક કરોડ રૂપિયા સુધીની એફડી પાંચ વર્ષ સુધી કરે છે તો તેને કેટલું વ્યાજ મળે છે તેના વિશે જાણીએ...

    ખાનગી બેંકોમાં એફડી પર વ્યાજ

    1) DBS Bank – 5.70% – 6.50%
    2) IndusInd Bank – 5.50% – 6.50%
    3) RBL Bank – 5.40% – 6.50%
    4) Yes Bank – 5.25% – 6.50%
    6) IDFC FIRST Bank – 5.25% 6.00%
    7) Axis Bank– 4.40% – 5.75%

    સરકારી બેંકોમાં FD પર વ્યાજ

    1) યૂનિયન બેંક ઑફ ઇન્ડિયા 5.5%
    2) કેનરા બેંક 5.5%
    3) ભારતીય સ્ટેટ બેંક (SBI) 5.3%
    4) પંજાબ એન્ડ સિંધ બેંક 5.3%
    5) બેંક ઑફ બરોડા 5.25%

    બે પ્રકારની FD

    સામાન્ય રીતે FD (Fixed Deposit) બે પ્રકારની હોય છે. પ્રથમ ક્યુમ્યુલેટિવ એફડી અને બીજી નૉન ક્યુમ્યુલેટિવ એફડી હોય છે. એફડીમાં ત્રિમાસિક કે વાર્ષિક આધારે વ્યાજ મળે છે. જોકે, તમે નિયમિત સમયગાળા દરમિયાન વ્યાજનો લાભ પણ લઈ શકો છો.

    FD કરાવતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

    કોઈ પણ બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા પહેલા તમારે નજીકની બ્રાંચનો સંપર્ક સાધીને સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઈએ. એફડી માટે દરેક બેંકનો વ્યાજ દર અને શરતો અલગ અલગ હોય છે. વ્યાજનો દર એફડીની રકમ અને સમય પ્રમાણે બદલાય છે. આથી રોકાણ પહેલા બેંકમાં જઈને તમામ વસ્તુઓ અંગે માહિતી મેળવી લેવી જરૂરી છે.

    આ પણ વાંચો: ગ્રાહકો આનંદો! હવે કોઈ પણ બેંકની ફરિયાદ એક જગ્યાએ કરી શકાશે, તાત્કાલિક લેવાશે પગલાં

    SBI કે Post Office? જાણો શેમાં રોકાણ કરવાથી મળશે વધારે વ્યાજ

    શેર બજાર (Share Market) કે પછી મ્યુચ્યુઅલ ફંડ (Mutual funds)માં રોકાણમાં પૈસા ડૂબી જવાનું પણ જોખમ રહેતું હોય છે. જોકે, શેર બજારની સરખામણીમાં મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા ડૂબી જવાનું જોખમ ઓછું રહે છે. આ જ ડરને પગલે લોકો બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) અથવા રિકરિંગ ડિપોઝિટ (Recurring deposit) કરતા હોય છે. આ બંનેમાં વળતર ઓછું મળે છે પરંતુ તમારી મૂળ રકમ પર કોઈ જોખમ નથી રહેતું. આ બંનેમાં તમે તમારી સુવિધા પ્રમાણે રોકાણ કરી શકો છો. જો તમે જોખમ વગર રોકાણ કરવા માંગો છો તો અમે અહીં દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State bank of India) અને ભારતીય પોસ્ટ વિભાગ (Post office)ના રોકાણ પર મળનારા વ્યાજની માહિતી આપી રહ્યા છીએ. જેનાથી તમે સરખામણી કરી શકો કે બંનેમાંથી ક્યાં વધારે વ્યાજ મળે છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: