Home /News /business /Recurring Deposit: આ બેંકો રિકરિંગ ડિપોઝિટ પર આપે છે સૌથી વધારે વ્યાજ, ચેક કરો લીસ્ટ
Recurring Deposit: આ બેંકો રિકરિંગ ડિપોઝિટ પર આપે છે સૌથી વધારે વ્યાજ, ચેક કરો લીસ્ટ
રિકરિંગ ડિપોઝિટ
Recurring Deposit rates: દરેક બેંકમાં અલગ-અલગ સમય ગાળા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ 5 વર્ષ કે 5થી વધુ વર્ષ માટે આરડી એકાઉન્ટમાં મળતા વ્યાજનો દર (Interest rates on RD) પણ અલગ અલગ હોય છે.
મુંબઈ: રિકરિંગ ડિપોઝિટ (RD) એ ભારતમાં ઘણા લોકો માટે ખૂબ જાણીતી બચત યોજના (Savings Scheme) છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC બેંક, ICICI બેંક અને અન્ય સહિતના ટોચની બેંકો તમને RD ખાતું ખોલવાનો વિકલ્પ આપે છે. તમે બેંક અને પોસ્ટ ઓફિસ (Post Office) સિવાય સ્મોલ ફાઇનાન્સ બેંક્સમાં પણ આરડી એકાઉન્ટ ખોલાવી શકો. આ દરેક બેંકમાં અલગ-અલગ સમય ગાળા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ 5 વર્ષ કે 5થી વધુ વર્ષ માટે આરડી એકાઉન્ટમાં મળતા વ્યાજનો દર (Interest rates on RD) પણ અલગ અલગ હોય છે. તમારી સરળતા માટે અમે અહીં વિવિધ બેંકના રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજદર રજૂ કરી રહ્યા છીએ.
1. એક્સિસ બેંક
એક્સિસ બેંકના આરડી એકાઉન્ટ ખાતાધારકોને 1 વર્ષની શરતે 4.40 ટકા, 2 વર્ષની શરતે 5.25 ટકા, 3 વર્ષની શરતે 5.50 ટકા, 4 વર્ષની શરતે 5.50 ટકા, 5 વર્ષની શરતે 5.75 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.75 ટકા વ્યાજ મળે છે.
2. BOB (બેંક ઑફ બરોડા)
ત્યાર બાદ BOB RD આ યાદીમાં સામેલ છે. જેમાં આરડી એકાઉન્ટ ધરાવતા ખાતાધારકોને 1 વર્ષની શરતે 4.90 ટકા, 2 વર્ષની શરતે 5.10 ટકા, 3 વર્ષની શરતે 5.25 ટકા, 4 વર્ષની શરતે 5.25 ટકા, 5 વર્ષની શરતે 5.25 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.25 ટકા વ્યાજ મળે છે.
3. BOI (બેંક ઑફ ઇન્ડિયા)
બેંક ઓફ ઇન્ડિયામાં આરડી એકાઉન્ટ ધરાવતા ખાતાધારકોને 1 વર્ષની શરતે 5.00 ટકા, 2 વર્ષની શરતે 5.05 ટકા, 3 વર્ષની શરતે 5.05 ટકા, 4 વર્ષની શરતે 5.05 ટકા, 5 વર્ષની શરતે 5.05 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.05 ટકા વ્યાજ મળે છે.
4. કેનરા બેંક
કેનરા બેંક પોતાના ગ્રાહકોને આરડી એકાઉન્ટ પર સારું વ્યાજ આપી રહી છે. બેંકમાં આરડી એકાઉન્ટ ધરાવતા ખાતાધારકોને 1 વર્ષની શરતે 5.10 ટકા, 2 વર્ષની શરતે 5.10 ટકા, 3 વર્ષની શરતે 5.25 ટકા, 4 વર્ષની શરતે 5.25 ટકા, 5 વર્ષની શરતે 5.25 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.25 ટકા વ્યાજ મળે છે. ઉલ્લેખનીય છે કે, 3, 4 કે 5થી વધુ વર્ષ માટે આરડી એકાઉન્ટ પર એક સરખો વ્યાજ દર રાખવામાં આવ્યો છે.
5. સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા
આ બેંકમાં આરડી એકાઉન્ટ ધરાવતા ખાતાધારકોને 1 વર્ષની શરતે 5.10 ટકા, 2 વર્ષની શરતે 5.10 ટકા, 3 વર્ષની શરતે 5.25 ટકા, 4 વર્ષની શરતે 5.25 ટકા, 5 વર્ષની શરતે 5.25 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.25 ટકા વ્યાજ મળે છે. જોકે આ વ્યાજ દર સમયાંતરે બદલાઈ શકે છે.
6. કોર્પોરેશન બેંક
કોર્પોરેશન બેંકને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે મર્જ કરી દેવામાં આવી છે. મર્જર સાથે કોર્પોરેશન બેન્કના ગ્રાહકોએ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા રિકરિંગ ડિપોઝિટ પર લાગુ પડતા વ્યાજ દરો લાગૂ પડશે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા જ્યારે રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવાની વાત આવે છે, ત્યારે આકર્ષક વ્યાજ દરો ઓફર કરે છે. તેથી કોર્પોરેશન બેંકમાં આરડી એકાઉન્ટ ધરાવતા ખાતાધારકોને 1 વર્ષની શરતે 5.00 ટકા, 2 વર્ષની શરતે 5.40 ટકા, 3 વર્ષની શરતે 5.50 ટકા, 4 વર્ષની શરતે 5.50 ટકા, 5 વર્ષની શરતે 5.50 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.60 ટકા વ્યાજ મળે છે.
7. HDFC બેંક
HDFC બેંકના ગ્રાહકોને આ એકાઉન્ટ અંતર્ગત 4થી 5 ટકાની વચ્ચે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંકમાં આરડી એકાઉન્ટ ધરાવતા ખાતાધારકોને 1 વર્ષની શરતે 4.90 ટકા, 2 વર્ષની શરતે 5.15 ટકા, 3 વર્ષની શરતે 5.30 ટકા, 4 વર્ષની શરતે 5.30 ટકા, 5 વર્ષની શરતે 5.30 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.50 ટકા વ્યાજ મળે છે.
8. ઇન્ડિયન ઓવરસિઝ બેંક
જો તમારે દર મહિને બચત કરવાની આદત પાડવી હોય તો ઇન્ડિયન ઓવરસીઝ બેંક રિકરિંગ ડિપોઝિટ સ્કીમ એક સારો બચત વિકલ્પ છે. બેંકમાં આરડી એકાઉન્ટ ધરાવતા ખાતાધારકોને 1 વર્ષની શરતે 5.20 ટકા, 2 વર્ષની શરતે 5.25 ટકા, 3 વર્ષની શરતે 5.25 ટકા, 4 વર્ષની શરતે 5.25 ટકા, 5 વર્ષની શરતે 5.25 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.25 ટકા વ્યાજ મળે છે.
9. ICICI બેંક
બેંકમાં તમે 6 મહિનાથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે રિકરીંગ એકાઉન્ટ ખોલાવી શકો છો. બેંકમાં આરડી એકાઉન્ટ ધરાવતા ખાતાધારકોને 1 વર્ષની શરતે 3.75 ટકા, 2 વર્ષની શરતે 4.40 ટકા, 3 વર્ષની શરતે 4.40 ટકા, 4 વર્ષની શરતે 4.40 ટકા, 5 વર્ષની શરતે 4.40 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 4.40 ટકા વ્યાજ મળે છે.
10. IDBI બેંક
આ બેંક IDBI બેંક સિસ્ટમેટિક સેવિંગ્સ પ્લાન પ્લસ પણ ઓફર કરે છે જે રૂ. 5,000ની લઘુત્તમ હપ્તાની રકમ સાથે ખોલી શકાય છે. તમને 1 વર્ષની શરતે 5.05 ટકા, 2 વર્ષની શરતે 5.20 ટકા, 3 વર્ષની શરતે 5.40 ટકા, 4 વર્ષની શરતે 5.40 ટકા, 5 વર્ષની શરતે 5.25 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 4.80 ટકાથી 5.25 ટકા સુધી વ્યાજ મળે છે.
11. IndusInd બેંક
ઉપર દર્શાવેલ તમામ બેંકોમાં સૌથી વધુ વ્યાજ દર IndusInd બેંક આપે છે. બેંક 1 વર્ષની શરતે 6.00 ટકા, 2 વર્ષની શરતે 6.00 ટકા, 3 વર્ષની શરતે 6.00 ટકા, 4 વર્ષની શરતે 6.00 ટકા, 5 વર્ષની શરતે 5.00 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.50 ટકા સુધી વ્યાજ આપે છે.
12. કોટક મહિન્દ્રા
કોટક મહિન્દ્રા બેંકમાં રિકરિંગ ડિપોઝિટ ખાતું કોઈપણ નિવાસી વ્યક્તિ અથવા હિન્દુ અવિભાજિત કુટુંબ (HUFs) ના સભ્ય દ્વારા ખોલી શકાય છે. બેંક રિકરીંગ એકાઉન્ટ ધારકોને 1 વર્ષની શરતે 4.50 ટકા, 2 વર્ષની શરતે 5.00 ટકા, 3 વર્ષની શરતે 5.10 ટકા, 4 વર્ષની શરતે 5.20 ટકા, 5 વર્ષની શરતે 5.25 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.25 ટકા સુધી વ્યાજ મળે છે.
એપ્રિલ 1, 2020થી ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું પંજાબ નેશનલ બેંક સાથે વિલીનીકરણ થયું છે. આ બેંક રિકરીંગ એકાઉન્ટ ધારકોને 1 વર્ષની શરતે 5.00 ટકા, 2 વર્ષની શરતે 4.75 ટકા, 3 વર્ષની શરતે 5.50 ટકા, 4 વર્ષની શરતે 5.50 ટકા, 5 વર્ષની શરતે 5.50 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.50 ટકા સુધી વ્યાજ મળે છે.
14. પંજાબ નેશનલ બેંક
આ બેંકમાં પણ તમે 6 મહિનાથી લઇને 10 વર્ષ સુધીની અવધિ માટે આરડી ખાતું ખોલાવી શકો છો. આ બેંક રિકરીંગ એકાઉન્ટ ધારકોને 1 વર્ષની શરતે 5.00 ટકા, 2 વર્ષની શરતે 5.10 ટકા, 3 વર્ષની શરતે 5.25 ટકા, 4 વર્ષની શરતે 5.25 ટકા, 5 વર્ષની શરતે 5.55 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.25 ટકા સુધી વ્યાજ મળે છે.
15. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા તમને ઓછામાં ઓછી રૂ. 100ની ડિપોઝિટ માટે બેંકમાં રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલવાની સુવિધા આપે છે. આ બેંક રિકરીંગ એકાઉન્ટ ધારકોને 1 વર્ષની શરતે 4.90 ટકા, 2 વર્ષની શરતે 5.10 ટકા, 3 વર્ષની શરતે 5.30 ટકા, 4 વર્ષની શરતે 5.50 ટકા, 5 વર્ષની શરતે 5.65 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.65 ટકા સુધી વ્યાજ મળે છે.
UCO બેંક 'UCO સૌભાગ્ય આરડી યોજના' હેઠળ રિકરિંગ ડિપોઝિટ ઓફર કરે છે. આ બેંક રિકરીંગ એકાઉન્ટ ધારકોને 1 વર્ષની શરતે 4.90 ટકા, 2 વર્ષની શરતે 5.00 ટકા, 3 વર્ષની શરતે 5.00 ટકા, 4 વર્ષની શરતે 5.00 ટકા, 5 વર્ષની શરતે 5.00 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.00 ટકા સુધી વ્યાજ મળે છે.
17. યુનિયન બેંક
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રિકરિંગ ડિપોઝિટ (RDs) પર આકર્ષક વ્યાજ દર ઓફર કરે છે. આ બેંકમાં રિકરીંગ એકાઉન્ટ ધારકોને 1 વર્ષની શરતે 5.00 ટકા, 2 વર્ષની શરતે 5.40 ટકા, 3 વર્ષની શરતે 5.50 ટકા, 4 વર્ષની શરતે 5.50 ટકા, 5 વર્ષની શરતે 5.60 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 5.60 ટકા સુધી વ્યાજ આપે છે.
18. યસ બેંક
યસ બેંક 5.25% અને 6.75% પ્રતિ વર્ષ વચ્ચેના વ્યાજ દર સાથે રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ ઓફર કરે છે. આ બેંકમાં રિકરીંગ એકાઉન્ટ ધારકોને 1 વર્ષની શરતે 5.75 ટકા, 2 વર્ષની શરતે 6.00 ટકા, 3 વર્ષની શરતે 6.25 ટકા, 4 વર્ષની શરતે 6.25 ટકા, 5 વર્ષની શરતે 6.50 ટકા અને 5થી વધુ વર્ષની શરતે 6.50 ટકા સુધી વ્યાજ મળે છે.
બેંકોની સાથે પોસ્ટ ઓફિસ પણ રિકરીંગ એકાઉન્ટની સુવિધા આપે છે. જેમાં રિકરીંગ એકાઉન્ટ ધારકોને 1 વર્ષની શરતે 5.5 ટકા, 2 વર્ષની શરતે 5.50 ટકા, 3 વર્ષની શરતે 5.50 ટકા, 5 વર્ષની શરતે 6.7 ટકા સુધી વ્યાજ મળે છે.
આપને જણાવી દઇએ કે લક્ષ્મી વિલાસ બેંક 2 વર્ષ માટે સૌથી વધુ 7.50 ટકા અને યસ બેંક પણ 7.50 ટકા વ્યાજદર સાથે દેશમાં સૌથી વધુ ઇન્ટરસ્ટ રેટ આપતી બેંકો છે. જ્યારે 3 વર્ષ અને 4 વર્ષના સમયગાળા માટે લક્ષ્મી વિલાસ બેંક 7.50 ટકા પ્રતિ વર્ષ વ્યાજ દર આપે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર